________________
૩૦૦
સમયસાર સિદ્ધિ ભાગ-૫ આમાં ? અહીં આકાશ છે એ આકાશના છે અહીંયા પ્રદેશ, એને ઊંચો કરી શકે છે કોઈ ? અહીં પ્રદેશ છે આકાશના ઊંચા કરી શકે છે? આ લાકડીને ઊંચી કરી શકે છે ? ( ના-ના ) એની પરિણમન શક્તિથી ઊંચી થાય છે, આંગળીથી નહિ, હાથથી નહિ. આહાહાહા ! દરેક ૫૨માણુમાં અનાદિ-અનંત પરિણમન શક્તિ છે, તો એ ૫૨માણું જ્યારે પરિણમે છે તે કાળે તે પોતાના પરિણામનો કર્તા છે. એમ ભગવાન આત્મા અનાદિ અનંત પરિણમન શક્તિ છે અનાદિ-અનંત તો જ્યારે જ્યારે એ પરિણમે છે તો એ પોતાની પરિણમન શક્તિથી પરિણમે છે. ૫૨ના કા૨ણથી–કર્મથી, નોકર્મથી, એનાથી એવું છે નહીં. આહાહાહા ! આમાં શું કરીએ ભાઈ, ઘરે આવો છોકરો પાડ્યો, એને લઈને અમારે આમ થવું પડયું, એ બધી ખોટી વાત (છે. ) તારી પર્યાયની યોગ્યતાથી તું વિકાર કરે છે. આહાહા ! ‘યોગ્યતા હી શ૨ણું' આવે છે નહીં ? આવે છે “યોગ્યતા હી શ૨ણું” –દરેક દ્રવ્યની તે તે સમયની યોગ્યતા છે, એ વાત છે. ૫૨ના કા૨ણે એમાં કંઈ થાય છે એવું છે નહીં. આહાહાહા !
( કહે છે) તેથી જીવ પરિણમનસ્વભાવવાળો ત્રિકાળી સ્વયમેવ હો જીવ, બદલવાના સ્વભાવવાળો સ્વયમેવ હો, એ જીવ, ક્રોધ, માન, માયા, લોભ કરે તો સ્વયં પોતાથી કરે છે, કર્મથી બિલકુલ નહીં. આહાહા ! ( લોકો ) કહે છે ને કે ભાઈ અમારે તો ક્ષમા રાખવી હતી પણ ક્રોધનો એવો ઉદય આવી ગયો કર્મનો (તેથી ) મારે એ ( ક્રોધ ) કરવો પડયો, જૂઠ છે બધું ! આહાહાહા ! કમાવાનો ભાવ કર્મનો ઉદય છે ત્યાં સુધી અમારે દુકાનમાં કમાવું પડે, જોડાવું પડે જૂઠ વાત છે બધી. એ ત્યાં દુકાન (માટેનો ) વિકાર કરે છે તો તે તું તારા સ્વતઃ પરિણામ કરવાવાળો છે, કર્મથી એ થયા જ નથી. ધંધાના વિકા૨ ને દુકાને બેસવાના ભાવ જે થાય છે એ વિકારી એ આત્મા સ્વયં પોતાથી પરિણમે છે, એ વિકારને પરિણમાવવાવાળા દુકાનના ધંધા નથી ને કર્મેય નથી. ધંધા એ નોકર્મમાં જાય છે કર્મ, કર્મમાં જાય છે. આહાહાહા !
‘આ રીતે બન્ને પક્ષ અસત્ય છે’ –એટલા માટે જીવ પરિણમન સ્વભાવવાળો સ્વયમેવ હો. બદલવાનો સ્વભાવ અનાદિ–અનંત છે. તો એ સમયે પણ વિકા૨નું પરિણમન પોતાથી છે, ૫૨થી છે નહીં. આવું હોવાથી ‘જેમ ગરુડના ધ્યાનરૂપે પરિણમેલો મંત્રસાધક, પોતે ગરુડ છે તેમ.' ગરુડ થઈ જાય, જાણે કે હું ( જ ) ગરુડ છું ! આહાહા ! ઓલામાં પાડાનો દાખલો આપ્યો, તો-પાડાનું ધ્યાન કરતાં-કરતાં (જાણે કે હું) પાડો થઈ ગયો એમ લાગે છે. તેમ, અજ્ઞાનસ્વભાવવાળા –અજ્ઞાન સ્વભાવ એનો, જ્ઞાનીને ક્રોધ-માન-માયા આવે છે એનું તો જ્ઞાન થાય છે જ૨ી સૂક્ષ્મ વાત છે. જ્ઞાનીને જરી રાગઆદિ અસ્થિરતા થાય છે, એને મિથ્યાત્વ ગયું છે–સમ્યગ્દર્શન થયું છે–આત્માનું ભાન થયું-આત્માનું જ્ઞાન થયું છે એને જરી રાગ આવે છે તો એ રાગના કર્તા નથી પણ રાગના જાણનાર રહે છે. આહાહાહા !
આંહી તો અજ્ઞાની રાગને કરે છે, એવા અજ્ઞાનીની વાત લીધી છે. એમ લીધી છે દેખો ! અજ્ઞાનસ્વભાવવાળા-પોતાના સ્વરૂપનું ભાન નહિ એવો ક્રોધાદિરૂપે જેનો ઉપયોગ પરિણમ્યો છે-ક્રોધમાં જેનો ઉપયોગ પરિણમિત છે એવો જીવ સ્વયં ક્રોધ છે. ( જેમ ) માટીથી ઘડો થયો તો ઘડો માટી છે... માટીથી ઘડો થયો તો ઘડો માટી છે. એમ જીવથી ક્રોધ થયો તો ક્રોધ જીવ છે. એ જીવનો ક્રોધ છે. આહાહાહા !