________________
ગાથા-૧૨૧ થી ૧૨૫
૨૯૯ વાત ભાઈ બહુ! સુક્ષ્મ વાત (છે). આહાહાહા !
અહીંયા તો કહે છે, સ્વયં પરિણમતાને તો પર (અન્ય) પરિણમાવનારની અપેક્ષા ન હોય; જો શક્તિ સ્વતઃ ન હોય તેને અન્ય કોઈ પરિણમાવી શકે નહિ. સ્વયં પરિણમતાને તો અન્ય પરિણમાવનારની અપેક્ષા નથી હોતી–આત્મા એ વિકાર કરે છે તો કર્મની નિમિત્તની અપેક્ષા નથી હોતી નિમિત્ત હો, પણ ઓલું નિમિત્ત છે માટે આંહી વિકારપણે પરિણમે છે એવું છે નહીં. આહાહા! કેમ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા નથી રાખતી. ઓહોહોહો!મહાસિદ્ધાંત !
દરેક આત્મા ને દરેક પરમાણુ, પ્રત્યેક સમયે જે પરિણમન કરે છે એ પરની અપેક્ષા નથી રાખતા. આહાહાહા ! સમજાણું કાંઈ ? મહાસિદ્ધાંત છે આ “વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા નથી રાખતી” –પ્રત્યેક પદાર્થ પોતાની પરિણમન (શક્તિથી) પરિણમન કરે છે એ પરની શક્તિની અપેક્ષા રાખતી નથી. આહાહા ! માસ્તર બરાબર ભણાવનાર છે અને છોકરો ઠોઠ નિકળે છે, કેમ કે એની પરિણમનશક્તિ નથી, તો માસ્તર શું કરે? વિશેષ ભણવાની શક્તિ ન હોય તો માસ્તર શું કરે? વિશેષ ભણવાનો ક્ષયોપશમ નથી તો એને-શબ્દ ને શાસ્ત્ર શું કરે? આહાહા ! સમજાણું કાંઈ...?
એક જ માસ્તર હોય ને પચાસ છોકરાં હોય (તેમાંથી) જે છોકરો એક છે તે પોતાની યોગ્યતાથી પાસ થાય છે ને એક નાપાસ થાય છે, તો પોત-પોતાના કારણે, માસ્તરના કારણે નહીં. માસ્તર તો એ એક જ બધાને ભણાવવાવાળા છે. આહાહા ! (શ્રોતા – બધાને કર્મનો ક્ષયોપશમ જુદો જુદો છે?) એ કર્મ નહીં, પોતાનો ક્ષયોપશમ જોઈએ, કર્મ તો નિમિત્ત-જડ છે, પોતાના ક્ષયોપશમ ભાવની પર્યાયની કમી છે પોતાને કારણે, એ કારણથી એ ઠોઠ નિશાળીઓ નીકળે છે, કર્મને કારણે નહીં.
(શ્રોતાઃ- જેતપુરમાં પુરુષોત્તમ હતો, ભગુ પશુ હતો એકડેએકથી દશ સુધી આવડે પછી ન આવડે) હા, એ તો ભગો હતો ને? જેતપુરનો ભગો કંદોઈ હતો, એકથી દશ સુધી શીખ્યો પછી આવડે નહિ, એ સિવાય (કાંઈ ) મને, બીજો મળ્યો તો અમરેલી દશાશ્રીમાળી વણિયા પણ તબડકા તાણે–આમ મજુરી કરે ! આહાહા ! મકાન ચણવામાં (મજુરીએ જાય ) આ સીત્તેરની વાત છે. મેં એને પૂછયું એલા તું વાણિયો છે દશાશ્રીમાળી ને આ શું? (તે) કહે મહારાજ! એક થી દશ સુધી શીખ્યો છું, પછી કહે મહારાજ ! મને કાંઈ આવડતું નથી. એટલે હું મજુરી કરું છું. તબડકા તાણે ને અંદર માટી-ચૂના ને ફલાણું ને મકાનના કામમાં એમ એ પોત-પોતાની યોગ્યતાથી છે એ કર્મથી નથી. આહાહા! આ તો મહાસિદ્ધાંત.
આત્મા, પોતાની પર્યાયમાં પરિણમવાની યોગ્યતા પોતાથી છે. ચાહે તો જ્ઞાનપણે પરિણમો કે રાગપણે પરિણમો એ આવશે, આગળ આવશે કળશમાં. પણ એ પોતાના કારણથી છે. કર્મ છે તો રાગ થાય છે એવું નથી. અને કર્મનો ક્ષયોપશમ હોય તો અહીં જ્ઞાન વધે છે એવું પણ નથી. આહાહાહા !
“આ રીતે બન્ને પક્ષ અસત્ય છે?” કોણ? કે પરિણમનવાળાને પરિણમાવે છે તું એમ કહે તો એ વાત જૂઠી છે (અને) નહિ પરિણમતાને તું પરિણમાવી શકે એ વાત પણ જુઠી છે. નહી પરિણમનારને પરિણમાવી શકે એવી શક્તિ પરમાં હોતી નથી. આહાહાહા! સમજાણું