________________
૩૧૮
સમયસાર સિદ્ધિ ભાગ-૫
પ્રવચન ન. ૨૧૪ ગાથા-૧૨૬ ગુરુવાર, ફાગણ સુદ-૧૦, તા.૮/૩/’૭૯
શ્રી સમયસાર, એકસો છવીસ ગાથાનો ભાવાર્થ, ભાવાર્થ છે ને બે લીટી છે, બે લીટી!
ભાવાર્થ-જ્ઞાનીને તો સ્વપરનું ભેદજ્ઞાન થયું છે'ધર્મી એને કહીએ કે જેને રાગ-વિકલ્પ અને આત્માના સ્વભાવનું ભેદજ્ઞાન થયું છે. ધર્મી, જ્ઞાની કે ધર્મી બેય એક છે. ધર્મી એને કહીએ કે જેમને પુણ્ય-પાપના ભાવ જે રાગ છે એનાથી પોતાનો સ્વભાવ ધ્રુવ-શુદ્ધ ભિન્ન છે એવું ભેદજ્ઞાન થયું છે. છે? “જ્ઞાનીને તો સ્વપરનું ભેદજ્ઞાન થયું છે એનો અર્થ આ છે, આત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપ છે અને પુણ્ય-પાપ, દયા-દાન-વ્રત-ભક્તિ આદિના પરિણામ એ રાગ છે, એ રાગ, “પર” છે અને આનંદ ને જ્ઞાનસ્વરૂપ “સ્વ” છે. એ સ્વ પરની જુદાઈનું, ભિન્નતાનું, પૃથકતાનું ભાન થઈ ગયું છે. આહાહા ! સમજાણું કાંઈ..?
એમને એટલા માટે જ્ઞાનીને સ્વપરનું ભેદજ્ઞાન થયું છે, એટલે એ કારણે એ પોતાને પોતાના જ્ઞાનમયભાવનું જ કર્તુત્વ છે. ધર્મીને તો પોતાના જ્ઞાન-દર્શન-શ્રદ્ધા-શાંતિ-આનંદસ્વચ્છતા એવા પરિણામનો કર્તા એ તો છે. ધર્મી તો પોતાના નિર્મળ–શુદ્ધ-પવિત્ર પરિણામનો કર્તા છે. સમજાણું કાંઈ? છે? હવે એને પોતાના જ્ઞાનમયભાવ, જ્ઞાનમય એટલે ? જ્ઞાન-જાણવુંદેખવું આનંદ-શાંતિ-સ્વચ્છતા વિગેરે શુદ્ધ પરિણામ જે છે, રાગથી ભિન્ન છે એવા શુદ્ધ પરિણામનું કર્તુત્વ ધર્મીને હોય છે. આહાહા !
(શ્રોતા- ચોથે ગુણસ્થાને એવું થાય !) ચોથા ગુણસ્થાનથી એ વાત છે. આત્મા અનંત અનંત ગુણનો પિંડપ્રભુ! અનંત અનંત સામાન્ય સ્વભાવનો પિંડ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત (આનંદ) અનાદિ સામાન્ય સ્વભાવ જે ધ્રુવ છે, એની દૃષ્ટિ ધર્મીને થઈ છે, તે કારણથી દૃષ્ટિમાં ધ્રુવતા આવી છે, તો પુણ્ય ને પાપના પરિણામ તેનાથી પૃથક થયો છે. ચાહે તો ભગવાનની ભક્તિનો ભાવ હો, દેવ ગુરુ ને શાસ્ત્ર જે છે એ પર છે, શાસ્ત્ર પણ પર છે દેવ પર છે ગુરુ પર છે. તે એની ભક્તિનો ભાવ છે એ રાગ છે. (શ્રોતા:- જ્ઞાની ભક્તિ તો કરે ને!) એ રાગ આવે છે, એને જાણે છે-જાણનારમાં રહેવું એ જ્ઞાનીનું કર્તવ્ય છે. રાગ આવે છે એ કર્તવ્ય એનું નહીં. આકરી વાત છે ભાઈ ! આહાહાહા ! (શ્રોતા- શૂન્ય થઈ જાઓ!) શૂન્ય, રાગથી શૂન્ય જ છે આત્મા. અહીં શું કહે છે? જ્ઞાનીને સ્વપરનું ભેદજ્ઞાન થયું છે તેથી આ કારણે તેને પોતાના જ્ઞાનમય ભાવનું જ કર્તાપણું છે. શબ્દો તો સહેલા છે શેઠ? ભાવ તો ભાવ જે છે તે છે. આહાહા !
ધર્મી એને કહીએ, સમ્યગ્દષ્ટિ એને કહીએ, જ્ઞાની એને કહીએ, બધુંય એક જ છે, કે જેમને પોતાનો આત્મા, અનંત અનંત જ્ઞાન (નું) ધામ-આનંદનું ધામ-શાંતિધામ, ધૃવધામનું ધ્યાન થઈ ગયું છે ને દૃષ્ટિમાં આવી ગયું છે ધ્રુવધામ-સ્થાન જે પોતાનું છે ધ્રુવ, એની દૃષ્ટિમાં આવી ગયો છે તો એને રાગ, દયા, દાન, ભક્તિ આદિના જે વિકલ્પ છે એનાથી પણ જ્ઞાન ભિન્ન થઈ ગયું છે. આહાહા ! આવી વાત છે ભાઈ. સમજાણું કાંઈ?
તો તેથી પોતાના જ્ઞાનમય પોતાનું જાણવું દેખવું શ્રદ્ધા, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા, આનંદ