________________
સમયસાર સિદ્ધિ ભાગ-૫
અરે! આવા અવસર ક્યારે મળે ? આવી વાત મહા પુણ્ય હોય તો સાંભળવા મળે. અંત૨માં રુચિ ક૨વી એ તો અલૌકિક વાત છે. ‘તે ભાવ’ તે ભાવ એટલે કર્તાનું જે કાર્ય છે તે ભાવ, કર્તાનું કાર્ય છે એ ભાવ, જ્ઞાનીનો જ્ઞાનમય છે. છે શેઠ ? એટલા એક શબ્દમાં શું છે ? એ શબ્દ છે ઉ૫૨ ‘તે ભાવ જ્ઞાનીને જ્ઞાનમય જ છે’–શું છે ? હા, એ. તે ભાવ જ્ઞાનીને જ્ઞાનમય જ છે. આહાહાહા !
૩૧૬
‘તે ભાવ’ એટલે ? જે કાર્ય થયું તે ભાવ, જ્ઞાનીને જ્ઞાનમય ભાવ છે. જે કાર્ય થયું એવો જ્ઞાનીનો ભાવ જ્ઞાનમય ભાવ છે. જ્ઞાની એના કર્તા છે અને ભાવ-જ્ઞાનમય આનંદમય થયો એ એનું કાર્ય છે. ગજબ વાત છે. આંહી તો એમ કહેવું છે કે જ્ઞાનમય ભાવમાં, રાગમય ભાવ છે જ નહિ એટલે કોઈ સમકિતને-સરાગસમકિત, છે ને રાગ સહિત સમકિત છે એ વાત છે નહિ. આહાહા!
(શ્રોતાઃ- ચારિત્રને ભેગું ભેળવીને વાત છે) એ તો બીજી વાત, એ તો રાગ છે અસ્થિરતાનો પણ સમકિત રાગ સહિત નથી રાગ છે નહિ, કેમ કે આત્મા જિનસ્વરૂપી છે, વીતરાગસ્વરૂપ છે તો એની અનંતશક્તિઓ જેટલી છે એ બધી વીતરાગસ્વરૂપ છે, તો વીતરાગસ્વરૂપ શક્તિની વ્યક્તતા થાય વીતરાગમય વ્યક્તતા થાય છે, રાગની વ્યક્તતા એમાં હોતી નથી. આહાહાહા ! કમજોરીથી રાગ આવે છે તો એનો પણ અહીં જ્ઞાતા-દૃષ્ટા રહીને વીતરાગભાવમાં રહે છે. રાગમાં જ્ઞાની રહેતા નથી. આહાહાહા ! આવો મારગ છે ભાઈ ! ( શ્રોતાઃ- આવો જ માર્ગ હોય શકે ) બીજો હોય શી રીતે ? જગતની હોંશું, એ બધી હોંશું પાપની છે. જ્ઞાનીને તો એ હોંશ હોતી નથી. આહાહાહા !
ધર્મીનો ઉત્સાહ હોય છે આત્મામાં, અજ્ઞાનીનો ઉત્સાહ હોય છે વિકા૨માં, ૫૨માં હોય છે, એ તો માને પણ ખરેખર તો વિકાર હોય એમાં ઉત્સાહ છે એનો અજ્ઞાનીનો, જ્ઞાનીનો ઉત્સાહ સ્વરૂપ સન્મુખ છે, એથી સ્વરૂપ જ વીતરાગી જિનસ્વરૂપ જ છે, વીતરાગ સ્વરૂપ (છે) તો એમાં સમ્યગ્દર્શન થાય છે, એ વીતરાગી પર્યાય છે. સમ્યજ્ઞાન થાય છે (એ) શાસ્ત્રજ્ઞાન નહીં, શાસ્ત્રજ્ઞાન એ જ્ઞાન નથી, સ્વરૂપ જ્ઞાનમય એમાંથી જ્ઞાન આવે છે એ વીતરાગી જ્ઞાન છે, અને સ્વરૂપમાં આચરણ કરવું જે છે એ-પણ આચરણ વીતરાગી પર્યાય છે. આહાહાહા ! સમજાણું કાંઈ ?
એ જ્ઞાનીને, ‘તે ભાવ’ તે ભાવ એટલે ? જે કર્તાના થનારા ભાવ, કર્તાનો જે ભાવ એ ભાવ જ્ઞાનીને જ્ઞાનમય જ છે. ઝીણી વાત બહુ, ‘કારણ કે તેને સમ્યક્ પ્રકારે સ્વપરના વિવેક વડે’ કેમ કે એને સમ્યક્ પ્રકારે જુઓ, જ્ઞાનમય ભાવ કેમ છે ? કેમ કે આ બધા ભાવ સમ્યક્ પ્રકારે સાચી રીતે ધારણાથી પણ નહીં એમ કહે છે. કા૨ણ કે તેને સમ્યક્ પ્રકારે, સ્વપરના વિવેક વડે સ્વપરના વિવેકથી, પોતે જ્ઞાતા આનંદમય ને રાગ ભિન્ન, એવો સ્વપરનો વિવેક થયો છે. રાગાદિ દયા દાનના ( ભાવ ) આવે છે, એનાથી પણ આત્મા ભિન્ન, (છે) એવો સ્વપરનો વિવેક છે. આહાહા ! ‘સમ્યક્ પ્રકારે સ્વપરના વિવેક વડે' સર્વ ૫૨દ્રવ્યભાવોથી ભિન્ન, ૫૨દ્રવ્ય નામ શ૨ી૨, વાણી, મન, કુટુંબ એ તો ઠીક પણ રાગાદિ પણ ૫૨દ્રવ્ય છે. એનાથી પણ ભિન્ન. આહાહા ! ‘આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી છે'-ધર્મીને આત્માની ખ્યાતિ આ ટીકાનું નામ