________________
૩૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૫
આહાહાહા ! ભાઈ ! વસ્તુનું સ્વરૂપ તો આવું છે.
જિન સ્વરૂપી પ્રભુ, વીતરાગ ચૈતન્યમૂર્તિ આત્મા, એનું ભાન ને જ્ઞાન થયું તો એ પર્યાયમાં વીતરાગીશાન, વીતરાગીસમકિત, વીતરાગી આચરણ બધું વીતરાગી હોય છે, રાગી નહિ. આહાહા ! સમજાણું કાંઈ ? કેમ કે વસ્તુ જિનસ્વરૂપી છે પ્રભુ, તો જિનસ્વરૂપના પરિણામ તો જિનસ્વરૂપી વીતરાગી હોય છે. એ કોઈ એમ કહે કે ચોથે ગુણસ્થાને સરાગ સમકિત હોય, તો એ તો રાગ ચારિત્રનો દોષ બતાવવો છે, સમકિત તો વીતરાગી પર્યાય છે. આ તો જ્ઞાનીનો જ્ઞાનભાવ આ છે. સમજાણું કાંઈ... ? આહાહાહા !
આમાં ક્યારે સમજવાનો વખત લ્યે એ મનુષ્યપણું જાય એ પાછું ક્યારે આવે ? અનંત કાળે મનુષ્યપણું મળે ! ઉ૫૨ા-ઉ૫૨ કોઈ વખતે મનુષ્યભવ મળે તો આઠ ભવ મળે પછી નવમે ભવે કાં મોક્ષ ને કાં નિગોદમાં જાય ! આહાહા ! અરે રે ! એની દરકાર કરી નહિ એણે, દયા નહીં દયા-પોતાની દયા નહિ હોં પોતાની ! આહાહા ! પોતાની દયા, ૫૨ની દયા કોણ કરી શકે છે ? આહાહાહા!
પોતાનો ચૈતન્યસ્વભાવ ભગવાન સર્વશે દેખ્યો, એવો જ પોતાને દેખવામાં આવે. આહાહા ! સર્વજ્ઞસ્વભાવ, સર્વજ્ઞપર્યાયમાં બધા જીવનો દેખવામાં આવ્યો. સર્વજ્ઞ પર્યાયમાં એવો જ સર્વજ્ઞસ્વભાવ સમ્યક્દષ્ટિમાં દેખવામાં આવે છે, તો એ દૃષ્ટિ પણ વીતરાગી પર્યાય છે. એટલે જ્ઞાનીના જ્ઞાનમય પરિણામનો અર્થ વીતરાગમય પરિણામ છે. આહાહા ! આનો અર્થ જ એવો છે, છે?
તે ભાવ જ્ઞાનીના જ્ઞાનમય ( હોય છે. ) એટલે વીતરાગ-ધર્મીને વીતરાગી દૃષ્ટિ થઈ છે, વીતરાગી જ્ઞાન થયું છે વીતરાગી સ્વભાવમાં આચરણ થયું છે અંશે, તો એ બધા પરિણામ વીતરાગી ભાવ એનાં (ધર્મીનાં ) છે. એ વીતરાગીભાવના તે કર્તા છે ને વીતરાગીભાવ તેનું કાર્ય છે. આહાહાહા ! આવું કામ છે બાપા શું થાય !( શ્રોતાઃધર્મીની ઓળખાણ તો અંતર-બાહ્ય લક્ષણોથી થાય છે ને !) અંદર સર્વજ્ઞ થયો ને આત્મા સર્વજ્ઞ છે એવી દૃષ્ટિ થઈ ત્યારે અંતરભાન થયું હું જ સર્વજ્ઞ છું. સર્વજ્ઞની પર્યાય છે એ તો ૫૨ છે. ( શ્રોતાઃ– બાહ્ય ચિહ્ન હોવું જોઈએ ને!) બાહ્ય ચિહ્ન આ છે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન એ ચિહ્ન ! આહાહા! સમ્યક્ નામ જેવો સર્વજ્ઞસ્વભાવ છે, એવી અંદર નિર્વિકલ્પ પ્રતીતિ થવી અને નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન થવું, એ એનું લક્ષણ છે. એ પરિણામના તો જ્ઞાની કર્તા છે. ઝીણી વાત છે ભાઈ ! અત્યારે તો બહુ ગરબડ હાલી, ગોટા ચારે કોર નવરાશ, વેપારીઓને નવરાશ ન મળે વાણિયાને ધંધા આડે અને આ સત્ય અને અસત્યનું મિલાન કેમ કરવું ? રજનીભાઈ ? સાચી વાત છે ને પોપટભાઈના દિકરા છે. પોપટભાઈ મોહનલાલ કરોડપતિ છે, કરોડપતિ હોં પાછા એક નહિ છ છોકરાં, પાસે ઘણાં કરોડો છે, ધૂળ છે મોટી !
અનંત ગુણનો પતિ પ્રભુ ! આહાહા! અનંતાનંત ગુણની સંખ્યાની મર્યાદા છે નહીં એટલા અનંત ગુણ છે આત્મામાં કે અનંત અનંત અનંત અનંત અનંત અનંત ( ને ) અનંતગુણા કરો તો પણ અનંતમાં આ છેલ્લો છે એવું આવે નહિ, અંદરમાં એવા અનંત અનંત અનંત ગુણનો ભંડાર ભગવાન છે. અરે રે! એ બધા ગુણો વીતરાગસ્વભાવી છે, અર્થાત્ વીતરાગી