________________
૩૧૦
સમયસાર સિદ્ધિ ભાગ-૫
ગાથા-૧૨૬ ઉપર પ્રવચન जं कुणदि भावमादा कत्ता सो होदि तस्स कम्मस्स। णाणिस्स स णाणमओ अण्णाणमओ अणाणिस्स।।१२६ ।। જે ભાવને આત્મા કરે, કર્તા બને તે કર્મનો;
તે જ્ઞાનમય છે જ્ઞાનીનો, અજ્ઞાનમય અજ્ઞાનીનો. ૧૨૬. ટીકા -આ રીતે આ આત્મા સ્વયમેવ પરિણામસ્વભાવવાળો છે-આત્મા દરેક, સ્વયમેવ= સ્વયં+એવ એટલે સ્વયં જ. આહાહા!દરેક આત્મા એ સ્વયં જ સ્વયમેવ એવ એટલે નિશ્ચયથી, સ્વયં જ પરિણામસ્વભાવવાળા છે. બદલવાના સ્વભાવવાળા છે. તોપણ પોતાના જે ભાવને કરે છે તે ભાવનો જ-કર્મપણાને પામેલાને-કર્તા તે થાય છે. શું કહે છે? આહાહા! જે ભાવનું એ પરિણમન કરે છે એ ભાવનો તે કર્તા છે. છે? પરિણમન સ્વભાવ-તોપણ બેય લેવા છે ને હવે, પોતાના જે ભાવનો કર્તા છે જે ભાવે જેનો કર્તા થાય છે એ ભાવનો જ-એ પરિણામનો જ, નિશ્ચયથી કર્મત નામ કાર્યને પ્રાપ્ત થયેલ જ કર્તા થાય છે, અર્થાત્ આ ભાવ આત્માનું કર્મ છે. કર્મ નામ કાર્ય, કર્મ એટલે જડકર્મ એ આંહી નહિ, આત્મા જે પરિણામને કરે છે એ પરિણામ એનું કર્મ છે, કર્મ નામ કાર્ય. આહાહાહા !
આત્મા જે સમયે જે પરિણામનો કર્તા છે, એ કર્તાનું એ પરિણામ એ તેનું કર્તાનું કાર્ય છે. સમજાણું કાંઈ? ભાષા તો સાદી છે પ્રભુ પણ ભાવ તો ઊંડા છે. આહાહા ! ટોપી ઓઢી શકતા નથી, એમ કહે છે. એ ટોપીમાં પરમાણુની પર્યાય છે તો એ પર્યાય-પરિણમન કરીને ટોપી ત્યાં રહી છે, પોતાના આત્માથી નહીં. આ વાત દુનિયાને આકરી લાગે. આહાહા ! વીતરાગ જિનેશ્વરદેવ પરમાત્માનો આ હુકમ છે, ગણધરો ને ઇન્દ્રોની વચ્ચે પરમાત્મા આમ ફરમાવતા હતા, એ વાણી અહીંયા આવી છે. મહાવિદેહમાં ગણધરો ને એકાવતારી ઇન્દ્રો અત્યારે ત્યાં છે, (દિવ્યધ્વનિ ) સાંભળવા આવે છે તો પરમાત્મા આ કહેતા હતા, આ કુંદકુંદાચાર્ય ત્યાં ગયા હતા, ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યા, ભગવાનનો આ હુકમ છે, કે દરેક આત્મા પોતાના પરિણામનો કર્યા છે, સ્ત્રી કુટુંબ પરિવારને બચાવી શકે સંભાળ રાખી શકે એ ત્રણકાળમાં નહિ. આહાહાહા ! સૂક્ષમ વાત છે ભાઈ. આહા !
પોતાના જે ભાવને કરે છે તે ભાવનો જ-કર્મપણાને પામેલાનો-કર્તા તે થાય છે (અર્થાત્ તે ભાવ આત્માનું કર્મ છે અને આત્મા તેનો કર્તા છે)” –અરે, સિદ્ધાંત મૂકીને ન્યાય આપે છે. તે ભાવ જ્ઞાનીને જ્ઞાનમય જ છે –શું કહે છે? ધર્મી જીવ છે જેને આત્માનું જ્ઞાન છેએ (ટીકાના) શબ્દોમાં શું પડ્યું છે જુઓ એટલામાં કે તે ભાવ જ્ઞાનીને જ્ઞાનમય જ છે – ભાવ એટલે પર્યાય, જ્ઞાની નામ ધર્મી-સમ્યગ્દષ્ટિ, જેને “જ્ઞાયકભાવ હું છું” એવો અનુભવ છે. એવા જ્ઞાનીને એ પરિણામ જે થાય છે એ જ્ઞાનીને જ્ઞાનમય જ છે. ધર્મીને જ્ઞાનમય સમ્યગ્દર્શન, સમ્યકુશાંતિ, સમ્મચારિત્ર એ જ્ઞાનમય આત્મમય પરિણામ છે, એ પરિણામના કર્તા જ્ઞાની છે. આહાહા ! ધર્મી જીવ દયા, દાન ને રાગ આદિના પરિણામના પણ કર્તા નથી. આહાહાહા!