________________
શ્લોક-૬૫
૩૦૫
પ્રવચન નં. ૨૧૩ ગાથા-૧૨૧ થી ૧૨૫ તથા શ્લોક-૬૫
બુધવાર, ફાગણ સુદ-૯, તા. ૭/૩/૭૯ શ્રી સમયસાર, (ગાથા) ૧૨૧ થી ૧૨૫ નો ભાવાર્થ છે ને? ગાથા ચાલી ગઈ છે.
જીવ પરિણામ સ્વભાવ છે. શું કહે છે? ભાવાર્થ છે ભાવાર્થ ! જીવ પરિણામસ્વભાવ છેઅનાદિથી જીવ ધ્રુવપણે રહે છે અને પરિણામસ્વભાવ પણ અનાદિનું છે. પલટવું બદલવું એ પોતાનો સ્વભાવ છે. જ્યારે પોતાનો ઉપયોગ ક્રોધ, માન, માયા, લોભમાં જાય છે તો એ રૂપે પરિણમે છે, કોઈ કર્મ પરિણાવે છે એવું છે નહિ. બીજી ચીજ એને વિકારરૂપે પરિણમાવી શકે એવી ચીજ નથી. આહાહાહા ! પોતાનો ઉપયોગ જાણન-દેખન જે ઉપયોગ છે, એ ક્રોધાદિરૂપે પરિણમે છે, રાગ દ્વેષ-રાગના બે ભાગ માયા ને લોભ, વૈષના બે ભાગ ક્રોધ ને માન. પરિણમન સ્વભાવ હોવાથી વિકારરૂપે પરિણમે છે, તો એ પરિણામ એનું કાર્ય છે (ને) કર્તા આત્મા છે. પરનું કાર્ય તો કિંચિત્ કરી શકતો નથી. આહાહાહા !
આ હાલવું ચાલવું બોલવું એ ક્રિયા આત્મા કરી શકતો નથી. અભિમાનમાં અજ્ઞાનથી માને છે કે હું આમ કરું છું- શરીરનું કામ કરું, સેવા કરું પરની, પરની દયા પાળી શકું, પરને મદદ કરી શકું એવો મિથ્યાષ્ટિ જીવ પોતાને ભૂલીને આવું અભિમાનનું મિથ્યાત્વ કરે છે. આહાહા ! પોતાના પરિણામમાં ક્રોધ, માન, માયા, લોભ કરે છે. મિથ્યાત્વ પણ પોતાના પરિણામમાં કરે છે અને એ પરિણામનો કર્તા આત્મા છે. એ વિકારનો કર્તા, કર્મના કારણે છે એમ છે નહિ. એમ પોતાના પરિણામ સિવાય બીજી કોઈ ચીજ શરીર, વાણી, મન, કુટુંબ કબીલા ધંધા, એ બધાયની પર્યાય આત્મા કરી શકે એવું ત્રણકાળમાં નથી. આહાહા !
એ કહ્યું ને ! ‘ત્યારે સ્વયં ક્રોધાદિરૂપ જ થાય છેજ્યારે મિથ્યાત્વપણે પરિણમે છે હું પરનું કરું પરને સુખી કરું પરને દુઃખી કરું પરને સગવડતા દઉં છું એને અગવડતા દઉં એવું અભિમાન મિથ્યાત્વ કરે છે ત્યારે મિથ્યાત્વરૂપે પરિણમે છે. આહાહા ! એ કોઈ દર્શનમોહકર્મ એને મિથ્યાત્વરૂપે પરિણાવે છે એવું છે નહિ. આહાહા ! એ સ્વયં ક્રોધાદિરૂપ જ થાય છે એમ જાણવું.
હવે આ અર્થનું કાશરૂપ કાવ્ય કહે છે –
(
શ્લોક - ૬૫
)
(૩૫નાતિ) स्थितेति जीवस्य निरन्तराया स्वभावभूता परिणामशक्तिः। तस्यां स्थितायां स करोति भावं यं स्वस्य तस्यैव भवेत्स कर्ता।।६५ ।।