________________
ગાથા-૧૨૧ થી ૧૨૫
૩૦૩ દામનગર, કે તમે એમ કહો છો કે કર્મથી અહીં (જીવમાં) વિકાર થતો નથી. તો એટલું તો રાખો એકાવન ટકા વિકાર કરવાનો પુરુષાર્થ પોતાનો ને ઓગણપચાસ ટકા કર્મનું આંહી, આંહી વધારે રાખો, આવો પ્રશ્ન થયો હતો, આંહી તો ઘણાં પ્રશ્નો થાય છે ને પહેલેથી જ ( પ્રશ્નો) આવે છે ને એકાવન ટકા રાખો કારણ... બોલ આવ્યો ને બે ટકા અહીં વધી ગયાને આત્માના પુરુષાર્થમાં વિકારના ૫૧ ટકા-૪૯ ટકા કર્મના કીધું: એક ટકોય કર્મનો નહીં (વિકાર થવામાં) એકાવન ટકા શું, સોએ સો ટકા વિકાર-કરવામાં (જીવ) સ્વયં પોતાથી કરે છે. મોટી ચર્ચા ચાલી હતી. એ ત્રણેય સંપ્રદાયમાં આ જૈનપણામાં માને એટલે કર્મને જ માનનારા !
અન્ય (મતમાં) ઈશ્વરને માને કે ઈશ્વર કર્તા (છે.) આ જૈનમાં કર્મ કર્તા ગરી ગયા!
હવે, ઈશ્વર તો ચૈતન્ય છે અને આ તો જડ. જડેશ્વર થઈ ગયો અંદરથી ! આહાહાહા ! શું કરીએ ભાઈ, અમારે કર્મનો ઉદય છે, ન છોડી શકીએ અમે, કર્મનો ઉદય મંદ પડે તો અમે છોડી શકીએ, એ જૂઠ વાત છે. પોતાના સ્વયમેવ પુરુષાર્થથી વિકાર કરે છે અને પોતાના સ્વયમેવ સવળા પુરુષાર્થથી વિકારનો નાશ કરે છે. પરની અપેક્ષા એમાં છે નહીં. આહાહાહા ! આ તો જીવની વાત હાલે છે, બહુ સરસ છે (ગઈકાલે) એમ પુદ્ગલમાં લીધું. આહાહાહા ! એમાં પરિણમન શક્તિ છે ને એમાં, કર્મ પરમાણું છે એમાં એ પરમાણુમાં પરિણમનશક્તિ અનાદિઅનંત છે કે નથી? અનાદિ-અનંત છે કે નહિ? (છે.) તો જ્યારે કર્મપણે પરિણમ્યા તો એ પરિણમન શક્તિ અનાદિ-અનંત પરિણમનશક્તિ એ વખતે ય છે. આહાહાહા!
કર્મરૂપે થયા, (આ આત્મા પણ (વિકારરૂપે થયો )!) પરમાણુમાં પરિણમન શક્તિ છે કે નહીં? છે, અનાદિ-અનંત (છે) તે આમ આમ થાય છે, તો એ પરિણમન અનાદિ-અનંત છે. તો એ પરિણમન એનું છે ને એનાથી એ કામ કરે છે. આત્મા એને હલાવી શકે છે કે આત્મા બોલી શકે છે, ત્રણ કાળ–ત્રણલોકમાં નહિ. આહાહા ! આવી વાત બેસવી, ધર્મ તો હજી સ્વતંત્ર છે–દોષ એ સ્વતંત્ર છે, ને ધર્મ પણ સ્વતંત્ર છે. દોષ, એ પોતાની પર્યાયમાં, પરલક્ષથી (જીવ) સ્વતંત્ર કરે છે, ધર્મ પોતાના લક્ષથી (જીવ) સ્વતંત્ર કરે છે! આહાહા !
(આત્મા) વિકાર પરના લક્ષથી સ્વતંત્ર કરે છે, પરલક્ષ કર્યું તો એનાથી (પરથી) થયું નથી, અને સમ્યગ્દર્શનશાન-ધર્મ પોતાના લક્ષથી સ્વતંત્ર કરે છે, દર્શનમોહનો ક્ષયોપશમ હોય તો અહીં સમ્યગ્દર્શન થાય છે-મિથ્યાત્વ જાય તો-દર્શનમોહ તો સમકિત થાય છે એવું નથી. આહાહા ! કહો, પંડિતજી? ત્યાં શું અત્યાર સુધી શીખ્યા'તા બધું ત્યાં? એ તો જ્યાં હોય ત્યાં એ જ માંડે છે બધાને. આહાહાહા! બહુ સરસ વાત છે!
જો પરિણમનશક્તિ પોતાનામાં ન હોય તો બીજો શક્તિ દઈ શકે એ ત્રણકાળમાં બને નહીં. માટીમાં ઘડો થવાની શક્તિ ન હોય તો કુંભાર એ શક્તિ દઈ શકે નહીં. લોટમાં રોટલી થવાની લોટની શક્તિ ન હોય તો રોટલી બને નહીં. લોટની શક્તિથી રોટલી થાય છે, એમ ન હોય તો બીજા કોઈ સ્ત્રી આદિ રોટલી બનાવી શકે એમ છે નહીં, કેમ કે પરમાં જે શક્તિ નથી બીજો શક્તિ આપી શકતો નથી અને પરમાં શક્તિ છે તો પરની શક્તિની અપેક્ષા નથી. આહાહાહા!
- આ તો ચાર પૈસાની શેર તો મણના અઢી રૂપિયા. આ દાખલા આ તો સમજવા માટે (છે) સિદ્ધાંત આ કે અઢી રૂપિયાનું મણ તો ચાર પૈસાનું શેર કે સાડા સાડત્રીસના? કે સાડા