________________
ગાથા-૧૨૧ થી ૧૨૫
૨૯૭ હોય તો, પરથી થઈ પરથી થતી જ નથી પોતાની યોગ્યતાથી થાય છે. આમ લાકડી અથવા લાકડાનો સ્થંભ લ્યો એમાં લીલા-પીળા ફૂલ મૂકવાથી ઝાંય પડતી નથી, પોતાની યોગ્યતા નથી. લાકડામાં લાલ-પીળા ફૂલ મૂકો તો ત્યાં લાલ-પીળી ઝાંય પડતી નથી, એની યોગ્યતા નથી, અને સ્ફટિકમાં યોગ્યતા છે તો પોતાની યોગ્યતાથી લાલ-પીળી ઝાંય પડે છે. એમ લોઢું જે અગ્નિથી ઊનું થઈ જાય છે તો એ લોઢું અગ્નિથી ઊનું થઈ જાય છે, એ અગ્નિથી થતું નથી. લોઢાનો (ઊના થવાનો) સ્વભાવ છે તો થઈ જાય છે. બે. હવે ત્રીજું (દષ્ટાંત) માટીનું. આ તો દાખલા છે. હમણાં આવશે, ઘડારૂપે માટી પરિણમે છે, તો એ માટી ઘડારૂપ છે. તો (કુંભાર) ઘડાનો કર્તા નહિ. ઘડો કાર્ય છે ને માટી કર્તા છે. ઘડાનો કર્તા કુંભાર છે એમ નથી. આહાહા ! સુતાર લાકડાને ઘડતો નથી. સોની દાગીના બનાવતો નથી, વણકર કપડું વણી શકતો નથી.
(શ્રોતા:- કર્મમાં ભેદ કેમ કર્યો) જ્યારે એ તો કર્મમાં, હવે આવે છે. આસવ-આસવ શું છે, એમાં કોઈ ( વિપાક) થાય છે એ પ્રકૃતિ અત્યારે ન હોય તો વિપાક ન આવે-વિપાક આવે તો, એ તો કર્મની વાત છે, અંદર એનાં પરિણમનની વાત છે. આત્માની સાથે સબંધ નથી એને. આહાહાહા ! કહે છે? (શ્રોતાઃ- જીવ વિપાકમાં તો જીવને) જીવ વિપાકને, વિપાક છે નહીં એમાં (જીવ) પોતાના વિકારથી પરિણમે છે ને પોતાના વિકારને ટાળે છે બસ. પ્રકૃતિમાં ય વિપાક શું છે, એ બીજી ચીજ છે. એ તો કેટલીક પ્રવૃત્તિ સત્તામાં પડી છે તો એ અવિપાક કહેવામાં આવે છે. ઉદયમાં આવે છે એ વિપાક કહેવામાં આવે છે. એ તો પરની જડની વાત છે એનાથી આત્મામાં કોઈ વિકાર થાય, કર્મનો વિપાક આવ્યો તો આત્મામાં કર્મ (થી) વિકાર થાય, એવી ચીજ છે નહિ. આહાહા! સમજાણું કાંઈ? આવું (સમજવા) નવરાશ ક્યાં? સત્યનો નિર્ણય કરવાને વખત ન મળે,
જડ-જડની (પર્યાયને) બનાવે, ચૈતન્ય ચૈતન્યને બનાવે! ચૈતન્ય પોતાના વિકારી કે અવિકારી આ બેય લેશે હવે, અહીં તો વિકારની વાત છે, પછી લ્ય છે ચૈતન્ય પોતાના નિર્મળ જ્ઞાનદર્શનને બનાવે, કાં રાગ-દ્વેષને બનાવે, પણ પરને તો બનાવી શકે નહીં અને પરથી પોતાનામાં (કંઈ પણ) બની શકે નહીં. આહાહાહા ! સ્વયં પરિણમતાને તો અન્ય પરિણમાવનારની અપેક્ષા હોતી નથી. દેખો ! આહાહા! જો આત્મા એ સ્વયં પોતાથી વિકારરૂપ પરિણમે છે તો પરની અપેક્ષા એને છે નહિ. આહાહા ! વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી, મહાસિદ્ધાંત આ. દરેક વસ્તુની શક્તિ-જે વસ્તુમાં પોતાનું પરિણમન કરવાની શક્તિ છે એ પરની અપેક્ષા રાખતી નથી. સમજાણું કાંઈ? આહાહા!
આ હાથ ચાલે છે, દેખો ! તો કહે છે કે એ હાથની પરિણમનશક્તિ એમાં છે, એનાથી છે. એમાં જો શક્તિ ન હોત ને આત્મા અને શક્તિ દઈ શકે ચલાવવાની એવું છે નહીં. એનાં કારણે આ હાથ ચાલે છે, આત્માના કારણથી નહીં. આહાહાહા ! પોતાનામાં જો પરિણમનશક્તિ ન હોય તો બીજા પરિણમન શક્તિ શી રીતે આપી શકે ? અને પોતાનામાં જો શક્તિ પરિણમનની હોય તો બીજાની અપેક્ષાની શું જરૂર રહી ? આહાહા ! ઝીણું બહુ!
જૈનમાં તો કર્મ-કર્મ રામવિજય હતાં ને એ ઓલા ખેડાવાળા જેઠાભાઈ હતા દેરાવાસી, પછી આંહીનું સાંભળ્યું એટલે લાગ્યું કે માળું, આ તો ભારે લાગે છે સાચી વાત તો આ લાગે