________________
૨૯૮
સમયસાર સિદ્ધિ ભાગ-૫ છે, પછી એને એમ થયું કે જો આ અમારા સંપ્રદાયમાં મળે તો આપણે ફેરવવું મટે. પછી પ્રશ્ન મૂક્યા પચાસ સાધુઓમાં! કોઈએ ઉત્તર આપ્યો નહિ. એક જણે આપ્યો બધો ખોટો, પછી છેવટે રામવિજયને મળ્યા કે આપણે ચર્ચા કરીએ, ત્યાં રામવિજય પણ કહે, પહેલી વાત આ, કે કર્મ વિકાર કરાવે કે ન કરાવે? કર્મ વિકાર કરાવે છે એ માન્ય હોય તો હું ચર્ચા કરીશ.
મૂળ.... ત્યાં આખી લાઈનફેર છે. શ્વેતાંબર શૈલીમાં આખી સિદ્ધાંતની શૈલી જુદી છે. આહાહા ! પણ હવે આકરું પડે જિંદગી આખી (એમાં) કાઢી હોય ને, મા-બાપ એમાં હોય, એમાં દિકરા હોય, એ કરતા હોય એમને એમ કર્યા કરતા હોય, હવે એમાંથી રામવિજયને અને એને ચર્ચા થઈ જેઠાભાઈ, આવે છે ને જેઠાભાઈ આવે છે આપણે ચર્ચા કરીએ (તો) રામવિજય કહે, પહેલી આ શર્ત, કર્મથી વિકાર થાય છે એ શર્ત. આ કહે, એ માન્ય નહિ–એ વિકાર પોતાથી થાય છે, કર્મથી નહીં. આહાહાહા ! પોતાથી જો પરિણમે છે. આત્મા તો વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. તો કર્મના ઉદયની અપેક્ષા નથી રાખતી–ભલે નિમિત્ત હો પણ એની અપેક્ષા રાખે નહિ, કે એ છે માટે મારે પરિણમવું પડ્યું એવી અપેક્ષા નથી. સમજાણું કાંઈ ? આહાહાહા !
કસાઈ જે બોકડા કાપે છે, તો કહે છે કે એમાં જે મિથ્યાત્વભાવ છે, એ કોઈ કર્મો કરાવ્યો નથી એણે કર્યો છે. આહાહા ! મહા તીવ્ર પાપના એ પરિણામ જીવે કર્યા છે. કર્મો કરાવ્યા છે? કર્મ ઉદયમાં આવ્યું ને આવો કષાય કરવો પડ્યો, એવું છે નહીં. આહાહા ! કોઈએ થપ્પડ મારી અને ક્રોધ થયો, તો કહે છે કે ) ક્રોધ થયો એ તો પોતાથી થયો છે, થપ્પડ મારી માટે એનાથી ક્રોધ થયો એ વાત જૂઠી છે, એમ કહે છે. -જો પોતાનામાં ક્રોધરૂપે પરિણમવાની શક્તિ ન હોય તો થપ્પડ શું કરે? અને પરિણમવાની શક્તિ છે તો પરની અપેક્ષા ક્યાં રહે? આહાહાહા ! કહો, રાયચંદભાઈ? આવું છે જુદું, આહાહાહા ! આ જૈનમાં તો કર્મ જ, હોળી ગરી ગઈ છે કર્મ કરાવે... કર્મ કરાવે, કર્મ કરાવે. હોળી ગરી ગઈ છે.
(શ્રોતા- એટલે કર્મની પૂજા કરે છે ને!) કર્મદહનની પૂજા જડની. આંહી તો (સંવત) એકોતેરથી કહેતા આવીએ છીએ, ૭૧ની સાલ, કેટલા વરસ થયાં ? ચોસઠ–લાઠી ચોમાસું હતું (કીધું) વિકાર પોતાથી થાય છે, કર્મથી બિલકુલ નહીં, એ વાત બહાર નીકળીને એ ય ઝંઝટ લાગી! (પ્રથમ) સ્થાનકવાસીમાં આવ્યું, એ શ્વેતાંબરમાં ગઈ વાત, એણે વિરોધ કર્યો દિગંબરમાં ગઈ, દિગંબરોએ વિરોધ કર્યો! આહાહા ! નહીં! કર્મથી વિકાર થાય છે. વર્ણજી (ગણેશપ્રસાદ વર્ણી) સાથે ચર્ચા થઈ હતીને? તેની સાલ ! (તેઓ કહે ) નિમિત્તથી થાય છે. મેં કીધું જુઓ દેખો ! “પંચાસ્તિકાય બાસઠ ગાથા” બધા પંડિતો હતા, બધા બેઠા'તા વિકાર પોતાથી થાય છે પરની અપેક્ષા-કારકની એને છે નહીં. કર્મના-નિમિત્તના કારકોની અપેક્ષા વિકાર કરવાવાળાને છે નહીં. તો (વાત) નો બેઠી ! (કહેવા લાગ્યા) નહિ, નહિ એવું છે નહીં. પોતાનાથી થાય તો સ્વભાવ થઈ જાય એનો, પણ એ વિકાર કરવાનો સ્વભાવ-પરિણમન એની શક્તિ છે. આહાહાહા! બે ચર્ચા મોટી થઈ, એક આ થઈ ને એક ક્રમબદ્ધ!દરેક પદાર્થ ક્રમબદ્ધ છે-એક પછી એક પર્યાય થવાવાળી એ જ થશે. એ કહે નહિ, એક પછી એક પણ એક પછી આજઆવવાવાળી છે ને આ જ આવે ને આજ હોય એમ નહીં, (તો પછી) ક્રમબદ્ધ ક્યાં રહ્યું? ઝીણી