________________
ગાથા-૧૦૨
૨૦૩
વ્યાપ્ય હોવાથી. કર્તાકર્મમાં એમ લેતાં, આત્માનું વ્યાપ્ય હોવાથી કાર્ય છે. આ આત્માનું ભાવ્ય હોવાથી તેનું ભાવ્ય છે એટલે ભોક્તા છે એમ. હીરાલાલજી ! આ એની મેળે સમજાય એવું નથી. પકડાય એવું નથી. ઝીણું બહુ બાપા. આહાહા ! ( શ્રોતાઃ- એટલે તો આહીં આવ્યા છે)
ઓહોહોહો ! ભગવાન આત્મા વિજ્ઞાનઘન આનંદના સ્વાદને ભેદતો શુભાશુભ ભાવને વ્યાપકપણે ક૨તો અને વ્યાપ્યપણે તે કાર્ય તેનું કરતો અને તે ભાવ ભાવકનો ભાવ હોવાથી, તે ભાવકના ભાવને ભોગવતો અને તે ભાવ, છે ? તે અનુભવનાર થાય છે, અને તે ભાવ પણ તે વખતે તે આત્માનું ભાવ્ય હોવાથી, કર્મ કાર્ય વખતે વ્યાપ્ય હોવાથી, અને અહીં ભોગવવા વખતે ભાવ્ય હોવાથી, આરે ! આરે ! આવું છે. આ તો અલૌકિક વાતું છે. તત્ત્વની વાત જ આખી અલૌકિક બાપુ. આહાહા!
અનુભાવ્યનું ભોગ્ય થાય છે એમ, ઓલું કર્મ છે તો આ ભોગ્ય છે, ઓલું વ્યાપ્ય હોવાથી કર્મ છે, અને ભાવ્ય હોવાથી ભોગ્ય છે. વ્યાપ્ય હોવાથી કાર્ય છે ભોગવવા યોગ્ય હોવાથી ભાવ્ય છે. ભાવ્ય હોવાથી ભોગ્ય છે. ભાવ્ય હોવાથી ભોગ્ય છે. શું કહ્યું ઈ ? વાણીયા કહે પણ આ તો ધર્મ શું આમાં કાંઈ ધર્મ બર્મ નથી. આ વસ્તુ આવી છે, એવું જાણે તો ખરો, ધર્મ ક્યાં હતો ?
ભગવાન આત્મા, ખરેખર તો પર્યાયમાં બધું છે. પણ ઓલા સાથે છે ને અભેદ ગણીને, વ્યાપક થઈને વિજ્ઞાનનનાં સ્વાદને તોડતો, અજ્ઞાનપણે વ્યાપક થઈને પુણ્ય-પાપનો કર્તા થાય છે. અને તે શુભાશુભ ભાવ તે આત્માનું વ્યાપ્ય હોવાથી, તે તેનું કાર્ય નામ કર્મ છે. તે ભાવ આત્માનો ભાવકભાવ હોવાથી, ભાવક ભાવ હોવાથી એનો અનુભવના૨ છે, અને તે ભાવ, ભાવ્ય હોવાથી, છે ? ભોક્તા છે, ભોગ્ય છે. ભાવ્ય હોવાથી ભોગ્ય છે. આવું છે.
(શ્રોતા:- શુભાશુભને ભોગવે કે હર્ષ શોકને ભોગવે ) એ શુભાશુભને ભોગવે એ જ આવ્યું અંદર ભોગવે છે. ટીકામાં તો શાતા અશાતા લીધી છે ભાઈ જયસેન આચાર્યે. જોકે શાતા અશાતાનો તો સંયોગ છે, છતાં એનું લક્ષ ત્યાં જાય છે, અને એ, એ ભાવને ભોગવે છે એટલું. આહા ! સમજાણું કાંઈ ? ( શ્રોતાઃ- શુભાશુભને કરે ને હર્ષ-શોકને ભોગવે ) એ એક જ છે જે શુભાશુભ કરે છે તે જ હર્ષ-શોક છે, તે તેનો જ ભોક્તા છે, તે અહીં શબ્દ આવી ગયો એ જ પાઠ છે ને “આદા સ તસ્ય ખલુ કત્તા સો તમ્સ દુ વેદગો.” તેનો એ વેદક છે. શુભાશુભ ભાવનો કર્તા અન્નાની તે જ શુભાશુભ ભાવનો વેદક છે, એક જ છે, સમય એક જ છે, ને એની ઈ જ ચીજ છે.
આ રીતે અજ્ઞાની પણ ૫૨ભાવનો કર્તા નથી લ્યો ! આ સિદ્ધ કરવું છે પાછું. આહાહા ! કર્મને કરે ને કર્મને, જડને ભોગવે એમ નહિ. એમ કહે છે, કર્મ જડ છે તેને આત્મા કરે અને કર્મના ફળને જડને ભોગવે એમ નથી. એ અહીંયા વિપાકપણે પુણ્ય-પાપ થયા એને વ્યાપકથી કરે ને વ્યાપ્યપણું કર્મ કરે અને આ ભાવકનો ભાવ પોતે કરે કર્મને જડને, ભાવકનો ભાવ હોવાથી અનુભવે છે અને તે ભાવ્ય હોવાથી ભોગ્ય છે. આટલું બધું યાદ રાખવું, બહુ સારી ગાથા આવી છે.
ભાવાર્થઃ– પુદ્ગલકર્મનો ઉદય થતાં એ જડને, એ જડ રહ્યો, જ્ઞાની તેને જાણે છે એટલે કે ઉદય થતાં જે ભાવ થયો અંદર એને જ્ઞાની જાણે જ છે. સમજાણું કાંઈ ? પુદ્ગલકર્મનો ઉદય