________________
ગાથા-૧૦૬
૨૩૧ રાગ બંધાય એના પરમાણુની પર્યાયનો કાળ છે તેથી ત્યાં અજ્ઞાન પરિણમ્યું છે. અહીં અજ્ઞાની પોતે તેને નિમિત્તભૂતે મિથ્યાતપણે પરિણમે છે. આહાહા ! બહુ ઝીણું આવું.
જ્ઞાનાવરણાદિકર્મપરિણામે પોતે નહિ પરિણમતો, કોણ આત્મા. એ તો પુદ્ગલ પરિણમ્યા છે ત્યાં તો, પોતે નહિ, એવા આત્મા વિષે આત્માએ જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું એવો ઉપચાર છે, વ્યવહાર છે, પરમાર્થ નથી. આહાહા!
ભાવાર્થ- યોદ્ધાઓએ યુદ્ધ કર્યું હોવા છતાં “રાજાએ યુદ્ધ કર્યું એમ ઉપચારથી કહેવાય છે. પર ચીજ કરી નથી. તેમ પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું હોવા છતાં. આહાહાહા ! પુદ્ગલદ્રવ્યને કેમ ખબર પડી કે આણે આવો ભાવ કર્યો, માટે મારે આમ થાવું પડયું? પણ કાંઇ ખબરની, વાત અહીં કયાં છે? ખબરની વાત તો તે આત્મા જ સિદ્ધ થશે, છ દ્રવ્ય સિદ્ધ નહિ થાય. ખબરવાળાની વાતો કરવા જઈએ તો એકલો આત્મા સિદ્ધ થશે. છ દ્રવ્ય નહિ. ખબર નથી પણ તેને તે જ પણે, તે જ પ્રકારે, તે સમયનો તે જ પર્યાયપણે પરિણમવાનો એ સ્વભાવ છે. આહાહાહા ! એને ખબર છે કે એણે આંહીં રાગદ્વેષ કર્યો માટે એ નિમિત્ત છે માટે પરિણમું એમ છે? આહાહા! એક એક તત્ત્વ ભાઈ એવી વાત છે, સૂક્ષમ.
જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું હોવા છતાં કોણ? પુદ્ગલે જીવે કર્મ કર્યું એવું ઉપચારથી કહેવાય છે, ખરેખર છે નહિ. આહાહાહા! ૧૦૭ હેં? (શ્રોતા- કહેવાય છે ખરું કે ) કીધું ઉપચાર છે ઓલો નિમિત્ત છે તે માને છે. હું છું તો ત્યાં થયું ને? એટલે વ્યવહાર થયો. એ ખોટું વ્યવહારે ય ખોટો અજ્ઞાનીનો વ્યવહારે ય ખોટો છે. આહાહા !
જ્ઞાનીનો વ્યવહાર સમ્યગ્દર્શનશાનચારિત્રપણે પરિણમવું એ જ્ઞાનીનો વ્યવહાર, નિશ્ચય તો દ્રવ્ય છે. આહાહા ! સમજાણું કાંઇ? “પરમાર્થ વચનિકામાં” આવે છે કે મોક્ષમાર્ગ છે એ વ્યવહાર છે, નિશ્ચય મોક્ષમાર્ગ હોં, વ્યવહાર મોક્ષમાર્ગ તો છે જ નહિ એ તો પરમાર્થ વચનિકામાં આવે છે. ખરેખર તો દ્રવ્ય વસ્તુ જે અખંડાનંદ પ્રભુ, તે નિશ્ચયનો વિષય છે, પણ તેમાં સમ્યગ્દર્શનશાનચારિત્રપરિણામ થાય તે વ્યવહાર છે, પર્યાય છે માટે એ વ્યવહાર છે એમ.
ઓલા દ્રવ્યની અપેક્ષાએ તેને વ્યવહાર કહેવાય, અને રાગને મોક્ષમાર્ગ કહેવો એની અપેક્ષાએ તેને અહીં નિશ્ચય કહેવાય. શું કહ્યું?
ભગવાન આત્મા પૂર્ણ સ્વરૂપ અખંડાનંદ છે એની અપેક્ષાએ તો એ પરિણામ થયા. મોક્ષનો માર્ગ એ વ્યવહાર છે, દ્રવ્ય નિશ્ચય છે, પર્યાય વ્યવહાર છે પણ તેને નિશ્ચય ક્યારે કહેવો? કે ઓલો રાગાદિને વ્યવહાર-મોક્ષમાર્ગ કહ્યો, ત્યારે આને નિશ્ચય કહ્યો, આની અપેક્ષાએ આને નિશ્ચય કહ્યો, ને આની અપેક્ષાએ આને વ્યવહાર કહ્યો. આમાં શું થાય છે? (શ્રોતા:ઘડીકમાં વ્યવહાર કહેવો અને એને ને એને પાછો નિશ્ચય કહેવો) કઇ અપેક્ષાથી કોને વ્યવહાર કહેવો એ? અપેક્ષા કઇ? ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ તે મોક્ષમાર્ગના પરિણામ તે વ્યવહાર છે, પર્યાય છે એટલે વ્યવહાર છે. પંચાધ્યાયમાં તો એ રીતે લીધું છે, પર્યાય માત્ર વ્યવહાર છે. ગાથાની અંદર, પર્યાય છે એ જ વ્યવહાર છે, ખંડ છે ને? ભેદ છે ને? અભેદ વસ્તુ ભગવાન આત્મા તે નિશ્ચય છે. આહાહા ! એ નિશ્ચય સ્વભાવની અપેક્ષાએ આત્માના આશ્રયથી દર્શનશાન ચારિત્ર થયું એ પણ પર્યાય છે, માટે વ્યવહાર છે, અહીં નિમિત્તરૂપે જે દયા, દાનના, વ્રતના