________________
ગાથા-૧૦૭
૨૪૧
જૂનામાં ય હશે ખબર નથી. આહાહા ! કાર્ય આ ચોપડીનું પાનું ફરે છે ને આમ કર્યું ને, ઉઘાડયું છે એ કાર્ય થયું છે એ ૫૨માણુને કા૨ણે આ આંગળીને કા૨ણે નહિ. એની એ વખતે આમ થવાનું પ્રાપ્ય અવસ્થા થવાની હતી તેને ૫૨માણું પહોંચી વળે છે, આમ હતી ને બદલીને વિકાર્ય થયું ને નિર્વર્ત્ય એના ૫૨માણુએ એ કામ કર્યું છે. આ આંગળીથી આમ થયું એમ કહેવું એ કલ્પનાનું, ઉપચારનું, વ્યવહારનું કથન છે. આહાહાહાહા ! તો આ બધા આખો દિ' ધંધા કરે, છોકરાઓની પાસે અનુભવ કરાવીને કરે, કેમ પોતે ઘણું પચાસ સાંઈઠ વરસ કામ કર્યું હોય, છોકરા નાના હોય તો એને અનુભવ આપે ને કે લ્યો આમ કરવું તમારે આમ આમ. આહાહાહા ! બધી ગપ છે કહે છે. આહાહા!
વીતરાગ મારગ પરમેશ્વર, જિનેશ્વરનો મારગ કોઈ અલૌકિક છે અત્યારે તો સંપ્રદાયમાં ય ગોટા ઉઠયા છે, આનું આમ દયા પાળો ને પાંજરાપોળ કરો ને પૈસા આંહીં દયો ને એ બધી ક્રિયાઓના કર્તા માને છે, મિથ્યાર્દષ્ટિ છે. આહાહાહા ! કેમ કે તે ક્રિયાની અવસ્થા તે કાળે તેના ૫૨માણુમાં થવાની હતી તે થઈ છે, એને આત્માએ કરી, પૈસા દીધા લીધા એ બધું કલ્પનાનો ઉપચાર, વ્યવહાર છે, સાચી વાત નથી. ઓહોહોહો ! રાયચંદભાઈ, આ રાયચંદભાઈએ તો હમણાં બે લાખ આપ્યા, નહિ ? નૈરોબી, પંદર લાખનું મંદિર થયું ને નૈરોબી આફ્રિકા, નૈરોબી બે હજાર વર્ષમાં દિગંબર જૈન (મંદિર) નહોતું ત્યાં, જેઠ સુદ અગિયારસે મુરત કર્યું, પંદર લાખનું મંદિર કરવાના છે. એમ તો હજી વધારે થશે વીસ લાખ, બે લાખ ને બે હજાર એણે આપ્યા છે. એને દિકરો નથી ને બાઈડી–ભાયડો બે છે ને માં છે એ ત્રણ છે, એટલે પછી પૈસા, બે લાખ બે હજા૨નું મંદિરમાં ખાતમુહૂર્ત કર્યું આફ્રિકામાં નૈરોબી, કહે છે કે પણ એ પૈસા મેં આપ્યા એમેય નથી. આહાહા ! પણ આપે કોણ ને લ્વે કોણ, ઈ જવાના હોય એ જાય, એ ગયા વિના રહે જ નહિ. આપણે નથી કહેવત અહીંયા ગુજરાતીમાં આપણે, ખાના૨નું દાણે દાણે નામ છે એમ કહે છે. આપણે ગુજરાતીમાં ખાના૨નું દાણે દાણે નામ છે ન્યાં ? પણ જે ૫૨માણું ત્યાં આવવાના તે આવવાના ને નહિ આવવાના તે નહિ આવવાના. આહાહા ! એવું છે. આ તો દાખલા, અઢી રૂપિયાનું મણ તો ચા૨ પૈસે શેર, પછી દાખલા એના લેવા હોય તો પંદર શે૨ના કેટલા તો પંદર આના આ બધા દાખલા લેવાય વસ્તુ સ્થિતિ એ છે, કોઈ પણ પદાર્થની અવસ્થા તે કાળે તેને જન્મક્ષણ હોય તે થાય તેને આત્મા કરે એ વાત તદ્દન ખોટી છે. એમ બોલાય વ્યવહા૨થી કે આણે કર્યું એ કલ્પના ને ઉ૫ચા૨થી કથન છે. આહાહા !( શ્રોતાઃ- સ્ત્રીએ બગાડયું હોય કામ ને નુકશાન જાય તો ) એ નુકશાન જાય તો ય એ પર્યાય થવાની હતી એમ. આહાહા ! આકરું બહુ કામ ભાઈ, વીતરાગ મારગ દરેક વસ્તુ સ્વતંત્ર છે. પરમાણુમાં પર્યાય ઉત્પન્ન થવાનો કાળ છે તેથી પ્રકૃતિ ત્યાં કર્મની થાય છે. આહાહા ! આંહીં રાગ આણે કર્યો માટે થયું છે એમ નથી. રાગ તો નિમિત્તમાત્રથી, ઉપચારથી કથન છે. આહાહા !
ભાવાર્થ:- વ્યાપ્યવ્યાપકભાવ વિના, એટલે કે કર્તાકર્મ વિના, કર્તાકર્મપણું કહેવું, એમ, કર્તાકર્મ વિના, આત્મા કર્તા નહિ ને એ એનું કાર્ય નહિ, એના વિના કર્તાકર્મપણું કહેવું તે ઉપચાર છે. આહાહા ! થોડા શબ્દોમાં ઘણું ભરી દીધું છે. આ તો આખો દિ' અમે કરીએ ને અમે કરીએ, આહાહા... માટે આત્મા પુદ્ગલદ્રવ્યને ગ્રહે છે, જોગથી ગ્રહે છે, એ ઉપચાર છે. કષાયથી