________________
સમયસાર સિદ્ધિ ભાગ-૫
જો ક્રોધ એ રીત અન્ય, જીવ ઉપયોગઆત્મક અન્ય છે, તો ક્રોધવત્ નોકર્મ, પ્રત્યય, કર્મ તે પણ અન્ય છે. ૧૧૫. ગાથાર્થ:-[ યથા]જેમ[ નીવચ]જીવને[ ઉપયોગ: ]ઉપયોગ[અનન્ય: ] ]અનન્ય અર્થાત્ એકરૂપ છે[ તથા ] તેમ [ વિ ] જો [ ોધ: અપિ ] ક્રોધ પણ[ અનન્ય: ] અનન્ય હોય તો [વસ્] એ રીતે [નીવસ્ય] જીવને [૬] અને [અનીવસ્ય] અજીવને [અનન્યત્વમ્] અનન્યપણું [ આપન્નક્] આવી પડયું. [ વસ્ TM ] એમ થતાં,[ ફઇ ]આ જગતમાં [ય: તુ] જે [ નીવ: ] જીવ છે [ સ: વ તુ] તે જ [નિયમત: ] નિયમથી [તથા ] તેવી જ રીતે [ લખીવ: ] અજીવ ઠર્યો; ( બન્નેનું અનન્યપણું હોવામાં આ દોષ આવ્યો; ) [ પ્રત્યયનોર્નર્મળા[] પ્રત્યય, નોકર્મ અને કર્મના [yત્વે ] એકપણામાં અર્થાત્ અનન્યપણામાં પણ [ અયમ્ વોષ: ] આ જ દોષ આવે છે. [ અથ ] હવે જો ( આ દોષના ભયથી ) [તે] તારા મતમાં [ોધ: ] ક્રોધ [અન્ય: ] અન્ય છે અને [ ઉપયોગાત્મø: ] ઉપયોગસ્વરૂપ [ શ્વેતયિતા] આત્મા[અન્ય: ] અન્ય [મવૃત્તિ ] છે, તો [ યથા ોધ: ] જેમ ક્રોધ [તથા ] તેમ [ પ્રત્યયા: ] પ્રત્યયો [ ર્મ ] કર્મ અને [નોર્મ અપિ] નોકર્મ પણ [ અન્યત્] આત્માથી અન્ય જ છે.
૨૬૮
ટીકા:-જેમ જીવના ઉપયોગમયપણાને લીધે જીવથી ઉપયોગ અનન્ય છે તેમ જડ ક્રોધ પણ અનન્ય જ છે એવી જો પ્રતિપત્તિ કરવામાં આવે, તો ચિપના અને જડના અનન્યપણાને લીધે જીવને ઉપયોગમયપણાની માફક જડ ક્રોધમયપણું પણ આવી પડે. એમ થતાં તો જે જીવ તે જ અજીવ ઠરે, -એ રીતે અન્ય દ્રવ્યનો લોપ થાય. આ પ્રમાણે પ્રત્યય, નોકર્મ અને કર્મ પણ જીવથી અનન્ય છે એવી પ્રતિપત્તિમાં પણ આ જ દોષ આવે છે. હવે જો આ દોષના ભયથી એમ સ્વીકારવામાં આવે કે ઉપયોગાત્મક જીવ અન્ય જ છે અને જડસ્વભાવ ક્રોધ અન્ય જ છે, તો જેમ ઉપયોગાત્મક જીવથી જડસ્વભાવ ક્રોધ અન્ય છે તેમ પ્રત્યય, નોકર્મ અને કર્મ પણ અન્ય જ છે કા૨ણ કે તેમના જડસ્વભાવપણામાં તફાવત નથી ( અર્થાત્ જેમ ક્રોધ જડ છે તેમ પ્રત્યય, નોકર્મ અને કર્મ પણ જડ છે ). આ રીતે જીવને અને પ્રત્યયને એકપણું નથી.
ભાવાર્થ:મિથ્યાત્વાદિ આસ્રવ તો જડસ્વભાવ છે અને જીવ ચેતનસ્વભાવ છે. જો જડ અને ચેતન એક થઈ જાય તો ભિન્ન દ્રવ્યનો લોપ થઈ જાય એ મોટો દોષ આવે. માટે આસવને અને આત્માને એકપણું નથી એ નિશ્ચયનયનો સિદ્ધાંત છે.
· પ્રતિપત્તિ = પ્રતીતિ; પ્રતિપાદન.
..
ચિદ્રૂપ
જીવ.
-