________________
૨૮૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫ પરમાણુથી, (થાય છે) આ રાગથી નહીં. આહાહાહા !
જ્યાં નિકટ સંબંધ છે ત્યાં પણ પરિણમન એનાથી થાય છે તો જે દૂર સંબંધ છે– (જેવાં કે) સ્ત્રી, પુત્ર, લક્ષ્મી, આબરું-કીર્તિ, મકાન એ તો ક્યાંય પર છે અને આત્મા કરી શકે નહીં ત્રણ કાળમાં! આ મકાન (પરમાગમ મંદિર) બન્યું એ કોઈ આત્માએ બનાવ્યું છે? કડિયાએ. રામજીભાઈ પ્રમુખ હતા લ્યો, આ અમારા વજુભાઈ ઇજનેર હતા, એ તો મકાનની પર્યાય પરમાણુની એ સમયે એવી થવાની હતી તો થઈ છે, બીજા કહે કે મારાથી મકાન બન્યું છે ભ્રમણા છે-અજ્ઞાન છે. આહાહા ! આવી વાત છે.
પ્રભુની પ્રતિમા પધરાવે છે તો તે પ્રતિમાના પરમાણું ભિન્ન છે ને તારો આત્મા ભિન્ન છે, તો એ પરમાણુની ક્રિયા તું કરી શકે છે એવું છે નહીં. તારામાં રાગ આવે છે, શુભ. આહાહાહા ! આકરું કામ છે.
અહીંયા વિશેષ આંહી છે. જે પરમાણુમાં ને આત્મામાં સ્વતઃ પોતાથી શક્તિ ન હોય, એને અન્ય કોઈ કરી શકે નહિ; આ શબ્દોમાં મહાસિદ્ધાંત છે. એટલા માટે પ્રથમ પક્ષ અસત્ય છે-જૂઠા છે અને સ્વયં પરિણમનારને અન્ય પરિણમાવનારની અપેક્ષા હોતી નથી માટે બીજો પક્ષ પણ જૂઠો છે કેમકે તેથી જે કર્મ બાંધે છે (બંધાય છે) પોતાથી તો એને પરની (અન્યની) અપેક્ષા છે નહીં. આણે રાગ કર્યો તો ત્યાં મોહનીય કર્મ બંધાણું ને, એમ કહે છે. આહાહાહા ! એ વાત જૂઠી છે. આહાહા ! આમ રાગ ન કર્યો હોત તો મોહનીયકર્મ બંધાત? પણ એ પ્રશ્ન ક્યાં અહીંયા
અહીંયા તો રાગ કર્યો તો તારી પર્યાયમાં તેં કર્યો અને દર્શનમોહ કે ચારિત્રમોહના પરમાણું થયા પર્યાય તો એ જડમાં થયા છે–જડથી થયા છે. આહાહા ! જ્ઞાનાવરણી, આવે છે ને પંડિતજી છ કારણે જ્ઞાનાવરણી (કર્મ) બંધાય છે, એ પરિણામ જીવ કરે અજ્ઞાની પણ એ જ્ઞાનાવરણી બંધાય છે એ પરમાણુની પર્યાય પોતાથી થાય છે. એ જ કારણ જ્ઞાનાવરણીના બંધનના ભાવ કર્યા તો અહીં જ્ઞાનાવરણી (કર્મ) બંધાયું એવું છે નહીં. એમ દર્શનાવરણી એમ વેદનીય, એમ મોહનીય, આયુ, નામ, ગોત્ર, અંતરાય આકરી વાત ભાઈ.
જેમ ઈશ્વર કર્તા નથી કોઈ ચીજનો, એમ તું પણ કોઈ પરચીજની પર્યાયનો કર્તા નથી. આહાહા ! જડ છે (પર્યાય) થઈ જાય. “સ્વયં પરિણમતાને તો પર (અન્ય) પરિણમાવનારની અપેક્ષા ન હોય, કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. -એક ટોપી ઓઢે છે ને ટોપી તો કહે છે કે એ પર્યાય ટોપીની જે થાય છે કે એ પરમાણુથી થાય છે, આંગળીઓથી નહીં, આત્માથી નહીં. આહાહા ! કપડું ઓઢે છે (ને) આમ-આમ કરે છે ને, આ ભાગ હોય એમાં, તો એ પર્યાયનો કર્તા પરમાણું છે, આંગળાથી એમ થયું જ નથી, ને આત્માથી એમ થતું જ નથી. આવા સિદ્ધાંત છે ભાઈ. આહાહાહા! આ બે સિદ્ધાંતે તો ગજબ કર્યો છે.
કોઈ પરમાણું કે આત્મા પરિણમતા નથી, તો બીજા એને પરિણાવે છે એવી શક્તિ જ બીજામાં નથી, અને પોતાથી પરિણમે છે તો બીજાની (અન્યની) અપેક્ષા છે નહીં. આહાહા ! આકરું કામ છે. અત્યારે (તો) બધા બહારના વ્યવહાર વ્યવહાર કરી-કરીને, આ કર્યું ને આ કર્યું ને આ કર્યું, ધર્મને નામે પણ બધી ગરબડ ગોટા, આણે ગજરથ ચલાવ્યો ને, એણે મંદિર