________________
ગાથા-૧૧૬ થી ૧૨૦
૨૮૫
તારાથી થયું છે એવું છે નહીં. એ સમયમાં પુદ્ગલની પરિણમન ( શક્તિ ) કર્મ થવાની તાકાતથી એ પર્યાય થાય છે. એનાં ઉપાદાનથી થાય છે, તારાથી નહીં. આહાહા ! આયુષ્ય પણ બંધાય છેભવિષ્યનું આયુષ્ય બંધાય, તો તારાથી બંધાતું નથી, તેં બાંધ્યું નથી. આયુષ્યના ૫૨માણુની પર્યાયથી આયુષ્ય બંધાય છે. આવું સૂક્ષ્મ છે, રાયચંદભાઈ. આહાહા ! ( શ્રોતાઃ- સમજવા જેવું છે ) આવી વાત છે કહો, પૂંજાભાઈ ! આહાહા !
આંહી તો ૫૨માત્મા એક તત્ત્વને, બીજા તત્ત્વ ક્યારેય અડતા નથી. અરે રે ! આહાહા ! મરચાં ખાય છે ઢોકળા કહે છે ને શું કહે છે ? ઢોકળાં કહે છે ને ? તેના ઉ૫૨ મરચાની ભૂકી નાખે છે ને ? મરચું તીખું–આમ તો તીખાશ છે એ તો મરચામાં રહી એ હોઠમાં એની તીખાશ આવી નથી અને હોઠ એને (તીખાસને ) અડતો નથી. આહાહાહા ! આ સિદ્ધાંત, વીતરાગનો સિદ્ધાંત છે, ત્રણ લોકના નાથ, તીર્થંકરદેવ ઇન્દ્રો છે ( સાંભળવા આવે છે પ્રભુને ! )
વસ્તુ છે એ ભિન્ન-ભિન્ન છે, ભિન્ન છે તો ભિન્નને સ્પર્શ કરી શકે નહીં બસ એટલું ચાહે આત્મા હોય કે ચાહે ૫૨માણું હોય, ભિન્ન ચીજને ભિન્ન ચીજ કોઈ સ્પર્શે જ નહીં તો પછી કરે ક્યાંથી ? આહાહાહા ! એ જ કહે છે ને ‘જે શક્તિ સ્વતઃ ન હોય એને અન્ય કોઈ કરી શકે નહિ’ -આ મહાસિદ્ધાંત છે. જે તત્ત્વમાં શક્તિ પોતાનામાં ન હોય અને એને બીજો શક્તિ આપી શકે એવું છે નહીં, એમ કહે છે.
આ જીભ ચાલે છે એ આત્મા એને અડે તો ચાલે એવું છે નહીં એમ કહે છે. આ પરમાણુમાં પરિણમન એવી ચાલવાની શક્તિ છે તો ચાલે છે. એને આત્મા શક્તિ આપે, એવું છે નહીં. આ જીભ ચાલે છે અને એ જીભ ખાંડ-સાકરને અડતી નથી. અને ખાંડ-સાકર જીભને અડતા નથી. આહાહાહા ! કેમ કે એક બીજામાં અભાવ છે. એક તત્ત્વમાં બીજા તત્ત્વનો અભાવ છે, અભાવ હોવાથી એક તત્ત્વને બીજું (તત્ત્વ ) અડતું નથી ( સ્પર્શતું નથી ) ક્યારેય આવું છે આકરું. આ હોશિયાર માણસ વેપા૨માં, બરોબર થડે બેઠો હોય ને આમ તડામા૨ કરે, સાચવે ને આમ લીએ ને–આમ દીએ ને આમ કરો ને, આ કરોને, આ કરોને. આહાહાહા ! પ્રભુ તું તારી ચીજમાં શું છે, સાંભળ એ ચીજમાં શું છે એનાં કા૨ણથી પલટાય છે–પલટા મારે છે એને જાણ તો ખરો તારું અભિમાન નીકળી જશે ને શ૨ી૨ને, વાણીને, કુટુંબને, સ્ત્રીને, પુરુષને, દિકરાને હું પાળી શકું છું-પોષણ કરી શકું છું, ત્રણકાળમાં છે નહિ.
( શ્રોતાઃ–હુશિયારીથી વકીલાત નહોતી કરી ? ) વકીલાત, વકીલાત નહોતી કરી, અભિમાન કર્યાં'તા રામજીભાઈ વકીલ હતા એ વખતે પહેલાં નંબરના હતા ! જ્જને વકીલ આમ કાયદો કાઢીને બતાવે કે આનું આમ છે ને આનું આમ છે. વકીલ પણ એ તો ભાષા હતી, ત્યાં રામજીભાઈએ શું કર્યું તેમના આત્માએ ? ( શું કર્યું ? ) આહાહા ! ( શ્રોતાઃ– ધોળા દિ’એ તારા બતાવે !) ઈ બતાવે તો એ વાત કરતો'તો હતો ઓલો ભાઈ મણિલાલ અમારો, કે રામજીભાઈ એમ કે જ્જને તા૨ા બતાવે ધોળે દી'એ જ્જને, ઓલી હતી ને, તર્ક કરે ને ? પણ એ વાણી–વાણી જડની છે પ્રભુ. એ વાણી આત્માની નહીં. આત્માએ એ વાણી કરી જ નથી. આહાહા ! અહીંયા તો નજીકના સંબંધમાં પણ કરી શકે નહીં, એમ બતાવે છે. કે જ્યાં રાગ દ્વેષ થાય છે અજ્ઞાન થાય છે ત્યાં કર્મબંધન થાય છે, એ કર્મબંધનની પર્યાય એનાથી (પુદ્ગલદ્રવ્યથી ) થાય છે–સ્વયં