________________
૨૯)
સમયસાર સિદ્ધિ ભાગ-૫ આહાહા ! ખરેખર તો એ સમયે, એ કર્મવર્ગણા જે છે એ, એ-રૂપે પરિણમવાની લાયકાતવાળા પરિણમે છે, પરમાણું તો ઘણાં છે એ જ એની પર્યાયમાં તે કાળે જ્ઞાનાવરણી-દર્શનાવરણી વિગેરે આઠ કર્મ, એ પુગલદ્રવ્યની સ્વભાવભૂત પરિણમન શક્તિ(થી) એનો સ્વભાવ જ પરિણમનશક્તિ છે એની એ કોઈ આત્મા કર્મ બાંધે ને આત્મા કર્મના પરિણામ કરે એવું છે નહીં. (આ રીતે પુદ્ગલદ્રવ્યની સ્વભાવભૂત પરિણમન શક્તિ) નિર્વિઘ સિદ્ધ થઈ. કોઈનું વિઘ નહીં, એ પરિણમનશક્તિ-પરિણમન પોતાથી છે. એ અનાદિ-અનંત પરિણમનશક્તિ છે. છે?
“તસ્યાં સ્થિતાયાં' –ત સ્થિતામાં એટલે એમાં તે અનાદિ-અનંત પરિણમન છે. માટે પરમાણુમાં પરિણમન અનાદિ-અનંત છે. એ સિદ્ધ થતાં “સ: માત્મન: સમ ભાવ રાતિ' તે પોતાના સ્વરૂપને “યમ માવં વરાતિ'-પુગલ (દ્રવ્ય) પોતાના જે ભાવને કરે છે- “ત :
વ વર્તા' તેનો તે પુદ્ગલદ્રવ્ય જ કર્તા છે. પુદ્ગલ દ્રવ્ય પોતાના જે ભાવનો કર્તા છે-એ કર્મની પર્યાય પુદ્ગલ કરે છે એનો એ કર્તા છે, એ આઠ કર્મ બંધાય એના પરિણામનો કર્તા એ પુદ્ગલ છે, આત્મા નહિ. (શું કીધું?) પુદ્ગલની પરિણામશક્તિ છે અનાદિ-અનંત, એ પરિણામશક્તિ છે એ કારણે એ સમયે પરમાણુઓ કર્મરૂપે પરિણમે એ પોતાથી પરિણમે છે, તો એ પરિણમનના કર્તા એ પુદ્ગલ છે અને પરિણામ એનું કાર્ય છે. કહો, સમજાય છે આમાં? પુદ્ગલદ્રવ્ય પોતાના નિજ ભાવને કરે છે. “સ:માત્મ:' છે? પોતાના નિજ ભાવને કરે છે એનો કર્તા પુગલદ્રવ્ય જ છે. આહાહાહા ! આત્મા કર્મને બાંધે ને આત્મા કર્મને ભોગવે એમ છે નહીં, એમ કહે છે.
ભાવાર્થ- સર્વ દ્રવ્યો પરિણમનસ્વભાવવાળાં છે, બધા આત્માઓ અને પરમાણુઓ, બધાં દ્રવ્યો, પરિણમન-બદલવાની શક્તિવાળા છે, એટલા માટે પોત-પોતાના ભાવના સ્વયં જ કર્તા છે. આહાહાહા ! પરમાણું અને આત્માઓ સમય-સમયે (પોતાની) પરિણતિમાં પોતે જ કર્તા છે અને પરિણતિ એનું કાર્ય છે. પુગલદ્રવ્ય પણ પોતાના નિજ ભાવના કર્તા છે. જે ભાવને-કર્મપર્યાયને કરે તો એ ભાવના એ સ્વયં જ કર્તા છે. આહાહા! નિકટ સંબંધમાં રહેલા કર્મ પણ પોતાની પર્યાયથી પરિણમે છે એમ કહે છે. આ આત્મા એ કર્મ બાંધે ને એ પરિણમે એવું છે નહીં. તો (પછી) દૂર જે છે-શરીર, વાણી, મન, કર્મ એની જે પરિણતિ થાય છે એ તો એના કારણે સ્વયં થાય છે, આત્માથી નહીં.
હવે જીવનું પરિણામીપણું સિદ્ધ કરે છે, પુદ્ગલદ્રવ્યનું (પરિણામીપણું ) પહેલાં સિદ્ધ કર્યું (ગાથા૧૧૬ થી ૧૨૦) હવે જીવનું પરિણામીપણું (ગાથા-૧૨૧ થી ૧૨૫ માં સિદ્ધ કરે છે આચાર્યદેવ !)