________________
૨૮૮
સમયસાર સિદ્ધિ ભાગ-૫ છે આત્મા? તો કહે, ના. વેલણથી રોટલી થઈ ? તો ના. (શ્રોતા:- રાજકોટમાં એક બાઈ એવી હતી કે પગની આંગળીઓથી રોટલી બનાવે !) ઈ ઈ ખોટું-એ બધી જૂઠી વાત આ રોટલીરોટલી એ વખતે રોટલી થવાનો કાળ હતો (પુદ્ગલપર્યાયનો) આવી વાત છે, જગતથી જુદી ! આહાહા ! આવું સાંભળવું મળવું મુશ્કેલ ! આ વાત બેસે ક્યાંથી અંદર? કહે છે આખો દીઠું કરું-હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાણે” –ગાડું ચાલતું હોય ને ગાડા નીચે કૂતરું ચાલતું હોય ને એનું કાઠું અડે ને એને તેથી કૂતરાને (થાય કે, જાણે ગાડુ મારાથી હાલે છે. એમ થાય કે મારાથી ગાડું ચાલે છે, એમ આ જગતના આ પરમાણું આદિ જીવ આદિ પરિણમે પોત-પોતાની ક્રિયાથી (સૌ) પરિણમે છે, બીજો કહે મારાથી થાય છે-દુકાન ઉપર બેઠો હોય બરાબર, પછી માલ લેવાનો-દેવાનો બરાબર એનો ભાવ છે, લઈ જાવ બહેન લઈ જાવ ! એ બધી ભાષાની પર્યાય આત્મા કરી શકતો નથી, એમ કહે છે. આરે આરે ઊંધું બહુ ભાઈ !
(શ્રોતા:- આટલા બધા માણસો બોલે છે ને) કંઈ ભાષા-ભાષા કોણ કરે? જડની પર્યાય જડથી થાય છે. આહાહાહા ! મરતી વખતે દેહ છૂટવાને કાળે, ભાવ થયો થોડો કે મારી પાસે પચાસ-લાખ કરોડ બે કરોડ છે. હું પાંચ લાખ દઉં (ધર્માદા નામે) અરે, મેં પાપ કરી-કરીને કર્યું, તો થોડું પુણ્ય લઉં, પણ એ જીભ ચાલે નહીં, વાચા બંધ થઈ ગઈ', વાચા બંધ થઈ ગઈ કે આત્માએ વાચા બંધ કરી ? વાચા? હું એ એ પાંચ લાખ-પાંચ લાખ (થોડી ભાષા થઈ ) ને છોકરા એવા હોંશિયાર હોય ને બધા બાપુજી, અત્યારે પૈસાને નો સંભારીએ, એ જાણે કે પાંચ લાખ (દેવાનું) કહેશે, તો આપવા પડશે પાછા. બધા સુખી, બધા એવા જ છે બધા હોં.
બાપુજી અત્યારે પૈસાને ન યાદ કરીએ પણ ઓલો કહે છે કે પણ પાંચ લાખ દેવાના છે (પૂરું બોલે) ત્યાં તો વાચા બંધ થઈ ગઈ–વાચા ચાલી નહીં, થઈ રહ્યું જાવ. વાચા કોણ કરી શકે? વાચા બંધ થઈ ને એમ કહે છે ને? વાચા થાય છે એ તો વાચાથી થાય છે. આહાહાહા! ઝીણું બહુ ભાઈ. આકરું.
“એમ હોતાં ( હોવાથી) જેમ ઘડારૂપે પરિણમેલી માટી જ પોતે ઘડો છે તેમ.” –ઘડારૂપે પરિણમિત કોણ થયું છે? માટી કે કુંભાર ? ઘડારૂપ પરિણમન અવસ્થા કોની થઈ છે? માટીની. ઘડારૂપે પરિણમિત માટી જ સ્વયં ઘડો છે-એ ઘડો છે એ સ્વયં છે. આહાહા! કુંભારથી ઘડો થયો નથી. (શ્રોતા:- માટી માટીરૂપે હતી ત્યારે ઘડો કેમ ન થયો) ન થઈ? એ વખતે થવાની પર્યાય નહોતી માટે નથી થઈ. એની પર્યાય થવાની હોય ત્યારે કુંભાર નિમિત્ત હો, પણ એનાથી બન્યો નથી. આહાહાહા ! બન્યો નથી એનાથી, પાણીનું બેડું રાખે છે ને ઇંઢોણી માથે, તો કહે છે કે ઇંઢોણી માથાને અડી નથી અને ઇંઢોણી ઉપર ઘડો રહ્યો જ નથી. ઘડો ઘડાની પર્યાયમાં પોતાથી ત્યાં રહ્યો છે. માથા ઉપર નહીં. અર૨૨૨! આવી વાત ! ગાંડા જ કહે ને દુનિયા.
એ આમ હાલે (ઘડો) માથે લઈને આમ, ને કોઈ તો વળી એમ ને એમ લઈ જાય, તે કો'ક વળી લાંબુ હોય બે-ત્રણ એક હાથ રાખે આમ-પાણીના બેડા ઉપર. (શ્રોતા- એ અવગાહન શક્તિ આકાશની છે!) (ના), એની પોતાની શક્તિ પોતાની છે આકાશની નહીં. એ એક બેડું આમ ચાલે એ પરમાણુની પર્યાય ગતિ કરવાની પોતાની શક્તિ છે. એય !