________________
२८७
ગાથા-૧૧૬ થી ૧૨૦ બનાવ્યા ને, પદવી મળે ને? શું પણ ધૂળેય નથી ત્યાં. આહાહાહા ! રાગ કર્યો (હોય તો) ક્રિયા તો જ્યારે થાય છે ત્યારે એના કારણે થાય છે. આહાહાહા !
આ બે શક્તિમાં બધું આવી જાય છે. –કે સ્વયં અપરિણમતાને પર વડે પરિણાવી શકાય નહિ, એક વાત, (અને) પ્રત્યેક પદાર્થ જો પોતાનાથી બદલે નહિ તો બીજા (અન્ય દ્રવ્ય) એને બદલાવી શકે એવું થતું નથી. કેમકે વસ્તુમાં જો સ્વતઃ શક્તિ ન હોય પોતામાં પલટવાની, બદલવાની શક્તિ ન હોય, તો એને અન્ય કોઈ કરી શકે નહીં. આહાહા ! એટલા માટે પ્રથમ પક્ષ અસત્ય છે. બીજું, સ્વયં પરિણમતાને–એને કારણે એની એ પર્યાય થાય છે ઉપાદાનથી, હાથની, પગની, વાણીની, ખાવા-પીવાની (ચીજની) એ સમયે જે પર્યાય થાય છે. આહાહાહા! રોટલીના ટુકડા થાય આમ ને એ આત્મા કરી શક્તો નથી, એમ કહે છે. અને પછી રોટલી નાખવી છે (દાળમાં) ચટણી (સાથે) એ આત્મા કરી શકતો નથી. પાગલ જેવું છે, દુનિયાની પાસે, આંહી દુનિયા પાગલ છે એની પાસે, આહા, આ પાગલ જેવી વાત લાગે એ રોટલીનો આવડો ટુકડો લઈને આમ કરે ને દાળમાં લઈને ચટણી સાથે તો એ ક્રિયા આત્મા નથી કરી શકતો.
(શ્રોતા પાપડના ટુકડા કરે છે ને?) એ ટુકડાય કરી શકતો નથી, પાપડના ટુકડા થવાની પર્યાયના કાળે એ પરિણમન થાય છે, ટુકડા થાય છે. અરે! એક તણખલાના બે ટુકડા કરવાની આત્મામાં તાકાત નથી' –શ્રીમદ્ રાજચંદ્રજીનું વચન છે. એક તણખલું એ તણખલાંના બે કટકા કરવાની આત્મામાં શક્તિ નથી. કેમ કે એ (ટુકડા) પોતાથી થાય છે અને બીજું દ્રવ્ય કેમ કરે ? આહા ! આવી વાતું છે. “વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી.” દેખો, ભાષા, નિમિત્તની અપેક્ષા નથી રાખતી. આહાહાહા નિમિત્ત આવ્યું તો આમ (આ ક્રિયા) થઈ છે ને? નિમિત્ત થયું તો આમ થયું ને? એવી વાત જૂઠી છે. અહીં તો આમ કહે છે. આહાહા ! એટલા માટે બીજો પક્ષ પણ અસત્ય છે.
શું કીધું? સ્વયં અપરિણમતાને (કોઈ બીજું) પરિણમાવી શકે એ જૂઠ છે અને સ્વયં) પરિણમતાને (કોઈ બીજું) પરિમાવે એ પણ જૂઠ છે. કોઈ પણ પદાર્થ જો પરિણમતું નથી એને બીજું (દ્રવ્ય ) પરિણમાવી શકે એ પણ જૂઠ છે. અને પોતાથી પરિણમે છે તો બીજું પરિણાવી શકે એ પણ જૂઠ છે. લોજિક છે ને? આહાહાહા ! (શ્રોતા:- કાલ પ્રત્યાતિ એક સાથે નહોત તો આ શંકા જ ન કરી હોત.) કાલ, ઈ ભલે હોય જીવ સાથે, હોય તો (પણ) એનાથી થતું નથી. એ તો એનાથી એટલે કહેવાય છે. નિમિત્ત, એનાથી થતું નથી–નિમિત્તથી પરમાં કાર્ય થાય છે એ ત્રણકાળ ત્રણલોકમાં નહીં. પોતાના ઉપાદાનની સ્વતઃ શક્તિથી પોતાનામાં પર્યાયનું કાર્ય થાય છે. સત્ય એવું છે ભાઈ. આવું હોવાથી, તેથી પુદ્ગલદ્રવ્ય પરિણામ સ્વભાવવાળા સ્વયમેવ હો. એ કર્મપણે પરિણમે છે તો પરિણમન એનો સ્વભાવ છે. એમ હોતાં જેમ ઘડારૂપે પરિણમેલી માટી જ પોતે ઘડો છે તેમ. દાખલો આપે છે એ માટી જ ઘડારૂપે પરિણમી છે. કુંભારે ઘડો નથી કર્યો-ઘડાને કુંભારે કર્યો નથી. આહાહાહા ! ઘડારૂપે પરિણમેલી માટી જ સ્વયં ઘડો છે, માટી ઘડારૂપે પરિણમી છે એ માટી જ છે, એ કુંભાર નથી. કુંભારે ઘડો બનાવ્યો નથી. આહાહા !
રોટલી, સ્ત્રી બનાવે છે? તો ના, નહીં. વેલણ ફેરવી શકે છે લોટ બાંધીને વેલણું ફેરવી શકે