________________
શ્લોક-૬૪
૨૮૯
હસુભાઈ, આવું સાંભળવા મળે એવું નથી ન્યાં મુંબઈમાં હોળી સળગે છે બધી આખો દી'પૈસા તો ભલે (મળે ) બે-પાંચ કરોડ, દશ કરોડ થઈ જાય, ધૂળમાં શું છે ? આહાહાહા !
એ પ્રકારે જડસ્વભાવવાળા જ્ઞાનાવરણાદિકર્મરૂપે પરિમિત થએલ પુદ્ગલદ્રવ્ય જ છે. એ જ્ઞાનાવરણી પરિણમ્યા એ પુદ્ગલદ્રવ્ય જ છે. પુદ્ગલદ્રવ્ય પરિણમ્યા છે. (જેમ ) માટી ઘડારૂપ પરિણમી છે, તો માટી જ છે. અને પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણીપણે પરિણમ્યા એ પુદ્ગલ છે. એ આત્મા છે નહીં. આ પ્રમાણે પુદ્ગલદ્રવ્યનું પરિણામસ્વભાવપણું સિદ્ધ થયું. વિશેષ કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ !)
શ્લોક-૬૪
(૪૫નાતિ)
स्थितेत्यविध्ना खलु पुद्गलस्य स्वभावभूता परिणामशक्तिः। तस्यां स्थितायां स करोति भावं यमात्मनस्तस्य स एव कर्ता ।।६४।।
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થ:- [ કૃત્તિ ] આ રીતે [પુશલક્ષ્ય] પુદ્ગલદ્રવ્યની [ સ્વભાવભૂતા પરિગામશક્ત્તિ: ] સ્વભાવભૂત પરિણમનશક્તિ [ વસ્તુ અવિઘ્ના સ્થિતા ] નિર્વિઘ્ન સિદ્ધ થઈ. [ તસ્યાં સ્થિતાયાં ] એ સિદ્ધ થતાં, [ સ: આત્મન: યમ્ ભાવ ોતિ ] પુદ્ગલદ્રવ્ય પોતાના જે ભાવને કરે છે [ તસ્ય સ: પુવ ર્તા ]તેનો તે પુદ્ગલદ્રવ્ય જ કર્તા છે.
ભાવાર્થ:-સર્વ દ્રવ્યો પરિણમનસ્વભાવવાળાં છે તેથી પોતપોતાના ભાવના પોતે જ કર્તા છે. પુદ્ગલદ્રવ્ય પણ પોતાના જે ભાવને કરે છે તેનો પોતે જ કર્તા છે. ૬૪.
પ્રવચન નં. ૨૧૨ શ્લોક-૬૪ તથા ગાથા ૧૨૧ થી ૧૨૫
સોમવાર, ફાગણ સુદ-૭, તા. ૫/૩/’૭૯
स्थितेत्यविध्ना खलु पुद्गलस्य स्वभावभूता परिणामशक्तिः । तस्यां स्थितायां स करोति भावं यमात्मनस्तस्य स एव कर्ता ।। ६४ ।।
( કહે છે કે ) આ પ્રકારે પુદ્ગલદ્રવ્યની શું કહે છે અહીંયા કે જે કર્મ બંધાય છે એ પોતાની પર્યાયથી બંધાય છે, કર્મ એની પર્યાય કરે છે એ નહીં જ્ઞાનાવરણી-દર્શનાવરણી આઠ પ્રકારના કર્મ એ સમયમાં, એની પરિણમનશક્તિથી કર્મ થાય છે, આત્મા કરે તો થાય છે એવું નથી.