________________
૨૯૪
સમયસાર સિદ્ધિ ભાગ-૫ ક્રોધાદિભાવે જો સ્વયં નહિ જીવ પોતે પરિણમે, સંસારનો જ અભાવ અથવા સમય સાંખ્ય તણો ઠરે! ૧૨૨. જો ક્રોધ-પુદ્ગલકર્મ-જીવને પરિણાવે ક્રોધમાં, યમ ક્રોધ તેને પરિણમાવે જે સ્વયં નહિ પરિણમે? ૧૨૩. અથવા સ્વયં જીવ ક્રોધભાવે પરિણમે તુજ બુદ્ધિ છે, તો ક્રોધ જીવને પરિણાવે ક્રોધમાં-મિથ્યા બને.૧૨૪. ક્રોધોપયોગી ક્રોધ, જીવ માનોપયોગી માન છે,
માયોપયુત માયા અને લોભોપયુત લોભ જ બને. ૧૨૫. ટીકા--જો જીવ, કર્મમાં સ્વયં ન બંધાતો હોય- કર્મનાં સ્વયં પોતાના અપરાધથી જો ન બંધાતો હોય, આત્મા સ્વયં અપરાધ કરે છે મિથ્યાત્વ અને રાગદ્વેષ આદિ જો એ સ્વયં ન કરે, તો જીવ, કર્મમાં પોતે જ ન બંધાતો હોય- (અર્થાત્ ) ક્રોધાદિભાવમાં (જીવ) સ્વયમેવ પરિણમતો ન હોય તો ક્રોધાદિમાં એ પરિણમે નહીં તો એ વાસ્તવમાં અપરિણામી સિદ્ધ થશે.
કહે છે? ક્રોધ તો શબ્દ લીધો છે (પણ) ક્રોધ, માન, માયા, લોભ, રાગદ્વેષ, વિષયવાસના એ રૂપે જો આત્મા પરિણમતો ન હોય, તો એ પરિણમનહીન ઠરે. વિકારરૂપે પરિણમે નહીં તો એ અપરિણામી ઠરે. વિકારરૂપે પરિણમે છે જીવ એમ સિદ્ધ કરવું છે, અહીંયા. વિકાર જીવનો સ્વભાવ નહિ માટે ( વિકાર) કર્મનું કાર્ય છે એ વાત અહીં અત્યારે સિદ્ધ નથી કરવી, અત્યારે તો જીવ, જે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, મિથ્યાત્વ, વિષયવાસનાદિ એ પણે એ આત્મા પરિણમે છે. આહાહા !
એ બીજી વાત હતી કહ્યું ને એ તો. એ તો સ્વભાવષ્ટિ કરાવવા એ વાત હતી. અહીં તો એની પર્યાયનો એ જ કર્તા છે એમ સ્વયં સિદ્ધ કર્તા છે, એ સિદ્ધ કરવું છે. આહાહા ! પહેલાં એ (આત્મા) પોતે જ દોષ કરે છે એ દોષ કર્મ કરાવે છે તો તો દોષ રહિત ઠરે એમ છે નહીં. દોષ કર્મ કરાવતું નથી, કર્મ તો નિમિત્તમાત્ર છે. અને નિમિત્તના વિના પણ પોતાના અપરાધથી અજ્ઞાની જીવ, ક્રોધ, માન, માયા, રાગ દ્વેષ, દયા, દાન, પુણ્ય પાપના ભાવપણે થાય છે. આહાહાહા !
(જે જીવ ખરેખર અપરિણામી જ ઠરે.) એમ થતાં સંસારનો અભાવ થાય. જો આત્મા, સ્વયં વિકારપણે ન પરિણમે તો સંસારનો અભાવ થશે. વિકારપણે પરિણમે છે-મિથ્યાત્વપણે, રાગ-દ્વેષપણે, પુણ્ય-પાપના ભાવપણે સ્વયં જીવ પરિણમે છે, સ્વયમેવ-સ્વયં જીવ સ્વયમેવ પરિણમે છે, કર્મના કારણે વિકારરૂપે પરિણમે છે એમ છે નહીં. આહાહા!
(શ્રોતા – જૈનમાં કર્મ જ બળવાન છે) એ વાત જ ખોટી છે, જૈનધર્મ તો અનુભૂતિમાત્ર છે. પોતાની અનુભૂતિ-પોતાનું કાર્ય કરે એ એ જ જૈનધર્મ છે. અનુભૂતિ ! (શ્રોતા – કોઈ વખતે તો આપ શુદ્ધ ઉપયોગને જૈન ધર્મ કહો છો) એ બધું-અનુભૂતિ કહો કે શુદ્ધઉપયોગ કહો બધી એક જ વાત છે. અનુભૂતિ કહો, શુદ્ધઉપયોગ કહો, વીતરાગતા કહો, અકષાયભાવ કહો એ તો એક જ વાત છે. આહાહાહા !