________________
ગાથા-૧૨૧ થી ૧૨૫
૨૯૩ ક્રોધાકારે પરિણમ્યો છે એવો) [ માત્મા] આત્મા [ોઘ:] ક્રોધ જ છે, [માનોપયુp:] માનમાં ઉપયુક્ત આત્મા [ માનઃ વ] માન જ છે, [ માયોપયુp:] માયામાં ઉપયુક્ત આત્મા [માયા] માયા છે [૨] અને [ નોમોપયુp:] લોભમાં ઉપયુક્ત આત્મા [સોમ:] લોભ [ મવતિ] છે.
ટીકાઃ-જો જીવ કર્મમાં સ્વયં નહિ બંધાયો થકો ક્રોધાદિભાવે સ્વયમેવ ન પરિણમે તો તે ખરેખર અપરિણામી જ ઠરે. એમ થતાં સંસારનો અભાવ થાય. અહીં જો એમ તર્ક કરવામાં આવે કે “પુગલકર્મ જે ક્રોધાદિક તે જીવને ક્રોધાદિભાવે પરિણાવે છે તેથી સંસારનો અભાવ થતો નથી”, તો તેનું નિરાકરણ બે પક્ષ લઈને કરવામાં આવે છે - પુગલકર્મ ક્રોધાદિક છે તે સ્વયં અપરિણમતા જીવને ક્રોધાદિભાવે પરિણમાવે કે સ્વયં પરિણમતાને? પ્રથમ, સ્વયં અપરિણમતાને પર વડે પરિણાવી શકાય નહિ; કારણ કે (વસ્તુમાં) જે શક્તિ સ્વતઃ ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ. અને સ્વયં પરિણમતાને તો પર (અન્ય) પરિણમાવનારની અપેક્ષા ન હોય; કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી.(આ રીતે બન્ને પક્ષ અસત્ય છે.) તેથી જીવ પરિણમનસ્વભાવવાળો સ્વયમેવ હો. એમ હોતાં (હોવાથી), જેમ ગરુડના ધ્યાનરૂપે પરિણમેલો મંત્રસાધક પોતે ગરુડ છે તેમ, અજ્ઞાનસ્વભાવવાળા ક્રોધાદિરૂપે જેનો ઉપયોગ પરિણમ્યો છે એવો જીવ જ પોતે ક્રોધાદિ છે. આ રીતે જીવનું પરિણામસ્વભાવપણું સિદ્ધ થયું.
ભાવાર્થ-જીવ પરિણામસ્વભાવ છે. જ્યારે પોતાનો ઉપયોગ ક્રોધાદિરૂપે પરિણમે છે ત્યારે પોતે ક્રોધાદિરૂપ જ થાય છે એમ જાણવું.
ગાથા-૧૨૧ થી ૧૨૫ ઉપર પ્રવચન ण सयं बद्धो कम्मे ण सयं परिणमदि कोहमादीहिं। जदि एस तुज्झ जीवो अप्परिणामी तदो होदि।।१२१ ।। अपरिणमंतम्हि सयं जीवे कोहादिएहिं भावेहिं। संसारस्स अभावो पसज्जदे संखसमओ वा।।१२२ ।। पोग्गलकम्मं कोहो जीवं परिणामएदि कोहत्तं। तं सयमपरिणमंतं कहं णु परिणामयदि कोहो।।१२३ ।। अह सयमप्पा परिणमदि कोहभावेण एस दे बुद्धी। कोहो परिणामयदे जीवं कोहत्तमिदि मिच्छा।।१२४ ।। कोहुवजुत्तो कोहो माणुवजुत्तो य माणमेवादा। माउवजुत्तो माया लोहुवजुत्तो हवदि लोहो।।१२५ ।। કર્મ સ્વયં નહિ બદ્ધ, ન સ્વયં ક્રોધભાવે પરિણમે, તો જીવ આ તુજ મત વિષે પરિણમનહીન બને અરે! ૧૨૧.