________________
૨૮૪
સમયસાર સિદ્ધિ ભાગ-૫ શકે છે? (શ્રોતા – પાણીમાંથી માખી કાઢેને આંગળીથી) એ કાઢે, કાઠે કોણ? બધી વાતું છેવિકલ્પ હોય, આંગળીથી નીકળવાની હોય તો નીકળે. આકરી વાત છે ભાઈ પાણીમાં નાખી પડી (ગઈ) હોય ને એ માખી એ તારાથી નથી નીકળતી, એ આંગળીથી પણ આંગળી પણ એને અડતી ય નથી, માખીને આંગળીઓ અડતી નથી. એ માખી, પોતાના શરીરની પર્યાયથી ઊંચી આવે છે, બહાર નીકળી જાય છે, આહાહાહા ! કેમ બેસે આ?
આ શરીર અનુકૂળ હોય–બહારના પૈસા અનુકૂળ હોય, પછી પ્યાલા ફાટી જાય. અહીંયા તો કહે છે કે એક પરમાણું બીજા પરમાણુને ક્યારે ય અડતું નથી. એક આત્મા એક પરમાણુંને તથા એક આત્મા બીજા આત્માને ક્યારે ય સ્પર્શતો નથીઅડતો નથી. સ્પર્શતો જ નથી ને. (શ્રોતા- ખાટું ગળ્યું થાય તો ખબર પડે છે) એ ખાટું થાય, એ ખાટાને જાણે છે, એ ખાટાની પર્યાય, આત્માને અડતી નથી. આવું છે. દુનિયાથી ઊંધું છે બધું ઊંધાથી ઊંધું, દુનિયા ઊંધી શરીરને, આ એક શરીરને બીજા શરીરનો સ્પર્શ કરે, ત્રણ કાળમાં થતું નથી. શરીર પોતાની પર્યાયથી પોતાનો સ્પર્શ કરે છે, એ બીજો સ્પર્શ કરે બીજાના શરીરને, ક્યારેય બનતું નથી. એ રાગ કરે એ રાગ કરે અજ્ઞાન કરે, પણ શરીરની સ્પર્શ ક્રિયા એ કરી શકે છે એવું છે નહીં. અને એ રાગ કરે એ પણ કર્મનો ઉદય છે તો રાગ કરે છે, એવું પણ નથી. આહાહાહા ! (શ્રોતા:છદ્મસ્થ જીવ સ્પર્શ કર્યા વિના કેવી રીતે જાણે?) આ ખબર નથી પણ બે ભિન્ન છે કે નહીં? અન્ય છે કે નહીં? એટલું જાણે છે કે નહિ? અન્ય છે એ અન્યનું શું કરે ? ( શ્રોતા:- ખ્યાલમાં આવતું નથી) એ ખ્યાલમાં તો આવે જ નહીં, એને ખ્યાલમાં લાવવું પડશે. અનંત દ્રવ્ય છે કે નહિ? અનંત દ્રવ્ય છે કે એક દ્રવ્ય છે? ભગવાને (અદ્વૈત-સર્વજ્ઞદવે) અનંત આત્મા, અનંત પરમાણુઓ કહ્યા છે, તો અનંત છે તો અનંતપણે રહીને અનંત રહે છે કે એકબીજાને સ્પર્શીને રહે છે? આહાહા ! આકરી વાત છે ભાઈ !
પ્રભુનો મારગ છે શૂરાનો આ વીરાના કામ છે. આહાહાહા ! અનંત આત્મા અને અનંતા પરમાણુ પરમાત્માએ કહ્યા, તો અનંતા અનંતમાં (અનંતપણે) રહે છે તો એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શે તો, બીજું ત્રીજાને સ્પર્શે તો અનંત (અનંતપણે) નથી રહેતાં-ભિન્ન ભિન્ન અનંત છે એ ભિન્ન ભિન્ન નથી રહેતા. આહાહા ! સમજાણું કાંઈ....?
અહીં શબ્દો છે. “જે શક્તિ સ્વતઃ ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ.” –આહાહા! આ પગ પણ ચાલે છે એ એની પરિણમન શક્તિથી ન ચાલે તો આત્મા શક્તિ આપે ચાલવાની, એમ ત્રણકાળમાં બનતું નથી, પગ પગથી ચાલે છે, આત્માથી નહીં. આહાહા! અને પગ જે જમીનને અડીને ચાલે છે પગ છે જડ-પરમાણુ (એ પગના પરમાણું) નીચેની જમીનને અડતા નથી. એ વિના હાલે? (શ્રોતા – આપ રોજ ના પાડો છો) છે ને આ તો એક દ્રવ્ય, બીજા દ્રવ્યને સ્પર્શતું નથી એ ઉપરનો પ્રશ્ન છે. પગ જમીનને અડતો જ નથી. આહાહાહા ! જમીનને આધારે પગ ચાલતો જ નથી. આવી વાત છે–વીતરાગ તત્ત્વ છે–સર્વશે દેખ્યું છે કે અનંત તત્ત્વ છે. પ્રત્યેક પદાર્થ પોતાના ગુણ-પર્યાયમાં છે, બીજાના ગુણ પર્યાયમાં કયાંથી જઈ શકે? ગુણ-પર્યાય એટલે પરિણમન એનું. આહાહા !
અહીં તો ત્યાં સુધી લીધું કે તને રાગ હોય ષ હોય અને કર્મબંધન હોય તો કર્મબંધન