________________
ગાથા-૧૧૬ થી ૧૨૦
૨૮૩ છે. આકરી વાત છે ભાઈ જૈનધર્મ-સર્વજ્ઞથી જાણેલો! એ અલૌકિક વાત છે. આ તો એવું માટે તો આંહી કહેવાય છે ને? સાંખ્યમતના અનુયાયી હોય. જૈનમાં પણ કહેનારા એવા છે ને? કે કર્મ પોતાથી બંધાય છે, એ આત્મા કર્મ બાંધે છે તો એ સાંખ્યમતના અનુયાયી છે, એ જૈન નહીં. એને જૈનની ખબર નથી. આહાહાહા !
એ આવ્યું તે પહેલાં અહીંયા (મથાળે) સાંખ્યમતના અનુયાયી શિષ્ય પ્રત્યે, જૈનમાં આવ્યા છીએ પણ જો સાંખ્યમતને અનુસારે પોતાના પરિણામ પોતાથી છે એવું ન માનીને, પરનું પરિણમન હું કરી શકું છું અને મારું પરિણમન પર કરી શકે છે એવું માનવાવાળા મિથ્યાષ્ટિ-સાંખ્યમતી છે, એ જૈન છે નહીં.
આંહી આવ્યું કે, દેખો આવ્યું આ, પોતાના અનંત ધર્મોના ચક્રને ચુંબન કરે છે, ત્રીજી ગાથા છે, પાંચમી લીટી છે, પાંચમી. આહાહાહા ! દરેક પદાર્થો, બધા પદાર્થો, બધા પદાર્થ છે? પોતાના દ્રવ્યમાં પોતાના પદાર્થમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોનો ચક્રને ચુંબન કરે છેસ્પર્શ કરે છે, તથાપિ પરસ્પર એક બીજાને સ્પર્શ કરતા નથી. આહાહાહા ! આ હાથ અહીં અડે છે આ શરીરને? કે નહીં. અગ્નિ કરે કોણ? એ સમયની પર્યાય એવી છે, પરિણમન થવાની યોગ્યતાથી પરિણમે છે અગ્નિથી નહીં. વીંછીનો ડંખ આત્માને-શરીરને અડતોય નથી, ઝંખના પરમાણું ભિન્ન છે ને શરીરના ભિન્ન છે. આહાહા! અરે, એને ક્યાં પહોંચવું?
આહાહા!ત્રીજી ગાથા દરેક પરમાણુ પ્રત્યેક પરમાણું અને પ્રત્યેક આત્મા, એકનિગોદમાં, (અનંતાનંત) નિગોદના જીવ છે, અંગુલના અસંખ્ય ભાગમાં શરીર અસંખ્ય છે નિગોદના, અને એક એક શરીરમાં અનંત જીવ છે નિગોદમાં અને એક એક જીવ એક શ્વાસ ને આદિ એક છે, છતાં એકબીજાને અડતાં નથી. આહાહા !નિગોદ-લીલ, ફુગ કાય, અનંતકાય એક (કટકી) આટલી અમથીમાં અનંતકાય છે, અનંત શરીર છે, અનંત શરીર તેજસ-કાર્માણ છે, અને ઔદારિક અસંખ્ય છે, એક એક પરમાણું અને એક એક આત્મા એક-બીજાને ક્યારેય સ્પર્શતા નથી. આહાહા ! આ વાત બેસવી કઠણ નવરાશ ન મળે.
(શ્રોતા:- જ્ઞાનમાં તો જીવ પકડાય છે) પકડાણું નથી જીવને. શરીરને પ્રાપ્ત થયા છે. પોતેપોતે, આ મારું છે એમ માન્યું છે એમ કહે છે. શરીર તો માટી છે-જડ છે, આ તો માટી છે, એ તો મસાણની રાખ થાશે, એ તારી ચીજ ક્યાં છે? તારામાં શું (એ) છે? આહાહા! શરીરને આત્મા ચુંબતો નથી-અડતો નથી શરીરને ક્યારેય આત્મા અડયો જ નથી અને શરીર આત્માને
ક્યારેય અડતું નથી. ( શ્રોતા- શરીર ને આત્માને સંયોગ છે) સંયોગ, એ તો ક્રિયા–સંયોગની વાત કરે છે (પરંતુ) સંયોગ-સંબંધ જ નથી. એ તો પર તદ્દન છે. તદન પર સંબંધ છે. આહાહાહા ! “નાસ્તિ સર્વોડપિ સમ્બન્ધઃ” (શ્લોક ) ૨૦૦ આવે છે ને? બસોમો કળશ છે. સર્વોપિ સંબંધ નિષેધાઃ- એક તત્ત્વને, બીજા તત્ત્વને કોઈપણ સંબંધ છે નહીં. આહાહાહા!
દુનિયામાં અત્યારે આખો મારગ ફેરવી નાખ્યો લોકોએ, વ્રત કરવા-વ્રત કરવાના ભાવ છે એ રાગ છે, અને પરની દયા પાળે કે ન પાળે, એનાં રાગથી દયા પળાતી નથી, પરને અડે ય નહિ પછી દયા ક્યાંથી પળે? પરનું આયુષ્ય ને શરીરને રહેવાનું હોય તો એનાં કારણથી રહે છે, બીજો કહે કે હું દયા પાળી શકું છું પરને અડી શકે જ નહીં પછી (પરની) દયા ક્યાં પાળી