________________
૨૮૨.
સમયસાર સિદ્ધિ ભાગ-૫ વાસના થઈ એવું છે નહીં-પુરુષવેદનો ઉદય ત્યાં છે તો તને વાસના થઈ એવું છે નહીં. સમજાણું કાંઈ? સ્વતંત્ર, તારી વિકારી પર્યાય કરવામાં તું સ્વતંત્ર છો કર્મથી વિકારી પર્યાય થઈ એવું છે નહીં. આહાહા! સમજાણું કાંઈ? એમ કર્મમાં કર્મની પર્યાય આત્માથી થઈ એમ છે નહીં. આહાહાહા !
“સ્વયં પરિણમતાને તો પર (અન્ય) પરિણમાવનારની અપેક્ષા ન હોય” આહાહા! દેખો અપેક્ષાની ના પાડે છે. પુદ્ગલ કર્મરૂપે પરિણમે છે સ્વયમેવ, તો એને બીજાની અપેક્ષા છે નહીં. આહાહાહા ! ઝીણું બહુ ભાઈ વખત (કાઢવો) નિવૃત્તિ લેવી થોડી, તે પછી મનન કરવું તો સમજાય એવી વાત છે. આખો દિ' ધંધા કરે છે કે શું) જડની પર્યાય આત્મા કરી શકે છે કે નહીં ? (નથી કરી શકાતી) એમ કહે છે. દુકાને બેસીને આમ આ દીધા-આ લીધા ફલાણું દીધુંલીધું (કરે છે ને !)
(શ્રોતા – જડની પર્યાય જડ કરે છે એમ માનીને ધંધો કરીએ તો એમાં શું વાંધો?) દુકાન પણ દુકાનની (ક્રિયા) કરી શકે જ નહિ ને દુકાનની કોઈ પર્યાય પૈસા લેવા દેવા, માલ દેવો લેવો, એ આત્મા કરી શકતો જ નથી ત્રણ કાળમાં, એ તો જડની પર્યાય છે. સમજાણું આમાં? એવી વાત છે. (કહે છે કે, સ્વયં પરિણમતાને અન્ય પરિણમાવનારની અપેક્ષા નથી. જુઓ, પરમાણું પોતાથી પરિણમે છે. જુઓ આ લાકડી છે, તો એ લાકડી અહીંયા પડી છે તો એ એની પરિણમન શક્તિથી અહીંયા આવી છે. આંગળાથી નીચે આવી છે એવું છે નહીં. (શ્રોતા- અંગુલી ન હોય તો) પણ અડે જ ક્યાં? એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું જ નથી ક્યારેય, એ ત્રીજી ગાથા છે સમયસાર (તેમાં કહ્યું છે ) અનંત આત્માઓ અને અનંત પરમાણુઓ ભગવાન કહે છે કે એક દ્રવ્ય પોતાના ગુણ-પર્યાયને ચૂંબે છે. ચુંબતે નામ સ્પર્શે છે પણ અન્ય કોઈ (દ્રવ્યને ચુંબતું નથી). ત્રીજી ગાથામાં છે, આ સમયસાર છે ને (એમાં) ત્રીજી ગાથામાં છે, દેખો, એ ટીકાની પાંચમી લીટી છે-છઠ્ઠી કેવા છે તે સર્વ પદાર્થો? પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને (સમૂહને) ચુંબે છે, સ્પર્શે છે તો પણ જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી. અત્યંત નિકટ એકક્ષેત્રાવગાહરૂપે રહ્યા છે તો પણ જેઓ સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી.
આહાહા(આ વિશ્વમાં) દરેક આત્મા, દરેક પરમાણુઓ પોતામાં જે ગુણ-પર્યાયો છે એને ચુંબન કરે છે એને સ્પર્શે છે-અડે છે, તો પણ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી-અડતા નથી એકબીજાને સ્પર્શ નથી કરતા એક પરમાણુ બીજા પરમાણુને અડતું નથી. આત્મા, બીજા પરમાણુને સ્પર્શે નહીં. આહાહા! સમજાણું કાંઈ...? ભજીયા આમ તીખા-તીખા હોય છે ને તીખાં કહે છે ને, મરચાં-મરી હોય છે ને? તો એ તીખા મરચાં છે તો એ જીભને અડતા નથી. કેમકે એક તત્ત્વ પોતાના ગુણ-પર્યાયને અડે છે, બીજા દ્રવ્યને સ્પર્શતું નથી, અડતું નથી. અડતા નથી, સ્પર્શતા નથી, ક્યારેય ચૂંબતા નથી. ઓહોહો ! એક દ્રવ્ય બીજા (દ્રવ્યને) ચુંબતું નથી. આહાહાહા ! આ વાત છે.
બાળક નાનું હોય ઓલા ચૂંબે છે ને તો કહે છે કે આ હોઠ એ ગાલ સાથે હોઠ અડયો જ નથી અને હોઠ છે એને આત્મા ક્યારેય સ્પર્યો નથી. અને ગાલ ભીનો થયો એ પોતાથી થયો