________________
૨૮૦
સમયસાર સિદ્ધિ ભાગ-૫ (“જે શક્તિ સ્વતઃ ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ.”)-સ્વયં પરિણમવાની શક્તિ નથી તો બીજા કોઈ અન્ય કોઈ કરી શકતા નથી. છે? “વસ્તુમાં જે શક્તિ સ્વતઃ ન હોય” – પુદ્ગલમાં જ્ઞાનાવરણીપણે પરિણમવાની શક્તિ ન હોય તો એને અન્ય કોઈ કરી શકે નહીં. આત્મા એને જ્ઞાનાવરણીપણે પરિણમાવી શકે એવું છે નહીં, ઝીણી વાત છે બહુ, આ ગાથા કર્તાકર્મની છે ને? આહાહા! આ તો અંતરની વાત છે, જે ખાસ.
અહીં રાગ દ્વેષ ને અજ્ઞાન કરે એટલું કર્મ બાંધે, છતાં એ કર્મ પોતાની પર્યાયથી બંધાય છે, આ રાગ દ્વેષથી નહીં. એ તો નિમિત્ત છે કર્મ, એ સમયે પોતાના ઉપાદાનથી પુદ્ગલ-ચીજ કર્મરૂપે થાય છે. આત્મા અને પરિણાવી શકે નહીં. જો એમાં પરિણમવાની શક્તિ ન હોય તો બીજા એને શક્તિ આપી શકે નહીં. જે પોતાથી પરિણમે છે તો બીજાની અપેક્ષા છે નહીં. આવી વાતું છે. વાણિયાને ધંધા આડે નવરાશ ન મળે ને આ ન્યાયના આ વિષયો ઝીણાં, આહાહાહા ! શું કહ્યું આ? સમજાણું કાંઈ... ?
જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહનીય, અંતરાય, આયુષ્ય, કોઈ કહે કે અમે અમુક પરિણામ કર્યા, તો આયુષ્ય બાંધ્યું એ જૂઠ છે. આયુષ્યના પરમાણું આયુષ્યપણે પરિણમવાની શક્તિથી પરિણમ્યા છે, તે આયુકર્મમાં નિમિત્ત, પરિણામ થયા પરિણામ પણ તે પરિણામ તો હવે આયુષ્યના પરિણામ જે બંધાયા એ પુદ્ગલની પર્યાયથી બંધાણા છે. આહાહા ! જો એ પુદ્ગલની પરિણમવાની શક્તિ ન હોય તો બીજા (કોઈ એને ) શક્તિ આપી શકે નહીં અને જો પોતામાં શક્તિ હોય તો બીજાની અપેક્ષા છે નહિ. આવું ઝીણું છે બાપુ, વીતરાગ મારગ અલૌકિક છે.
“જો વસ્તુમાં જે શક્તિ સ્વતઃ ન હોય તો તેને અન્ય કોઈ કરી શકે નહિ માટે પ્રથમ પક્ષ અસત્ય છે-જૂઠો છે, અને સ્વયં પરિણમતાને તો પર (અન્ય) પરિણમાવનારની અપેક્ષા ન હોય,”દેખો! આહાહા ! કર્મ છે (એ) પોતાની પર્યાયથી પરિણમે છે, તો બીજાની અપેક્ષા એને છે નહીં, અને પરિણમતું નથી તો બીજા કોઈ પરિણમાવી શકે એવું છે નહીં, આરે... અરે! આવી વાતું છે. આ વકીલોના જેવું છે ન્યાય, લોજિકથી વાત કરે છે. લોજિક ન્યાયથી વાત કરે છે. આહાહાહા !
માટે પ્રથમ પક્ષ અસત્ય છે. અને સ્વયં પરિણમતાને તો પર અન્ય પરિણમાવનારની અપેક્ષા ન હોય, આઠકર્મની પર્યાય પુદ્ગલદ્રવ્યથી પોતાથી થાય છે, પોતાથી એટલે પુદ્ગલથી, આત્માથી નહીં. (શ્રોતાઃ- જીવના વિકારથી થયું) એ પ્રશ્ન જ નહિ અહીં, એ સમયે કર્મની પર્યાય પરિણમવાનો સ્વકાળ છે, તો પરિણમે છે. અહીં રાગ-દ્વેષ હોય ભલે પણ એ નિમિત્તની અપેક્ષા વિના, પોતાથી પરિણમે છે, સૂક્ષ્મ વાત છે ભાઈ, જૈનધર્મ સમજવો એ ઘણી સૂક્ષ્મ વાત છે. આ તો અત્યારે જડની વાત છે, પછી જીવની કહેશે, (શ્રોતા- આઠ કર્મોની જુદી જુદી જાત છે) એ જાત જ જુદી, પર્યાયપણે પરિણમવું, એ પરમાણુમાં એ સમયે એવી તાકાત છે, જ્ઞાનાવરણીપણે થવું-દર્શનાવરણીપણે થવું-વેદનીયપણે થવું એમ આયુષ્યપણે થવું અંતરાયપણે થવું, એ કર્મપણે એ પરમાણુમાં એ શક્તિ એમાં છે એનાથી એ પર્યાય થાય છે.
(શ્રોતાઃ- દ્રવ્ય કર્મના રજકણ ઝીણા અને રૂપીયા મોટાં) મોટા રૂપિયાને તો રૂપિયો, તો કહે છે ને કે આ રૂપિયા છે, નોટ, એ નોટ આમ જાય છે, તો કહે છે કે તારો વિકલ્પ આવ્યો કે