________________
૨૭૮
સમયસાર સિદ્ધિ ભાગ-૫ અંતરમાં આવો નિમિત્ત-નિમિત્ત સંબંધમાં નિમિત્તની અપેક્ષા નહીં. આ દેહની ક્રિયા જે થાય છે એમાં આત્માની અપેક્ષા કંઈ પણ નથી. એ પરમાણું શરીર છે. એ પોતાની પર્યાયપણે પરિણમે છે, આમ-આમ આત્મા એને હલાવી શકે ત્રણકાળમાં નહિ. આહાહા ! સમજાણું કાંઈ...?
અંતરમાં જેટલા રાગ-દ્વેષ ને અજ્ઞાન કરે એ પ્રમાણે, પુગલકર્મની પર્યાય, પુદગલથી થાય, એ પણ પોતાના રાગ દ્વેષના કારણે નહીં, જ્યાં નિમિત્ત-નિમિત્ત સંબંધ નજીક છે તો પણ નિમિત્તથી એમાં પરિણમન થાય છે, એવું નથી. આહાહાહા ! તો આ તો આખો દિ' અમે કરીએ છીએ-શરીરનું, વાણીનું કરીએ છીએ શરીરને આ પૈસા દઈએ છીએ-લઈએ છીએ, એ બધી ક્રિયા જડની છે, જડથી સ્વતંત્ર થાય છે, આત્માથી નહીં. કહો, હસમુખભાઈ ! આવી વાત છે. આહાહા ! કહે છે તેં શું હાથ ભગવાનને જોડયા આમ-આમ ક્રિયા ( જોડવાની) કોણે કરી? આ હાથ જોડયા એ કોણે કર્યું? આત્માએ કર્યું? નહિ, એ પર્યાય જડની છે, એ સમયે એ રીતે પરિણમી છે, આત્મા એનો કર્તા છે નહીં. આહાહાહા !
સ્વાહા. ભક્તિમાં કરે છે ને પૂજામાં, એ સ્વાહાની ભાષા આત્મા નથી કરતો, એ પરમાણુની ભાષા વર્ગણાની પર્યાય સ્વાહાપણે પરિણમી છે. આહાહાહા ! આવી વાત છે. છે? જો પુગલદ્રવ્ય જીવમાં સ્વયં નહિ બંધાયું થયું પોતાથી બંધાય છે આત્માથી નહીં. કર્મભાવે સ્વયમેવ ન પરિણમે-એટલે બીજી ભાષામાં સ્વયં ન બંધાય અને સ્વયમેવ પરિણમે નહીં, તો તે અપરિણામી જ સિદ્ધ થશે. તો પુદગલ અપરિણામી ઠરે છે. નહીં બદલાવવાવાળું સિદ્ધ થશે, તો નહિ બદલવાનો સ્વભાવ નહિ તો બધાનો બદલવાનો સ્વભાવ છે. આહાહાહા ! ઝીણી વાત છે ભાઈ લોકો કહે છે ને કે આત્મા જેવાં કર્મ બાંધે એવા ભોગવે, પણ આંહી તો કહે છે કે આત્મા બાંધેય નહીં, કર્મ તો પુદગલની પર્યાય છે તો પુદ્ગલથી બંધાય છે. અને કર્મનું ભોગવવું આત્માને છે જ નહીં, એ તો જડની પર્યાય છે. ભોગવે અજ્ઞાની તો પોતાના રાગ દ્વેષને ભોગવે, અને ધર્મી છે એ તો પોતાના જ્ઞાન ને આનંદને ભોગવે, કર્મનો ભોગવટો તો અજ્ઞાનીને પણ નથી. આવી વાત છે.
દુનિયાથી ઊંધું છે બધું. આહાહા ! અને એમ થતાં, સંસારનો અભાવ થાય, શું કહે છે? પુદ્ગલ ( જો ) પોતાથી કર્મપણે ન પરિણમે, તો જીવની સાથે કર્મબંધન છે જ નહીં તો પછી સંસારનો અભાવ થઈ જશે. સમજાણું કાઈ ? કર્મ પોતાથી-પુદ્ગલ પોતાથી કર્મરૂપ ન પરિણમે તો તો આત્મામાં (કર્મ) તો છે નહીં, કાંઈ નિમિત્તપણે કર્મનું તો સંસારનો અભાવ થઈ જશે. છે? કેમ કે જો પુદ્ગલદ્રવ્ય કર્મરૂપ નહીં પરિણમે તો જીવ કર્મ રહિત સિદ્ધ થશે, તો આત્મા કર્મ રહિત થશે, (કર્મ) નિમિત્તપણે તો છે, આ તો નિમિત્તપણું ય ન રહ્યું, તો પછી સંસાર કોનો? આહાહાહા ! અહીં જો એમ તર્ક ઉપસ્થિત કરવામાં આવે કે “જીવ પુદ્ગલદ્રવ્યને કર્મભાવે પરિણાવે છે (તેથી સંસારનો અભાવ થતો નથી) યુક્તિ-ન્યાયથી વાત છે. સૂક્ષ્મ (છે) ભાઈ વેપારીને તો મુશ્કેલ પડે એવું છે.
જીવ, પુદ્ગલદ્રવ્યને કર્મભાવે પરિણાવે છે કોઈ એમ કહે કે જીવ છે એ પુદગલકર્મની પર્યાયને–પરિણમાવે છે. એમ જો કોઈ કહે “તેથી સંસારનો અભાવ થતો નથી “તો તેનું નિરાકરણ બે પક્ષ લઈને આ પ્રમાણે કરવામાં આવે છે” :- શું જીવ સ્વયં અપરિણમતા