________________
ગાથા-૧૧૬ થી ૧૨૦
૨૭૭ जीवो परिणामयदे पोग्गलदव्वाणि कम्मभावेण। ते समयपरिणमंते कहं णु परिणामयदि चेदा।।११८ ।। अह सयमेव हि परिणमदि कम्मभावेण पोग्गलं दव्वं। जीवो परिणामयदे कम्मं कम्मत्तमिदि मिच्छा।।११९ ।। णियमा कम्मपरिणदं कम्मं चिय होदि पोग्गलं दव्वं। तह तं णाणावरणाइपरिणदं मुणसु तच्चेव।।१२० ।। જીવમાં સ્વયં નહિ બદ્ધ, ન સ્વયં કર્મભાવે પરિણમે, તો એવું પુદ્ગલદ્રવ્ય આ પરિણમનહીન બને અરે ! ૧૧૬. જો વર્ગણા કાર્મણ તણી નહિ કર્મભાવે પરિણમે, સંસારનો જ અભાવ અથવા સમય સાંખ્ય તણો ઠરે!૧૧૭. જો કર્મભાવે પરિણાવે જીવ પુદ્ગલદ્રવ્યને, કયમ જીવ તેને પરિણાવે જે સ્વયં નહિ પરિણમે? ૧૧૮. સ્વયમેવ પુદ્ગલદ્રવ્ય વળી જો કર્મભાવે પરિણમે, જીવ પરિણમાવે કર્મને કર્મત્વમાં-મિથ્યા બને. ૧૧૯. પુગલદરવ જે કર્મપરિણત, નિશ્ચય કર્મ જ બને;
જ્ઞાનાવરણઇત્યાદિપરિણત, તે જ જાણો તેહને. ૧૨૦. સૂક્ષ્મ છે થોડો અધિકાર!
ટીકાઃ- શું કહે છે? સાંભળો કે આત્મામાં જે રાગ દ્વેષ થાય છે, એ સમયે જે કર્મબંધન થાય છે, એ કર્મબંધન શું રાગ, દ્વેષ કરાવે છે? એ કર્મબંધન થાય છે એ પોતાની પુદ્ગલની પર્યાયનો પરિણમનનો કાળ છે તો એ જ્ઞાનાવરણી ઉત્પન્ન થાય છે. આહાહા! ઝીણી વાત છે ભાઈ ! જ્ઞાનાવરણીપણે જે પુદ્ગલ બને છે, તો એ એનાં પરમાણુની વર્ગણા જે છે કર્મ એ પર્યાય કર્મરૂપે થવાનો એ કાળ છે તો એ પરિણમે છે. એ કર્મની પર્યાય જે થાય છે એ આત્માથી થાય છે એમ નથી, એ સ્વતંત્ર દ્રવ્ય છે. સમજાણું કાંઈ....?
આવું કહે છે કે આત્મા કર્તા ને ભોક્તા કર્મનો, તો એ વાત છે નહીં. આત્મા તો પોતામાં અજ્ઞાનભાવે કરે અજ્ઞાનને (કાં) જ્ઞાનભાવે કરે જ્ઞાનને, એને કરે ને ભોગવે, કર્મને આત્મા કરે ને એને ભોગવે, એવું થતું નથી. વાત ઝીણી છે જરી.
-જો પુદ્ગલદ્રવ્ય જીવમાં સ્વયં ન બંધાયું થયું જ્ઞાનાવરણી પુગલ સ્વયં પોતાની પરિણતિથી જો જીવ સાથે બંધન ન હો, તો સ્વયં ન બંધાઈને, કર્મભાવથી સ્વયમેવ પરિણમતું ન હોય તો. આહાહાહા ! જ્ઞાનાવરણી આદિ આઠ કર્મ છે, એ સ્વયં પોતાની પરિણતિથી પરિણમે છે. આત્માએ રાગ દ્વેષ કર્યા, મિથ્યાત્વ કર્યું માટે એને કર્મપણે પરિણમવું પડ્યું એવું છે નહિ. આવી વાત છે.
આ તો અંદરમાં જેટલા રાગ દ્વેષ કરે, એટલા કર્મની પર્યાય પોતાથી બંધાય, તો જ્યારે