________________
ગાથા-૧૧૬ થી ૧૨૦
૨૮૧ આને હું નોટ દઉં માટે તે જાય છે તો એમાં પરિણમન શક્તિ નથી-આ જવાની શક્તિ નથી તેનામાં કહે છે ને તેં (દેવાના ભાવ) કર્યા તો પૈસા ગયા (એમ છે નહીં ) (શ્રોતા:- તો પહેલાં કેમ નહોતા ગયા?) પહેલાં? પણ તે સમયની પર્યાયની વાત છે કે પહેલાં બીજી પર્યાય હતી, પહેલા બીજી પર્યાય હતી, અત્યારે કર્મની પર્યાય એમાં છે ! આહાહાહા ! આવું કામ છે ઝીણું.
વીતરાગ મારગ જૈન પરમેશ્વર “પ્રત્યેક દ્રવ્યને નિત્ય પરિણામી' કહે છે–પ્રત્યેક પદાર્થ નિત્ય નામ કાયમ રહીને બદલે છે, તો બદલે છે તો બીજું એને બદલાવે એવું છે નહીં. આહાહાહા ! આકરું કામ છે ભાઈ !( શ્રોતા- બીજો સમજાવી તો શકે ને) એ સમજાવી શકે તો ભાષા, ભાષા જ આત્માની નથી. આત્મા, ભાષા કરી શક્તો નથી, ત્રણકાળમાં એ (ભાષા) પુગલની પર્યાય છે–ભાષા વર્ગણાથી ભાષા થાય છે. આત્માથી ભાષા થતી નથી. (શ્રોતા – ભાષાથી શિષ્ય સમજી તો જાય છે ને) એ સમજણ એનાથી એ સમજતો નથી, એનાં ઉપાદાનની યોગ્યતાથી ત્યાં સમજે છે. શબ્દ આવ્યો માટે એ સમજણમાં આવ્યું એને એવું નથી. શબ્દ જડ ભિન્ન ચીજ છે અને એનાથી એને સમજણમાં આવે છે (એમ નથી) એને એની ઉપાદાનની યોગ્યતાથી સમજણમાં આવે છે. આહાહા ! આવું બધું ઊંધું છે-જગત ઊંધું એનાથી ઊંધું ઘડો ઊંધો હોય ને ઘડો, તો એના ઉપર સવળો (ઘડો) ન બેસે. ઊંધા ઉપર ઊંધો જ રહે. (શ્રોતા – આમ નાખે તો બેસે ?) એ એના ઉપર પણ બીજું નાખવું પડે એમ એક દ્રવ્યનો ઊંધો તર્ક છે કે એક દ્રવ્ય, અમે પરિણાવી શકીએ છીએ–બદલાવી શકીએ છીએ, તો બધા દ્રવ્યોને બદલાવી શકીએ છીએ, એવી એની માન્યતા થઈ, આહાહાહા ! આકરું કામ છે ભાઈ !
આ બે બોલ થયા. કે પુગલ, કર્મરૂપે પરિણમવાની શક્તિ છે તો પરિણમે છે કે શક્તિ નથી ને પરિણમે છે? જો પરિણમવાની શક્તિ છે તો બીજાની અપેક્ષા નથી ને પરિણમવાની શક્તિ નથી તો બીજો શક્તિ આપી શકે નહીં. આહાહા ! (શ્રોતાઃ- ધર્મ કરવો એમાં આને શું કામ છે?) હા, ઈ (જ) કહે છે કે તારે તું જડની પર્યાય મારાથી થઈ, એમ તું માનવાવાળો - તારી દૃષ્ટિ મિથ્યાત્વ છે અને તારામાં રાગ થાય છે, એ કર્મથી થાય છે, એ દૃષ્ટિ મિથ્યાત્વ છે. રાગ ને દ્વેષ, વિષયવાસના આદિ તારાથી ઉત્પન્ન થાય છે, કર્મને કારણે થાય છે, એ જૂઠ છે એમ બતાવવું છે. (શ્રોતા:- રાગ-દ્વેષ પુદ્ગલના પરિણામ છે) નહિ, નહિ એ કઈ અપેક્ષાએ કહ્યું છે, એ તો જીવનો (સ્વભાવ નથી એ અપેક્ષાએ વાત છે) અહીં તો પોતાની પર્યાય રાગાદિ પોતાથી થાય છે. એ સિદ્ધ કરવું છે. પછી સ્વભાવની દૃષ્ટિ બતાવવી હોય જે સ્વભાવ ત્રિકાળ આનંદકંદ પ્રભુ છે તો એ દૃષ્ટિની અપેક્ષાએ વિકારી પરિણામ પુદ્ગલ છે-આવું નિમિત્તને આધિન થાય છે એવું કહી દીધું છે. થયાં છે પોતાથી છતાં પોતાના સ્વભાવમાં રાગ દ્વેષ કરવાની શક્તિ નથી. આત્મા આનંદ સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ એ વિકાર કરે એવી કોઈ (શક્તિ) અનંત ગુણમાં એવો કોઈ ગુણ નથી એ કારણે ત્યાં સ્વભાવની દૃષ્ટિ કરાવવા, વિકારને-જે કર્મની પર્યાયમાં થાય છે એ કર્મના નિમિત્તના આધિન થઈને થાય છે, એમ બતાવીને છોડી દે એ. ઝીણી વાત છે અત્યારે તો એ વાત નથી.
અહીં તો ફક્ત રાગ અને દ્વેષ ને અજ્ઞાન તું તારાથી કરે છે, એ આવશે પછી આગળ કે કર્મનો ઉદય આવ્યો ને તારે રાગ કરવો પડયો એવું છે નહીં એ સ્ત્રીવેદનો ઉદય છે તો અહીં