________________
ગાથા-૧૧૬ થી ૧૨૦
૨૭૯
પુદ્ગલદ્રવ્યને કર્મભાવે પરિણમાવે કે સ્વયં પરિણમતાને ? આહાહા ! શું કહે છે, પુદ્ગલ ( દ્રવ્ય ) કર્મરૂપે પરિણમતું નથી એને જીવ ( કર્મરૂપે ) પરિણમાવે છે ? આહાહા ! આ શ૨ી૨ આમ આમ ચાલે છે તો એ નહિ પરિણમતાને, આત્મા પરિણમાવે છે? એ તો પોતાથી પરિણમે છે–એ સ્વયં પરિણમે છે, આત્માથી નહીં.આહાહા !
અહીં તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ નજીકમાં જે રાગ-દ્વેષ આદિ છે એ પ્રમાણે કર્મ બંધાય છે, છતાં એ પુદ્ગલ પોતાની પર્યાયથી બંધાય છે, આ રાગ દ્વેષથી નહીં. નિશ્ચયથી તો નિમિત્તની અપેક્ષા પણ નથી. આહાહાહા ! ટીકામાં છે. શું ? શું કહે છે ? જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહનીય આઠ કર્મ છે, એ આઠ કર્મ, પુદ્ગલની જડની પર્યાય છે. એ પુદ્ગલની પર્યાય કર્મની એનાથી થાય છે, આત્મા એને પરિણમાવે છે ને આત્મા કર્મ બાંધે છે એવું છે નહીં. અરે અરે ! આવી વાતું હવે.
જીવ, સ્વયં અપરિણમતાને બીજા દ્વારા પરિણમાવી શકે નહીં, શું કીધું ? જો પુદ્ગલ કર્મરૂપે ન પરિણમે તો જીવ એને પરિણમાવી શકે, એવું ત્રણકાળમાં બને નહીં. આહાહા ! આ આંગળી આમ-આમ ચાલે છે અંદર પોતાની પર્યાયથી આમ થતું ન હોય તો આત્મા એને નહીં પરિણમતાને પરિણમાવી શકે એવું છે નહીં. પુનાતર ? ઝીણી વાત છે બહુ. આહાહાહા ! આ દાઢ છે દાઢ રોટલીના ટુકડા થાય છે તો કહે છે કે રોટલીના ટુકડા ( પણે ) પરિણમવાની શક્તિ એમાં છે કે દાઢે કર્યા ? જો ટુકડા થવાની પરિણમન શક્તિ એમાં ન હોય તો બીજા એને પરિણમાવી શકે, એમ ત્રણકાળમાં બને નહીં. અને પોતાનાથી જો બને તો બીજા કોઈની અપેક્ષા છે નહીં. આહાહાહા ! સમજાણું કાંઈ ?
''
“શું જીવ સ્વયં અપરિણમતા એવા પુદ્ગલદ્રવ્યને કર્મભાવરૂપે પરિણમાવે છે ?” કર્મ નથી પરિણમતાને શું જીવ એને પરિણમાવે છે કર્મને ? આહાહા ! છે ? તો, પ્રથમ સ્વયં અપરિણમતાને બીજા દ્વારા પરિણમાવી શકાય નહીં, જો પરિણમવાની શક્તિ એમાં નથી તો બીજા એને પરિણમાવી શકે એવું બને નહીં. આહાહા ! આકરું કામ છે આ ચશ્મા છે ને ચશ્મા ? આમ-આમ ( નાક ઉ૫૨ ) આમ અહીં આવ્યા છે એ એની પરિણમન શક્તિના કારણથી છે. આંગળીથી કે આત્માથી અહીં ઉપર આવ્યા છે, એમ છે નહીં, એમ કહે છે. આહાહા ! આ જિનવરની વાત દુનિયાથી ( જુદી જાત ! ) શરીર જડ છે, વાણી જડ છે તો એ જડની પર્યાય જડથી પોતાનામાંથી થાય છે.
આત્મા અંદર છે તો (તેની ) પ્રેરણાથી જડની પર્યાય થાય છે શરીરની એવું છે નહીં. આહાહા! આંહી તો અંતરની વાત લીધી (છે), કે આત્મા, પુદ્ગલદ્રવ્યને કર્મપણે નથી પરિણમાવતો એને આત્મા પરિણમાવી શકે ? એ કહે છે, જુઓ ! આહાહાહા !
แ કા૨ણ કે જે શક્તિ સ્વતઃ ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ.” –એ જ્ઞાનાવરણી આદિમાં પુદ્ગલની પરિણમવાની શક્તિ ન હોય તો બીજા કોઈ શક્તિ આપી શકે એવું છે નહીં. ઝીણી વાત બહુ બાપુ. આહાહા ! જૈનધર્મ, ઝીણો બહુ. લોકોને વિચારમાં ન મળે મનનમાં ! આત્મા કર્મ બાંધે ને આત્મા કર્મ તોડે. કર્મ તો પુદ્ગલની પર્યાય છે, એને આત્મા શી રીતે બાંધે ? અને કર્મ તો પુદ્ગલની પર્યાય છે તોડે તો એની પર્યાય તોડે, આત્મા જડની પર્યાય તોડી શકે ? આહાહાહા ! સમજાણું કાંઈ... ?