________________
ગાથા-૧૧૩ થી ૧૧૫
૨૬૯ * * * * * * * * * * * * * * *
ગાથા-૧૧૩ થી ૧૧૫ ઉપર પ્રવચન બહુ સરસ વાત છે. ટીકા, એની ટીકાઃ- “જેમ જીવના ઉપયોગમયપણાને લીધે” જીવ તો જાણન–દેખન ઉપયોગમય છે. આહાહા ! ભગવાન આત્મા તો જાણન–દેખન ઉપયોગમય છે, છે? અભિન્ન છે-જીવનો ઉપયોગ એ જીવથી અભિન્ન છે. આહાહાહા ! એવી જ રીતે “જડ ક્રોધ પણ અનન્ય છે' એમ ક્રોધ પણ અનન્ય છે જેમ આત્મા જ્ઞાયક સ્વરૂપ છે, એનો જ ઉપયોગ છે જાણન-દેખન એ અભિન્ન છે, એમ જો ક્રોધને પણ અભિન્ન ગણો જ્યારે જડ ક્રોધ પણ અનન્ય છે એમ કહો તો ... “એવી જો પ્રતિપત્તિ કરવામાં આવે” –એવી જો પ્રતીતિ કરવામાં આવે, તો ચિતૂપના અને જડના અનન્યપણાને લીધે જીવને ઉપયોગમયપણાની માફક જડ ક્રોધમયપણું પણ આવી પડે.” આહાહાહા...
કહે છે? કે જીવ જે છે એ ઉપયોગમય છે. જાણન દેખન ઉપયોગમય છે. તેથી ઉપયોગ ને જીવ અનન્ય છે, અનેરા-અનેરા નથી, અભિન્ન છે. એમ ક્રોધ, માન, માયા, લોભ, રાગાદિ જો આત્માથી અનન્ય છે, તો આત્મા અજીવ થઈ જાય. આહાહા! ભગવાન આત્મા, જેમ જાણન-દેખન ઉપયોગમય છે, એ જાણન-દેખનથી તો અનન્ય-અભિન્ન છે આત્મા, તેવી રીતે જો ક્રોધ, રાગ, દ્રષ-ક્રોધ શબ્દ લીધો છે દ્વેષનો-દ્રષના બે ભાગ, ક્રોધ અને માન (અને) રાગના બે ભાગ માયા અને લોભ. આહાહા ! એમાં અહીં વળી ઇચ્છા લ્યો અત્યારે તો વધારે ઠીક પડશે. આ ઇચ્છા જ થઈ એ પણ આત્માની સાથે અનન્ય હોય છે. તો ક્રોધ જડ છે, આ જડ ઇચ્છા છે. એ ઇચ્છા જડ છે, આત્મા જ્ઞાન દર્શનના ઉપયોગમય છે. એ ઉપયોગથી આત્મા અનન્ય અભિન્ન છે, એમ ઇચ્છા આત્માથી અનન્ય થઈ જાય તો ઇચ્છા તો જડ છે જડથી અનન્ય થઈ જાય, તો આત્મા જડ થઈ જાય. આહાહા ! ઝીણો વિષય છે.
જેમ જીવન ઉપયોગમયત્વને કારણ, ઉપયોગમયત્વને કારણે હોં, ઉપયોગમય છે. જીવથી ઉપયોગ અનન્ય છે-અભિન્ન છે. એ પ્રકારે જડ ઇચ્છા પણ અનન્ય જ છે. કોઈ એમ માને કે આ ઇચ્છા છે (તે) મારાથી અનન્ય છે, મારી સાથે તે અભેદ છે, યદી એવી જો પ્રતિપત્તિ- એવી પ્રતીતિ કરવામાં આવે તો ચિટૂપ જીવ એ જડના અનન્યત્વને કારણે, જડના અનન્યત્વના કારણે-એકમેક હોવાને કારણે, તે જ અજીવ સિદ્ધ થશે. આહાહા ! કારણ, કારણ કે જીવના ઉપયોગમયત્વની જેમ જાણન–દેખન એ આત્મામાં અભિન્ન છે એમ ઇચ્છા થઈ એ ઇચ્છા પણ આત્માથી અનન્ય હોય તો આત્મા જડ થઈ ગયો. આહાહાહા ! આવું સાંભળવું મુશ્કેલ પડે એવું છે ! આહાહાહા !
ભગવાન આત્મા ઇચ્છા માત્ર જે છે એ આત્મા જેમ જાણન-દેખન ઉપયોગમય છે એમ ઇચ્છા આત્માની સાથે અભિન્ન હોય તો ઇચ્છા જડ છે, તો જીવ જડ થઈ જશે. આહાહા ! ધર્મકથા સૂક્ષ્મ છે. આહાહા ! ઇચ્છા માત્ર, લોભ, માન, ક્રોધ, માયા, રાગ, હાસ્ય, વિષય વાસના, રળવાના ભાવ, દાનના ભાવ, એ ભાવ બધા અચેતન છે. આહાહા ! જેમ એ ભગવાન આત્મા જાણન-દેખન ઉપયોગથી અભિન્ન છે, એમ જો ઇચ્છા ને રાગ આદિ કહ્યા ને એ અજીવ છે પુદ્ગલ છે, એનાથી જો અનન્ય-એકમેક હોય તો જીવ, જડ બની જશે, ગજબ વાત છે.