________________
ગાથા-૧૧૩ થી ૧૧૫
૨૭૩ માની લીધેલો તે રાગ અચેતન પુદ્ગલ (છે). તો તું પુદ્ગલ થઈ જઈશ, જડ થઈ જઈશ. આહાહા ! આંધળો થઈ જઈશ. આકરું કામ છે. કર્મ પણ જડ છે, એ પ્રકારે જીવ અને પ્રત્યયમાં એકત્વ નથી, પ્રત્યય એટલે આસવ-મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને તેર ગુણસ્થાન એ બધા પ્રત્યયમાં નાખ્યા.
“આ રીતે જીવને અને પ્રત્યયોને એકપણું નથી.” એ ગુણસ્થાનના ભાવ અને આત્મામાં એકપણું નથી–એ તદ્ન ભિન્ન છે. આહાહાહા !
ભાવાર્થ- મિથ્યાત્વ અંદર આવ્યા'તા ને ચાર મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને યોગ, ચાર પહેલાં આવ્યા'તા પહેલાં પહેલાંમાં આવી ગયા હતા. મિથ્યાત્વાદિ આસવ તો જડસ્વભાવ છે. વિપરીત માન્યતા હોં. માન્યતા (ને) આંહી જડસ્વભાવ કહ્યો. પરમાણું તો જુદા મિથ્યા માન્યતા છે એ જડસ્વભાવ છે. અને જીવ ચૈતન્યસ્વભાવ છે. ભગવાન તો જાણક સ્વભાવની મૂર્તિ પ્રભુ છે.
યદી જડ અને ચૈતન્ય એક થઈ જાય તો ભિન્ન દ્રવ્યોનો લોપ થવાનો મહાદોષ આવે છે. એ પુણ્ય ને પાપ તત્ત્વ ભિન્ન છે, એ જડ થઈ જાય, તો જડ રહેતો નથી બહારમાં, પ્રત્યયથી માંડીને બધા પદાર્થો જડ છે. એકકોર આત્મા-ચૈતન્યરાજા ઉપયોગમય રાજા આત્મા ભિન્ન છે. આહાહાહા ! એ તો શુદ્ધ ઉપયોગ જાણન-દેખન સ્વભાવવાળો આત્મા ભિન્ન છે.
એ સિવાય બધુંય આ ઇચ્છાથી લઈને, કર્મ, નોકર્મ, શરીર, વાણી, મન, પૈસા, પૈસા બધું જડ છે. એ જડ, તારા થઈ જાય તો તું જડ થઈ જઈશ–પૈસા મારા છે નોટો મારી છે-પૈસા મારા છે. (શ્રોતાઃ- આટલા વર્ષથી પૈસા અમારા છે એમ કીધું તો જડ ન થયો) જડ થયું જ એ માને છે માન્યતામાં નથી થયું શું? માન્યતામાં જડ છે એ ય. આવું છે. એટલા માટે નિશ્ચયનયનો આ સિદ્ધાંત છે શુદ્ધ નિશ્ચયનો આ સિદ્ધાંત છે કે આસવો ને આત્મામાં એકત્વ નથી. એ અજ્ઞાનભાવ જે રાગાદિ, પુણ્ય, પાપ ભાવ છે અને આત્મામાં એકત્વ- છે નહિ.
(શ્રોતાઃ- પ્રમાણ વચન ગુરુદેવ!)
પ્રગટ થાય છે, તે હું નથી. સ્વના આશ્રયમાં હેય- ઉપાદેય બંનેનું જ્ઞાન પણ વ્યવહાર છે. (અર્થાત્ ) હેય-ઉપાદેય બેઉનું જ્ઞાન, એ વ્યવહાર જ્ઞાન કહેવાય. અને એકલું ચૈતન્યનું જ્ઞાન, તેને નિશ્ચયજ્ઞાન કહેવાય છે. (હેય-ઉપાદેયને) જાણવું એ વચમાં આવે છે. – “આ હું નહીં' એમ. સમજાવવું હોય તો શું સમજાવે? “આ રાગ તે હું નથી” એમ કહેવા જાય તો પણ વિકલ્પ ઊઠે છે. પણ સમજાવવું હોય તો કેમ સમજાવે? “હું તો (શુદ્ધ ચૈતન્યમય) લક્ષણવાળું એક પરમજ્યોતિ ધામ સદાય છું' “અને આ જે ભિન્ન લક્ષણવાળા (વિવિધ ભાવો પ્રગટ થાય છે) તે હું નથી” એમ એમાં નાસ્તિ (સાથે) હોય છે. એની, સ્વભાવમાં નાસ્તિ છે. પણ એમાં (પોતામાં) એ અસ્તિ છે. આહા.. હા! “તે હું નથી.”
(પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં.૮૪, નિયમસાર ગાથા-૫૦ નો શ્લોક)