________________
૨૦૦
સમયસાર સિદ્ધિ ભાગ-૫ આહાહાહા ! એ ‘મોક્ષની ઇચ્છા' પણ જડ છે, એમ કહે છે ( શ્રોતાઃ– એ તો પુદ્ગલ છે, ) ભાઈ ! એણે ધર્મ સાંભળ્યો નથી, અત્યારે તો હા... હો મોટી ધમાલ, મોટા હાથી કાઢે ને એના ૫૨ ચડે ને રથ કાઢે ને, બે પાંચ દશ લાખ ખર્ચને, આહાહા ! સંઘવીની પદવી આપે એને મોટી. આહાહા ! પ્રભુ, તારી મોટી ભૂલ થઈ છે, કહે છે કે તું ચૈતન્યમૂર્તિ ભગવાન આનંદ ને પ્રકાશની મૂર્તિ, અનંત સૂર્યનો પ્રકાશ હોય એથી પણ તારો ચૈતન્યપ્રકાશ અનંતગણો અંદર પડયો છે. આહાહા ! અનંત ચંદ્રની શીતળતાથી પણ તારામાં અનંતી શીતળતા–વીતરાગી શાંતિ પડી છે–શાંતિ પડી છે, અને આકાશની જેમ ગંભીરતા છે, પાર નહિ લોક બહાર આકાશ ! ક્યાં પૂરું થઈ થયું આકાશ ? ક્યાંય પૂરું થતું નથી. આકાશ... આકાશ... આકાશ... એમ આ તારામાં અનંત ગુણો અપાર ભર્યાં છે. આહાહા ! અને દરિયાની ગંભીરતાનો પાર નહીં, એવી તારી ગુણશક્તિની ગંભીરતાનો પાર નહિ એવો ભગવાન આત્મા, મહાપ્રભુ ! એ લોભ રાગ ઇચ્છા પુણ્ય કે પાપ આદિ ભાવ મારા છે એવું માને તો એ ભાવ તો પુદ્ગલ છે, અને પુદ્ગલમય-જડ છે તો તું જડ થઈ જઈશ. આહાહા ! આકરું કામ છે બાપુ ! દુનિયાથી જુદી જાત છે ભાઈ અહીં. (શ્રોતાઃભેદજ્ઞાન કરાવો છો !) ઓલા તો એમ કહે છે કે દયા પાળો, વ્રત પાળો, ભક્તિ પૂજા કરો એ સાધન છે લ્યો હવે જડ સાધન છે ? આહાહા !
ચિદ્રૂપજીવ, જ્ઞાનસ્વરૂપ પ્રભુ એ ચૈતન્ય જ્ઞાનનો પુંજ પ્રભુ, એ ઇચ્છા રાગ ને પુણ્યપાપના ભાવ અચેતન-પુદ્ગલ છે તો એ આત્માથી અનન્ય થઈ જાય તો આત્મા જડ થઈ જાય. આહાહાહા ! એનાથી પણ તારી ચીજ ભિન્ન છે ભગવાન, એ ભિન્ન ચીજને તપાસ, અંદર જો. આહાહાહા ! આવી વાત છે.
જીવ, જડના અનન્યત્વના કા૨ણે, જીવના ઉ૫યોગમયતાની જેમ-જેમ ભગવાન આત્મા જાણન–દેખન ઉપયોગમય છે, એમ જડ ક્રોધમયતા પણ આવી જશે, જેમ ક્રોધ, માન, માયા, લોભ ઇચ્છા માત્ર પોતાની છે તો એ જડ થઈ જશે. ઝીણું બહુ છે. એ પ્રકારે આમ થવાથી જીવ છે તે જ અજીવ સિદ્ધ થશે. એ રાગ દયા-દાનનો, ભક્તિનો, પૂજાનો રાગ, એ રાગ પુદ્ગલ છે અચેતન છે. જેમ આત્મા ને ઉપયોગ એક જ છે એમ જો રાગ ને એક જ માનો તો જીવ જડ થઈ જશે. આહાહાહા ! જીવ, અજીવ થઈ જશે, છે ? અંદર છે કે નહીં ? અજીવ સિદ્ધ થશે. – ‘એ રીતે અન્ય દ્રવ્યનો લોપ થાય ’ –શું કહે છે એ ? જ્યારે રાગાદિ પુદ્ગલ છે એ જો પોતાના માની લ્યો, તો આત્મા જડ થઈ જાય અને બીજી ચીજ છે એનો લોપ થઈ જશે, કા૨ણ કે જડ તો અહીં આવી ગયા. જડ, જીવમાં આવી ગયા, જડ ચીજ છે બાહ્ય, એનો લોપ થઈ જશે ! શું કીધું ? સમજાણું કાંઈ... ?
ફરીથી, કે ભગવાન આત્મા એ તો જાણન-દેખન ઉપયોગસ્વરૂપી જ પ્રભુ અનાદિ છે. તો એ તો ઉપયોગ, એની સાથે અનન્ય છે. અભિન્ન છે. તેવી રીતે રાગ, ઇચ્છા, ક્રોધ, માન, માયા, લોભ પણ પોતાના હોય તો એ ચીજ તો અચેતન છે જડ છે પુદ્ગલ છે. પુદ્ગલ છે તો, આત્મા જડ થઈ ગયો ! તો તો બીજા જડ છે, એનો તો લોપ થઈ ગયો જડ ( ચીજ છે ) એ તારામાં ઘુસી ગઈ. આહાહાહા ! આવું સાંભળવાનું મળતું નથી આ. અને મુંબઈ જેવી નગરી મોહમયી ! હો.. હા ! ... હો... હા ! ધમાલ... ધમાલ ! આહાહા ! ભારે લાગે વાત તો.