________________
૨૬૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫ પુદ્ગલનો કર્તા છે, આત્મા નહીં! આહાહાહા!
આંહી તો ત્યાં સુધી કહ્યું કે મિથ્યાત્વભાવ છે ને એ પણ મિથ્યાત્વભાવ છે એ અચેતન, આસવ છે અને એ પુદ્ગલદ્રવ્ય છે. ભગવાન તો એ મિથ્યાત્વથી ભિન્ન છે અંદર. આહાહાહા ! મિથ્યાત્વ છે અને અહીં પહેલાં બતાવે છે. સમજાણું કાંઈ..? ઓલું તો સહેલું હતું કે વ્રત કરો, તપ કરો, દયા કરો, દાન કરો, પૂજા, દાન, શિયળ, તપ, ભાવના એ ધર્મના ચાર પ્રકાર થઈ રહ્યું
લ્યો. આંહી કહે છે કે દાનનો ભાવ તારો રાગ હોય એ પુદ્ગલ છે. બ્રહ્મચર્ય-શિયળ આ શરીરનું પાળવાનો ભાવ, એ રાગ અને પુદ્ગલ છે, આ ઉપવાસ કરું આદિના વિકલ્પ છે એ પણ પુલ છે. અ ! દાન, શિયળ, તપ, ભાવના એટલે આંહી એ (ધર્મ) માને છે. ઇચ્છા-અપવાસ કર્યો બે-ત્રણ મહિનાના અપવાસ કર્યા, એ અપવાસમાં તારો વિકલ્પ હતો, એ રાગ છે. એ તો પુદ્ગલ છે. આહાહાહા!
(શ્રોતા- ઉપાશ્રયમાં આવું બધું કીધું હોય તો મારે) મારે. આંહી ક્યાં સોનગઢ-આંહી તો જંગલમાં પડ્યા છીએ ( લોકોને) જે માનવું હોય એ માને, આંહી કાંઈ કોઈ પક્ષ નથી કંઈ, વાડો નથી આંહી. આહાહા! આંહી તો પરમાત્મા ત્રિલોકનાથ જિનેશ્વરદેવ, ગણધરો ને ઇન્દ્રોની વચ્ચે આ વાત કરતા હતા, મહાવિદેહમાં ઇન્દ્રો અને ગણધરની વચ્ચે આ વાત કરે છે. કુંદકુંદાચાર્ય ગયા હતા ત્યાં, આઠ દિવસ રહ્યા હતા, તેઓ(એ) અહીં આવીને આ શાસ્ત્ર બનાવ્યા, એનો આ પોકાર છે. એનાં પછી એક હજાર વર્ષ પછી અમૃતચંદ્રાચાર્ય થયા, એમની આ ટીકા છે. આહાહા ! બધી ખબર હતી એને. આવે છે ને શાસ્ત્ર પ્રવચનસારમાં આવે છે, ભગવાન પાસે ગયા હતા, આઠ દિવસ રહ્યા હતા, પહેલું આવે છે. શરૂઆતમાં. આહાહા ! આ કાલ વાંચ્યું'તું ને એનો ભાવાર્થ છે.
તેથી એમ સિદ્ધ થયું કે પુદગલદ્રવ્ય જ પુદ્ગલકર્મનું કર્તા (કરનારું) છે; જીવ કર્તા નથી, જીવને પુગલકર્મનો કર્તા માનવો તે અજ્ઞાન છે.
ભગવાન આત્મા-જીવ જે ચૈતન્યબિંબ પ્રભુ જે દ્રવ્યસ્વભાવ, આનંદ ને જ્ઞાન છે એ કાંઈ પુલકર્મનો કર્તા નથી. પુદ્ગલનો બંધ એ રાગાદિની પર્યાય એ બંધ પુદગલ છે. અને એ પુગલ બંધના કર્તા છે. જીવને પુદ્ગલકર્મનો કર્તા માનવો તે અજ્ઞાન છે. આ છેલ્લા શબ્દો આ ભગવાન આત્મા વસ્તુ છે, વસ્તુ, શુદ્ધ ચૈતન્ય ધાતુ ચૈતન્ય ધાતુ, જેમાં ચૈતન્ય ધારી રાખ્યા છે, એવો ભગવાન ચૈતન્યમૂર્તિ જ્ઞાયકસ્વભાવ આનંદમૂર્તિ, એને પુગલકર્મનો કર્તા માનવો અજ્ઞાન છે. મિથ્યાત્વ છે. આહાહાહા!
હવે આ કહે છે કે જીવને અને તે પ્રત્યયોને એકપણું નથી.