________________
૨૬૪
સમયસાર સિદ્ધિ ભાગ-૫ ભાવ, મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને તેરેય ગુણસ્થાન, બધાંને અહીંયા અચેતન કહ્યા, એટલે પુદ્ગલ કહ્યા છે? અચેતન પુદ્ગલદ્રવ્યમય જ છે, પુગલદ્રવ્યમય જ છે, એમ. આહાહા ! એ અશુદ્ધનિશ્ચયનયથી છે ને?
એ રાગ, ગુણસ્થાન, મિથ્યાત્વ, અવ્રત, વ્રતના વિકલ્પ આદિ બધું પુદ્ગલદ્રવ્યમય જ છે, જડ છે. જડ તો બીજા ચાર દ્રવ્યો પણ છે—ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ, કાળ પણ આ પુદગલદ્રવ્ય જ છે-એમ સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ...? હવે એ અચેતન ચીજ છે, એ પોતાની છે એવી માન્યતા મિથ્યાત્વ છે. જૂઠી શ્રદ્ધા છે. જૂઠી નામ, જૂઠા ભવના કરવાના કારણે અનંત છે. જૂઠી શ્રદ્ધામાં અનંત ભવ કરવાનો ગર્ભ છે અરે, પ્રભુ શું કરે? વિપરીત માન્યતામાં અનંતા ચોરાશીના અવતાર કરવાનો ગર્ભ છે. ઓહોહો !
તેથી એમ સિદ્ધ થયું કે પુગલદ્રવ્ય જ પુદ્ગલકર્મનું કર્તા છે' આહાહાહા! એ અચેતન જે તેર ગુણસ્થાન, મિથ્યાત્વ આદિ પુદ્ગલદ્રવ્ય છે એ જ પુદ્ગલદ્રવ્યના કર્તા છે, નવા કર્મબંધના એ કર્તા છે, આત્મા નહીં. આહાહા ! આમાં નવા માણસને તો સમજવું શું! સાંભળ્યું ન હોય કોઈ દિ'કાંઈ. આખો દિ'સંસારના પાપ એકલા, ધર્મ તો નથી પણ પુણ્યના ય ઠેકાણાં નથી. અહીં કોઈ વખતે સહેજ પુણ્ય કરે કે આપે લાખ કે પચાસ હજાર, લાખ બે લાખ, પાંચ હજારદશહજાર....... પણ એ “એરણની ચોરી ને સોયનું દાન' –એરણની ચોરી છે, સોનીને ત્યાં એરણ હોય છે ને લોઢાની એની ચોરી ને સોયનું દાન એમાં ક્યાં મેળ ખાય. (શ્રોતા:- પૈસા વાપરે ને પુણ્ય પણ નહીં?) પૈસા વાપરવામાં પણ જો એ રાગ મંદ કરે તો પુણ્ય, એ પુણ્ય કેટલું? થોડું. અને પાપ તો ઘણું મોટું–ત્રેવીસ કલાક બાવીસ કલાક પાપ કરતો હોય એમાં “એરણની ચોરી ને સોયનું દાન' કિરણભાઈ ! આવી વાતું છે બાપુ!ન્યાં ક્યાંય સંભળાય એવું નથી મુંબઈમાં ! આહાહાહા ! એ ય! (શ્રોતા- કરવું શું અમારે ?) આ કહ્યું ને આત્મા જ્ઞાયકસ્વરૂપ છે ને એનાં ઉપર દૃષ્ટિ કર અંદર. એ વિના તારા જન્મ-મરણ નહિ મટે. મરી ગયો તું તિર્યંચના ભવ નરકના ભવ પશુના અનંત શરીર કરી કરીને કીડા કાગડા કંથવા એવા અનંત અનંત ભવ કર્યા પ્રભુ! હવે એ હવે ભવ ન કરવો હોય તો... આત્મા અંદર ચૈતન્યમૂર્તિ, રાગથી રહિત છે, એની અંદર અનુભવ-દષ્ટિ કર. આહાહાહા ! આવું કામ છે. આહાહા!
આંહી તો હજી નવરો થાય નહિ ને ચોવીસ કલાકમાં એને આ કહે કે તારે વિકલ્પ ઊઠે જે દયા દાન આદિનો એનાથી ભિન્ન છે. એને ત્યાં જા. આહીં ઊભો ન રહે ઊભો એમાં ન રહે, એમ કહે છે કહો, રાયચંદભાઈ? આ રાયચંદભાઈએ બે લાખ રૂપિયા આપ્યા હમણાં ત્યાં નૈરોબી, મંદિર કર્યું છે ને મંદિર આ જેઠ સુદ અગિયારસનું ખાતમુહૂર્ત છે. મંદિર (બનવાનું) છે પંદર લાખ રૂપિયાનું આફ્રિકા-નૈરોબી. આ રાયચંદભાઈએ બે લાખ બે હજાર આપ્યા, ફક્ત એનાં ઓલામાં દેરાસરનું ખાતમૂહૂર્ત કરવામાં દિકરા-દિકરી નથી બાયડી-ભાયડો ને બા ત્રણ જણા. હુમણાં જેઠ સુદ અગિયારસે મુરત થયું ને? ખાત (મુહૂર્ત !) આફ્રિકામાં બે હજાર વરસમાં ત્યાં દિગમ્બર મંદિર નહોતું, અત્યારે હવે) એ તૈયાર થવાનું છે. જેઠ સુદ-૧૧ છે, શું કહેવાય? ભીમ અગિયારસે ખાત મુહૂર્ત એમના હાથે ખાતમૂહુર્ત થયું છે. બે લાખ ને બે હજાર, આપ્યા આમણે! તેથી શું પણ, એ રાગની મંદતા-રાગની મંદતા હોય તો પુણ્ય થાય, એ કંઈ ધર્મ