________________
ગાથા-૧૦૯ થી ૧૧૨
૨૬૩
મૂર્તિ પ્રભુ, એનાં કિરણ એ રાગમાં આવતા નથી, રાગ અચેતન છે. મહાવ્રતના પરિણામ, બારવ્રતના પરિણામ અચેતન છે એમાં ચેતનનો અભાવ છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? એ પ્રત્યય અચેતન પુદ્ગલદ્રવ્યમય જ છે. આહાહાહા ! અચેતન કહીને રાગાદિ ભાવ પુદ્ગલમય જ છે. ઝીણી વાત પ્રભુ ! એણે કદી સાંભળ્યું નથી, કદી કર્યું નથી. આ દુનિયાના ઢસરડા કરી કરીને મરી ગયો, પાપ કરી કરીને આખો દિ' ચાર ગતિમાં. આહાહાહા ! સાંભળવા મળે તો પાછું એવું મળે કે તમે આ વ્રત કરો, તપ કરો, આ કરો, પૂજા કરો, ભક્તિ કરો, તો તમારું કલ્યાણ થશે....... તો આંહી કહે છે પ્રભુ એક વાર સાંભળ તો ખરો. એ પૂજા ને ભક્તિ ને દયા ને દાન ને વ્રત ને તપના ભાવ જે છે એ તો રાગ છે, ને એ રાગ છે એ આસ્રવ છે, કેમ ? કે એ અચેતન છે, ચેતન નથી. આહાહાહા ! શાંતિભાઈ ! હીરા તો અચેતન છે, પણ હીરાના પૈસા લીધા– લેવાના ભાવ થયા હોય એ અચેતન છે મમતા, અને દાન માટે ખર્ચ્યા રાગ મંદ કરીને, એ રાગ અચેતન છે, એમ કહે છે.
(શ્રોતાઃ– એમાં ક્યાં જ્ઞાન છે?) શું ? જ્ઞાન નથી માટે અચેતન છે. આહાહાહા ! એનો ભાઈ છે ને, મધુએ આ મકાન લીધું ને નવનીતભાઈનું, એંસી હજાર રૂપિયા કાઢયા'તા ત્યાં ભાવનગ૨, “સસ્તુ સાહિત્ય ” કાઢે છે ને ત્યાં ! ( શ્રોતાઃ– એક લાખ આપ્યા ’તા ) લાખ, લાખ આપ્યા હતા. એંસી હજાર તો ભાઈ હીરાભાઈએ-હીરાલાલે આપ્યા'તા, એક લાખ આપ્યા’તા. આંહી વાત એ છે પણ લાખ એ શું ચીજ છે, એ તો અચેતન-જડ છે, હવે તને દેવાનો ભાવ આવ્યો એ પણ રાગ છે, એ પણ અચેતન છે. આનંદભાઈ ! આવું છે.
અંદર વસ્તુ ચૈતન્યસ્વરૂપ, જ્ઞાનનો સાગર પ્રભુ, અતીન્દ્રિય આનંદથી ભરેલોચૈતન્યસ્વભાવથી ભરેલો ભગવાન એની અનંત કાળમાં કદી ખબર કરી નથી, કદી ખબર કરી જ નથી. આહાહાહા ! એ માટે ભગવાન ત્રિલોકનાથ સર્વજ્ઞદેવનો હુકમ છે કે પ્રભુ, એક વા૨ સાંભળ તો ખરો. અરે, મનુષ્યદેહ મળ્યો... આમ ચાલ્યો જાય છે બાપા અવતાર. આહાહા !
એ આત્મા અંદર ચૈતન્યસ્વરૂપ આનંદકંદ એ પુણ્ય ને પાપના આસવ-ભાવથી ભિન્ન છે અને એનાથી પુણ્ય-પાપના ભાવ અચેતન હોવાથી ભિન્ન છે. ભિન્ન છે. આવી જાય છે બધું. સમજાણું આમાં ? ચાહે તો શુભવિકલ્પ આવે કે અશુભ રાગ, બન્ને ભાવ અચેતન છે. ચૈતન્યભગવાન આત્મા એનો એમાં અભાવ છે. આહાહા !
י
જેમ સાકરનો ગાંગડો છે, સાકરનો એમાં ઉ૫૨માં કંઈક મેલ છે (કેમ કે ) બાળક છે ને આમ સાકર ખાતો હોય ( ને ) ઉપર હાથ અડાડે તો મેલ હોય તો મેલ છે એ સાકર નથી, મેલ તો ભિન્ન ચીજ છે, એમ સાકર નામ અતીન્દ્રિય આનંદનો સાકરનો ગાંગડો છે પ્રભુ. આહાહાહા ! ને એમાં આ પુણ્ય ને પાપ મેલ એ અચેતન છે. આહાહા ! આ શ૨ી૨-બી૨ તો અચેતન ક્યાંય રહી ગયું આ તો ધૂળ-જડ છે માટી. આહાહા ! પૈસા અચેતન ને ધૂળ છે. ( શ્રોતાઃ– બાજરો કેમ આવે છે?) બાજરો-બાજરો અચેતન છે એને એના કા૨ણે આવવું હોય તો આવે, પૈસાથી બાજરો આવતો નથી, પૈસા એ બીજી ચીજ છે, બાજરો બીજી ચીજ છે. બાજરો કહે છે ને હિન્દીમાં ? આહાહા... થોડામાં ઘણું ભરી દીધું છે. એકકો૨ ૨ામ ને એકકોર ગામ, એકકો૨ પ્રભુ અંદ૨ સચ્ચિદાનંદ પ્રભુ જેમાં પવિત્ર અનંતા ગુણો ચૈતન્યના ભર્યાં છે, એનાથી પુણ્ય ને પાપના