________________
ગાથા-૧૦૯ થી ૧૧૨
૨૬૧ પુદ્ગલ દ્રવ્ય જ એક કર્તા છે. આહાહાહા ! તે તે પરિણામ તેર ગુણસ્થાનના એ અચેતન છે અને એ અચેતન અચેતનનો કર્તા, અને નવું થોડું બાંધે કદાચ એ, તો પણ એ અચેતન અચેતનનો કર્તા, આત્મા ચૈતન્યદ્રવ્ય ભગવાન છે એને કાંઈ લાગે વળગે નહિ. એવું એ ચૈતન્ય દ્રવ્ય છે. એવું અહીં લક્ષ કરાવવું છે.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ )
પ્રવચન નં. ૨૧૦ ગાથા-૧૦૯ થી ૧૧૨શનિવાર, ફાગણ સુદ-૫, તા. ૩/૩/ ૭૯
શ્રી સમયસાર, એકસો નવ, દશ, અગિયાર, બાર ( એનો) ભાવાર્થ છે, ભાવાર્થ છે ને? ભાવાર્થ છે અહીં, ભાવાર્થ – સૂક્ષ્મ વાત છે. શાસ્ત્રમાં સિદ્ધાંતમાં પ્રત્યયોને બંધના કર્તા કહેવામાં આવ્યા છે. પ્રત્યયો નામ આસવો-મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગ આદિ પ્રત્યયોને બંધના કર્તા કહેવામાં આવ્યા છે. શું કહે છે? સિદ્ધાંતમાં ભગવાનની વાણીમાં પ્રત્યયો, એટલે આસવ, (એ) પ્રત્યયો છે ને આસવ, (એટલે શું?) જે ભાવથી નવા કર્મ આવે છે એ ભાવને અહીંયા આસવ કહેવામાં આવ્યા છે. પ્રત્યય નામ આસવ.
ભગવાને મિથ્યાશ્રદ્ધા, અવિરતિ ભાવ, પ્રમાદભાવ, કષાયભાવ ને યોગભાવ એને સિદ્ધાંતમાં બંધના કર્તા કહ્યા છે. એ બંધના કરનાર છે, નવા કર્મ બાંધે છે. “ગુણસ્થાનો પણ વિશેષ પ્રત્યયો જ છે” –આ સિદ્ધ કરવું છે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગ બંધ-બંધના કારણ છે. એમ ગુણસ્થાન પણ બંધના કારણ છે, તેરેય ગુણસ્થાન ઝીણી વાત છે. ગુણસ્થાન પણ વિશેષ પ્રત્યય જ છે. ઓલા સામાન્ય પ્રત્યય કહ્યા. આહાહા! મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ આ વિશેષ પ્રત્યયો છે.
તેથી એ ગુણસ્થાનો બંધના કર્તા છે” આહાહા! હજી ગુણસ્થાનના નામ ન આવડે તો હવે એને બંધના કર્તા(કહેવા) આહાહા! જેમ નીસરણી (સીડી) ચડવામાં જેમ નીસરણી હોય, ત્યાં મેડી ચડવામાં એમ આત્માની પર્યાયમાં ચૌદ પ્રકારના સ્થાન હોય-ચૌદ પ્રકારના ભાવ, એ ભાવમાં તેર પ્રકારના ભાવ છે, એ મિથ્યાત્વાદિ ચાર આસવ છે. એનાં વિશેષ ભેદો છે આ. વિશેષ ભેદ છે તેથી ગુણસ્થાન બંધના કર્તા છે. “અર્થાત્ પુલકર્મના કર્તા છે' –આ ગુણસ્થાન જે તેર કહ્યા, એ નવા કર્મના બંધના કર્તા છે. અહીં શુદ્ધનિશ્ચયનયથી કથન છે. અને તે ગુણસ્થાનઆદિ અશુદ્ધનિશ્ચયથી પર્યાયમાં છે. અને એ કારણે એને વ્યવહાર પણ કહેવામાં આવે છે. અહીંયા તો શુદ્ધનિશ્ચયનયનું કથન છે. આહાહા!
ભગવાન આત્મા, શુદ્ધ ચૈતન્યઘન અનંતગુણનો રાશિ પિંડ પ્રભુ, એમાં આ આસવો છે નહીં. એ ચૈતન્યસ્વરૂપ છે એમાં આસવો અચેતન છે, એ છે નહીં. આવી વાત.! હવે શું કહે છે આમાં ? આત્મા ચૈતન્યસ્વરૂપ છે, જ્ઞાયકસ્વરૂપ જાણકસ્વભાવ આનંદસ્વભાવ, તો એમાં પરદ્રવ્ય તો નથી. શરીર, વાણી, મન, લક્ષ્મી, સ્ત્રી, કુટુંબ-પરિવાર એ તો એમાં છે નહીં, એ ભિન્ન ચીજ છે, પણ એમાં જે પર્યાયમાં ભેદ પડે છે-મિથ્યાશ્રદ્ધા, અવિરતિભાવ, વ્રતનો વિકલ્પ આદિ એ પણ આસ્રવ જ છે નવા બંધના કારણો છે. સમજાય છે કાંઈ....? અરે રે પ્રભુ.
-મિથ્યાત્વ આદિ સામાન્ય પ્રત્યય અને ગુણસ્થાન વિશેષ પ્રત્યય આસવો હવે એટલું તો