________________
ગાથા-૧૦૯ થી ૧૧૨
૨૫૯ છે ને તારો, એમ કહે છે. તારો દ્રવ્ય સ્વભાવ છે એ તો ત્રિકાળ નિરાવરણ છે ને? એને આવરણ હોય તો તો એને ગુણસ્થાનના ભેદ પડે. સમજાણું કાંઈ ? આહાહા!
એ તો પર્યાયને સંબંધ રાગનો છે (પણ) દ્રવ્યને સંબંધ રાગનો છે જ નહિ. આહાહા ! સમજાય એટલું સમજવું બાપુ, આ તો વીતરાગ પરમેશ્વર ગહન વિષય છે. આહા! કહે છે કે પ્રભુ ચૈતન્ય દ્રવ્ય જે છે આખું, એને હિસાબે તો આ તેર ગુણસ્થાન યુગલ છે, અચેતન છે કર્મના પાકના છે પ્રભુનો પાક નહિ ત્યાં, પ્રભુ તો આનંદનો નાથ છે તેના પાકમાં તો અતીન્દ્રિય આનંદ પાકે ત્યાં. એમાં રાગ પાકે એ નહિ. એ તો પુદ્ગલનો પાક છે. માટે તું વેદનારો આત્મા છે, તો કર્તા ઈ છે એમ જે તું કહેવા માગે છો તો એ તારો તર્ક ખોટો છે. આમ કર્તા નથી તેમ તેનો વેદક પણ નથી. સુજાનમલજી! આવી વાત છે. આહાહાહા !
નિશ્ચયથી પુગલદ્રવ્યમય મિથ્યાત્વાદિ, મિથ્યાત્વને તો પુદ્ગલ કીધા મિથ્યાત્વ પરિણામ, અવિરતિ પરિણામ, કષાય પરિણામ, સજોગમાં પણ જે જોગ પરિણામ, એ બધા પુગલ કીધાં, પુદ્ગલના પરિણામના પાક તો પુદ્ગલ કીધાં. આહાહાહા ! એ તો ઓલામાં આવે છે ને ૭પ (ગાથામાં )પુદ્ગલપરિણામ કહીને પછી પુગલ કહી દીધું છે. પુદ્ગલ દ્રવ્ય હા, ઈ ! આહા!
તારો નાથ અંદર બિરાજે છે ચૈતન્ય હીરો, ચૈતન્ય સ્ફટિક રતન એ સ્ફટિક રતનમાં કાળા, પીળા, લીલા રંગની ઝાંય આવી ક્યાંથી? આહાહા ! જ્યારે સિદ્ધ કરવું હોય તો એ કાળી, પીળી, રાતી ઝાંય તો એની યોગ્યતા છે, એથી થઈ છે, એ તો પર્યાયને સિદ્ધ કરવી હોય ત્યારે, પણ જ્યાં દ્રવ્ય જ સિદ્ધ કરવું છે એકલું, અહીંયા, આહાહા! નહીંતર કાંઈ સ્ફટિકમણીમાં કાળા રંગના ફુલ હોય અને ઝાંય પડે છે એ કાંઈ એને લઈને નથી પડતી, એની પોતાની યોગ્યતા છે. પર્યાયની એની પોતાની યોગ્યતા છે, લાકડામાં અહીં રાખશો નહિ પડે, એમાં યોગ્યતા એની નથી, એ કહ્યું'તું ને, દાખલો દિવાસળીનો બીડી પીવાય તો આનીકોર બળને આની કોર ટાટું હોય, દિવાસળીનો છેડે ટાઢો હોય અને ઓલું ઉનું હોય, અને લોઢું હોય પાંચ હાથનું લાંબુ સળીયો, ચાર તસુ અગ્નિમાં મૂકો ઠેઠ સુધી જાશે, હું? લાકડાને નહિ લાગે. લાકડાને તો આ બે ત્રણ આગળનો હોય સળી પણ સળગે તો અહીં ઉનું થતું નથી એની પોતાની યોગ્યતા છે અને લોઢું ત્યાં પાંચ હાથનું હોય ને ચાર તસુ અગ્નિમાં મુકો આટલું આમ, તરત ઉનું ઠેઠ ઉનું (થશે ) ઝાલી નહિ શકાય, એની પોતાની યોગ્યતા છે, સમજાણું કાંઈ? એમ જ્યારે વિકારને સિદ્ધ કરવો હોય એની પર્યાયમાં ત્યારે એની પોતાની યોગ્યતા છે. આહાહા!
પણ અહીં તો પર્યાય નહિ, આ તો દ્રવ્ય સિદ્ધ કરવું છે, એકલું દ્રવ્ય અંદર ચૈતન્ય હીરો “સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય એવું શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે હું છું, ખંડજ્ઞાન તે હું નહિ.” આહાહા ! એ સમ્યગ્દષ્ટિ આમ ભાવે છે, પણ આ તો સમ્યગ્દર્શન પહેલાં પણ એને આ સમજાવે છે. એ ય! આહાહા ! પ્રભુ તું મોટો મહાપ્રભુ છો તું એની વાત તો તું ભૂલી ગયો અને આ કરે ને આ કરે ને આ વેદે ને આ કરે ને એ શું છે, જે રાગને કરે નહિ, ગુણસ્થાનને કરે નહિ, એને વેદે નહિ, એ વાત અંદર પડી તો પડી રહી ચીજ આખી. આહાહા! સમજાણું કાંઈ ? શાંતિભાઈ ! આ હીરામાણેકમાં તમારે ક્યાંય આવ્યું ન હોય, તમારે ત્યાં, આને લાદીમાં ન આવ્યું હોય ક્યાંય, તમારે વકિલાતમાં ક્યાંથી