________________
૨૫૮
સમયસાર સિદ્ધિ ભાગ-૫ કારણકે ભાવ્યભાવકભાવનો અભાવ, બધા ભાવ્યભાવક ભાવનો અભાવ, બધા ભાવ ભાવ, ભક્લા જે કર્મ જે છે પુગલ તેર ગુણસ્થાન, પુદ્ગલ છે. એ ભાવક છે અને એનું ભાવ્ય નવું કાંઈક કરવામાં આવે એ એનું ભાવ્ય કહેવાય. એવા ભાવકનું જે ભાવ્ય, એવો જે ભાવ, ભાવકનો ભાવ્ય એવો જે ભાવ, એનો સ્વરૂપમાં અભાવ છે. શું કહ્યું? ભગવાન ચૈતન્ય સ્વરૂપની આગળ જે ગુણસ્થાન છે, તે ભાવક છે અને એનું ભાવ્ય નવું બંધાય એ એનું ભાવ્ય છે, અથવા કર્મ ભાવક છે અને તેર ગુણસ્થાન એનું ભાવ્ય છે. આહાહાહા ! એવા ભાવકના ભાવ્યનો ભાવ એનો પ્રભુમાં અભાવ છે. આહાહાહા ! કહો પંડિતજી! આહાહાહા ! (શ્રોતાએને ને એને પ્રવચનસારમાં જીવનો કહ્યો છે.) એ કઈ અપેક્ષાએ કહ્યું એ જાણવું જોઈએ ને? એથી આ જયસેન આચાર્યે હળદરનું કહે, એમ કે પુત્ર છે એ બેયનો થઈને છે, એમ કે પર્યાય છે આની અને બીજું પુગલકર્મ એમ નાખ્યું છે, એમાં અહીં આ ઠેકાણે ટીકામાં, પણ એનું એકાંત લઈ લ્ય તો એમે ય નથી.
ખરેખર તો પર્યાય છે તે કાળે વિકૃત અવસ્થા છે તે સમયે તે તે કાળે ઉત્પન્ન થાય, તે ઉત્પન્ન પણ કોને? કે જેનું લક્ષ દ્રવ્ય છે, ક્રમબદ્ધનું લક્ષ તેને દ્રવ્ય લક્ષ છે, ક્રમબદ્ધના લક્ષવાળો અકર્તા છે અને અકર્તા છે તે માટે જ્ઞાતાદેષ્ટા છે, અને જ્ઞાતાદેષ્ટા છે એ જ્ઞાનને જાણે છે, અંદર જ્ઞાયકને જાણે છે, એને એ રાગાદિનો ભાવ, એનો નથી, એ પરનો છે એમ કહીને કાઢી નાખ્યું છે. સમજાણું કાંઈ ? એને એ રાગ પછી કર્મ જ કરાવે છે, એ એની પર્યાયની, એના કોઈ ગુણમાં એવો કોઈ ગુણ નથી, દ્રવ્ય તો એવું છે, પણ દ્રવ્યના અનંતગુણોમાં એકેય ગુણ એવો નથી, કે રાગને કરે, એવો એકેય ગુણ નથી અનંતા અનંતા ગુણો. તે અનંતા અનંતા ગુણોનો કંદ રસકંદ પ્રભુ દ્રવ્ય છે. આહાહા ! એ કહે છે, એ ગુણસ્થાનને કેમ કરે? અને ગુણસ્થાન કર્મને કરે તો કરો. આહાહા ! અને વેદે તો એ વેદો, ત્યાં જાય છે આત્મા એને વેદે છે, રાગને, દુઃખને એ કર્મનું ફળ છે એને આત્મા વેદે નહિ એ તો કર્મ વેદે, પર વેદાય છે. આહાહાહા ! અહીં તો આનંદનું વેદન છે, એનું અહીં હજી તો એને સાંભળનારને લક્ષ દ્રવ્ય ઉપર કરાવી અને આ કોણ બાંધે છે કર્મ એ એને સમજાવવું છે. આહાહા !
પુદ્ગલમય મિથ્યાત્વાદિને વેદતો જીવ પોતે જ મિથ્યાષ્ટિના કર્મને કરે છે એમ શિષ્ય તર્ક કર્યો, તેનો જવાબ “આ તર્ક ખરેખર અવિવેક છે” કારણકે ભાવ્યભાવકભાવનો અભાવ હોવાથી આત્મા નિશ્ચયથી પુગલદ્રવ્યમય મિથ્યાત્વઆદિનો ભોક્તા પણ નથી. આહાહા ! જીવ દ્રવ્ય છે એ મિથ્યાત્વને, રાગને ભોગવે શી રીતે? વસ્તુ છે એ તો. (શ્રોતા:- શિષ્ય પર્યાયથી વાત કરી) એ તો વાત એ રીતે જ કરે ને, એને તો આમ વેચાય છે ને, એમ કહે, પણ ઓલી વસ્તુ છે એ ક્યાં વેદે છે? એ એમાં છે જ કયાં? ત્યાં જા ને. આહાહાહા ! રાગ વેદાય છે એ તો પુગલનું વેદન છે. અરેરે ! આવું છે, કેમ કે પ્રભુ આત્મામાં ક્યાં છે એ ? રાગનું કરવું નથી, તેમ રાગનું વેદવું વસ્તુમાં ક્યાં છે? આહાહાહા ! આવો ચૈતન્ય પ્રભુ મહાત્મા, મોટો મહાત્મા મહું– આત્મા પોતે અંદર છે. એ વિકારને કેમ કરે ને વિકારને કેમ ભોગવે. આહાહાહા ! (શ્રોતા:કઠણ છે) કઠણ છે તેથી તો હળવે હળવે કહેવાય છે જરી. મારગ એવો છે બાપુ, આહાહા ! આ તો પરમ સત્ય છે, ત્રિલોકનાથ સર્વજ્ઞ જિનેશ્વરદેવની વાણી છે. આહાહાહા ! પ્રભુ તું દ્રવ્યસ્વભાવ