________________
૨૬O
સમયસાર સિદ્ધિ ભાગ-૫ આવે. આહાહા!
પુદ્ગલદ્રવ્ય મિથ્યાત્વાદિનો ભોક્તા પણ નથી. તો પછી પુદ્ગલકર્મનો કર્તા કેમ હોય? જ્યારે તેનો ભોક્તા પણ નથી તો કર્તા કેમ હોય ? આહાહાહા ! માટે એમ ફલિત થયું એનું ફળ એ આવ્યું કે જેથી પુદ્ગલદ્રવ્યમય ચાર સામાન્ય પ્રત્યયોના ભેદરૂપ તેર વિશેષપ્રત્યયો પ્રત્યય કહો કે આસવ કહો, પુદ્ગલદ્રવ્યમય એક તો એક વાત ત્યાંથી ઉપાડી, પુગલદ્રવ્યમય પહેલાં કહ્યું 'તું ને ખરેખર પુદ્ગલકર્મનો પુદ્ગલદ્રવ્ય જ એક કર્તા છે, તે આંહીં લીધું, પુદ્ગલદ્રવ્યમય ચાર સામાન્યપ્રત્યયોના ભેદરૂપ, પુદ્ગલદ્રવ્યમય ચાર સામાન્ય એટલે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, એ સામાન્યપ્રત્યયો એટલે આસવો એના ભેદરૂપ તેર વિશેષ આસવો કે જેઓ “ગુણ” શબ્દથી કહેવામાં આવે છે, ગુણ એટલે ગુણસ્થાન, ગુણ એટલે ગુણસ્થાન. આહાહા! આવું ક્યાં નવરાશ માણસને, આમાં બાઈયુને ને તો બચારાને છોકરા સાચવવા એક, બે વર્ષનો ને એક ચાર વરસનો છે. એક છ વરસનો, આઠ વરસનો, છ સાત છોકરા સાચવવાના એકલા, આમાં ક્યાં આવું નિર્ણય કરવા વખત મળે. જિંદગી ચાલી જાય છે. આહાહા !
પ્રભુ, તું એક ચૈતન્ય રતન એ અચેતનમાં કેમ આવે પ્રભુ? ચૈતન્ય હીરલો એ અચેતન રેતીમાં, ધૂળમાં કેમ આવે એ. એમ કહે છે અચેતન કીધું ને? ચૈતન્ય રતન હીરો પ્રભુ એ ગુણસ્થાન અચેતન છે, એ ધૂળમાં આ હીરો ક્યાંથી આવે? આહાહાહા ! અને જ્યારે વેદનને તું કહેતો હો તો એ પણ અમે કહીએ છીએ કે ભગવાન જે આનંદનો નાથ પ્રભુ છે એ અચેતનમાં, વેદનમાં ક્યાંથી આવે એ? આહાહા ! (શ્રોતા:- દ્રવ્ય લેવું છે.) પણ પ્રભુ મોટો મહાદ્રવ્ય, દ્રવ્ય એટલે બાપા શું કહીએ. આહાહા ! આંહીં તો એને ય તર ગુણસ્થાનની પર્યાયને પણ પુદ્ગલનું કર્મ ઠરાવ્યું છે તેં, આહાહાહા ! એ ચૈતન્ય વસ્તુ મહા પ્રભુ મહાત્મા છે, એ મોટો આત્મા મહાપ્રભુ છે. આવે છે ને મહા પદાર્થ. આહાહા! ભાઈ એ વસ્તુ મહાપદાર્થ પ્રભુ છે, ભલે તને એમ શંકા પડી કે ત્યારે કર્મ કોણ કરે? ભાઈ મહાપરમ પ્રભુ ચૈતન્ય છે, એમાં અચેતનપણું ક્યાંથી આવે? કે જેથી અચેતનને આત્મા કરે? એ મહાપ્રભુ ચેતન છે, એ અચેતન વેદનમાં ક્યાંથી આવે? એ ભગવાન પૂર્ણાનંદનો નાથ છે આ તો મિથ્યાષ્ટિને પણ મિથ્યાત્વથી માંડીને એનો કર્તા દ્રવ્ય નથી એમ કીધું છે. સમજાણું કાંઈ ? પણ કોને? કે જેને આ શું છે એ જાણવાની ઇચ્છા છે અને લક્ષ દ્રવ્ય ઉપર કરવું છે એને. આહાહાહા !
માટે એમ ફલિત થયું કે પુદગલ દ્રવ્યના ચાર સામાન્ય પ્રત્યયો, મિથ્યાત્વાદિ ચાર આસવ. તેર વિશેષ પ્રત્યયો જેમનું નામ ગુણસ્થાન છે તેઓ જ કેવળ કર્મોને કરે છે. આહાહાહા ! ભગવાન દ્રવ્ય સ્વભાવ ગુણસ્થાનને કરે નહિ. તો પુદ્ગલકર્મને કેમ કરે? નવા બાંધે કેમ એને બાંધવુ ક્યાં. આહાહા! કેવળ કર્મોને કરે છે.
તેથી જીવ પુદ્ગલકર્મોનો અકર્તા છે “ગુણો” જ તેમના કર્તા છે. ગુણો એટલે ગુણસ્થાન તેર ગુણસ્થાન તેમના કર્તા છે, અને ગુણો તો પુદ્ગલદ્રવ્ય જ છે, એ તેર ગુણસ્થાન તો પુદ્ગલના પરિણામ કહ્યા'તા, એ પુદ્ગલદ્રવ્ય છે. એ તો પહેલેથી પુદ્ગલદ્રવ્ય કીધું 'તું. આહાહા ! ખરેખર પુદ્ગલકર્મનો પુદ્ગલદ્રવ્ય જ એક કર્તા છે. આહાહાહા! તેથી એમ ઠર્યું કે પુદ્ગલકર્મનો