________________
ગાથા-૧૦૯ થી ૧૧૨
૨૬૫ નથી, (શ્રોતા – કેટલા રૂપીયા આપે તો ધર્મ થાય) (અરે !) કરોડ આપે તો ય શું છે? એમાં (જો) કરોડ રૂપિયા મારા છે એમ માનીને આપે તો તો મિથ્યાત્વ છે, પાપ મિથ્યાત્વનું પાપ છે. આહાહા ! આકરું કામ ભાઈ, જનમ મરણથી રહિત થવાનો રસ્તો બાપુ. આહાહા !
આહાહા! પ્રભુ કહે છે- પ્રભુ કહે છે કે એક વાર સાંભળ તો ખરો! પ્રભુ તું તારા અનંતકાળના પરિભ્રમણના ભાવનું શું સ્વરૂપ છે, એ સાંભળ તો ખરો. આહાહા ! પ્રભુ તું ચૈતન્યમૂર્તિ ને અંદર અનંત અનંત ગુણોનો પિંડપ્રભુ છો, ચૈતન્ય હીરો, જેની કિંમત ન મળે, અણમોલ ચીજ છે અંદર, ભગવત્ સ્વરૂપ છે-જિનસ્વરૂપ છે. આહાહા!
“ઘટ ઘટ અંતર જિન બસે ને ઘટ ઘટ અંતર જૈન
મત મદિરાકે પાન સોં, મતવાલા સમજે ન” -આહાહા! એ વીતરાગી સ્વરૂપે બિરાજે છે અંદર તું અત્યારે હોં. ત્રિકાળ એનું સ્વરૂપ જ વીતરાગ સ્વરૂપ જ ક્યાં છે ચૈતન્યસ્વરૂપ વીતરાગસ્વરૂપ અકષાયસ્વરૂપ પરમાનંદસ્વરૂપ પરમ પ્રભુતા સ્વરૂપ. આવો ભગવાન અંદરમાં દ્રવ્યસ્વભાવ છે. એનાથી વિરુદ્ધમાં આ પુણ્ય ને પાપ ને તેરે ય ગુણસ્થાન આદિ ભાવ આસવ, એ નવા બંધના કારણ છે–સંસારમાં પરિભ્રમણનું કારણ છે. ઓહોહો! આકરું કામ. સોનગઢવાળા જ આવું કહે છે કે બીજા કહે છે? આવું કહે છે લોકો એમ. અરે, ભગવાન પણ સાંભળ તો ખરો તું, જો તો ખરો જરીક. સંસારના નામાં તપાસે છે ને તારી પાસે મારા દશહજાર (લેણાં) છે, ઓલો કહે કે પણ પાંચ હજાર મારા ચોપડામાં નીકળે છે તમારા લેણાં! ઓલો કહે કે દશહજાર નીકળે છે. લાવો, કાઢો ત્યાં મેળવે માળા' વાણિયા, ઘાસતેલ બાળીને આંહી નામું મેળવવું હોય ભગવાન શું કહે છે ને હું શું માનું છું! આહાહા ! (શ્રોતા આવડે નહીં તો મેળવે શી રીતે?) માટે તો કહે છે ને કે હવે આવો મનુષ્યભવ મળ્યો, એમાં આવા ભવના અભાવની વાત જો ન સાંભળી ખરેખર તો ભવના અભાવ કરવા માટે આ ભવ છે. આહાહા ! ભવનો અભાવ કરવાની આ ચીજ છે. આહાહા !
–આટલામાં ઘણું સમાડી દીધું, તેથી આ સિદ્ધ થયું એટલે એ મિથ્યાત્વ, અવિરતિ, વ્રતવિકલ્પ આદિ જે બધું છે એ આસવ છે, બંધના કારણ છે. કેમ કે એ અચેતન છે, કેમ કે એ પુદ્ગલ છે, એ જીવ નહિ. (શ્રોતા – આપ કહો છો જીવ, વિકાર કરે નહીં!) દ્રવ્ય વિકાર કરે નહીં દ્રવ્ય તે વિકાર કરે, વસ્તુ? એ તો પર્યાયમાં વિકાર થાય છે એ અચેતન છે-જડ છે. આહાહા! ચૈતન્ય હીરો-સૂર્યના કોઈ પ્રકાશમાં અંધકાર હોય? સૂર્યના કેટલા કિરણો નિકળે છે? હજારો, કોઈ કિરણ કોલસાના જેવું હોય કોઈ ? એમ ભગવાન આત્મા(માં) એવા તો અનંતા અનંતા સૂર્યના પ્રકાશના કિરણો ગૌણ છે. અહીં તો એવો અનંત પ્રકાશનું નૂર ભર્યું પડ્યું છે અંદર. આહાહાહા ! પણ એની સામું જોવાનુંય ક્યાં છે, પરમાં જોઈ-જોઈને આખી જિંદગી કાઢી અનંત ભવ. આહાહા ! એ અંદર ભગવાન બિરાજે છે પ્રભુ આ દેહ-દેવળમાં એ શરીર સ્ત્રી-પુરુષ- એ તો જડના છે. એ કાંઈ આત્મા નથી. અંદર ભગવાન આત્મા, પરમબ્રહ્મ, આનંદકંદ, જ્ઞાયકનીમૂર્તિ, અનંતગુણ-પવિત્રતાની ખાણ, એવો ભગવાન આત્મા, એમાં જે પર્યાયમાં આવા પુણ્ય-પાપના આસવભાવ થાય છે એ અચેતન છે, એ ચૈતન્યની જાતના નહિ એ કારણે એને પુદગલ દ્રવ્ય કહેવામાં આવ્યા છે. તો એ પુદ્ગલદ્રવ્ય પુગલદ્રવ્યનો કર્તા છે. નવા બંધનનો એ પુગલદ્રવ્ય