________________
૨૬૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫ કહ્યું, તો હવે છે શું? કે આ આત્મામાં રાગ દ્વેષ, પુણ્ય પાપના ભાવ ઉત્પન્ન થાય છે એ છે શું? કે એ અચેતન છે. આહાહાહા !
ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ આનંદનો નાથ, એ રાગાદિ ભાવમાં આવતો નથી રાગ અને રાગનો કર્તા આત્મામાં અનંત ગુણ છે એમાં આ સ્વભાવ નથી. આહાહાહા ! તો જે તેર ગુણસ્થાન મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ-સામાન્ય ને વિશેષ તેર, એ અચેતન છે. આહાહા ! ઓલા બંધના કર્તા કહ્યા કેમ કે એ અચેતન છે. એ ચૈતન્ય ભગવાન આત્માનો સ્વભાવ નહીં. આહાહાહા!(શ્રોતા- એ તો પર્યાય છે!) એ કીધું નહીં? એ તો અશુદ્ધનિશ્ચયનયથી પર્યાય છે. અશુદ્ધનિશ્ચયનય વ્યવહારમાં જાય છે. વ્યવહારનો આંહી નિષેધ કરવો છે. ઝીણી વાત છે બાપુ! ધર્મ એ કોઈ ચીજ એવી છે અત્યારે તો સાંભળવા મળવું મુશ્કેલ છે. આહાહા ! એથી તો એ ચોરાશીના અવતાર(માં) રખડી મર્યો છે. કહે છે, એ આસવને લઈને, એ આસવ મારા છે, એવી માન્યતાને લઈને ચાર ગતિમાં રખડવાના, ચોરાશીના અવતાર અનંતવાર થયા, અને
જ્યાં સુધી એ મિથ્યાત્વભાવ છે આસવો મારા છે, ત્યાં સુધી એને અનંત સંસારમાં રખડવું પડશે. આહાહા !
ત્રણ વાત કરી આમ તો. શું ત્રણ?કે મિથ્યાત્વ, અવ્રત, કષાય અને યોગ, એ સામાન્યસંક્ષિપ્તમાં આમ ટૂંકામાં આસવો છે. અને તેર ગુણસ્થાન એનાં વિશેષ છે, એ પણ પ્રત્યયો, આસવો છે. એટલી વાત. હવે એ કર્મબંધનના કારણો છે, આત્મા નહિ. કહે છે ત્યારે કેમ? કે એ અચેતન છે-અચેતન છે. આહાહાહા! ભગવાન આત્મા, ચૈતન્યબિમ્બ ચૈતન્યના પ્રકાશનું નૂર એનું પૂર છે પ્રભુ અંદર. આ રાગ-દ્વેષ-ગુણસ્થાન આદિ, ચૈતન્યજ્ઞાયકભાવનો અભાવ છે જેમાં. આહાહાહા ! એ કારણે એ ગુણસ્થાનો અને મિથ્યાત્વ-અવ્રત–આદિ અચેતન કહેવામાં આવ્યા છે.
એક બાજુ ભગવાન ચૈતન્ય ને એક બાજુ આ પર્યાયમાં રાગ આદિ–ગુણસ્થાન અચેતન. આવું આકરું છે, કહો હસુભાઈ ? બહુ આકરું કામ બાપા. જનમ-મરણ રહિત થવાનો કોઈ માર્ગ, આ તો રખડવાના માર્ગમાં પડયા છે દુનિયા આખી ચોરાશીના અવતારમાં રખડશે. આહાહા ! ક્યાંય, રાજા મરીને ભૂંડ-ભૂંડ થાય. આહા! શેઠિયા મરીને ગાય થાય. આહાહાહા ! કેમ કે વસ્તુ શું છે એની ખબર નથી-આત્મા શું ચીજ છે? તો આત્મા અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનો કંદ છે. એ ચૈતન્યસ્વભાવી આત્મા, એમાં જે આ પુણ્ય-પાપના ભાવ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, કામ ક્રોધના ભાવ થાય છે એ ભાવ છે એ અચેતન છે. આહાહાહા ! ગળે ઊતરવું કઠણ પડે એવું સાંભળતાં. જેટલો અંદર દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, કામ ક્રોધના ભાવ એને અહીંયા આસવ કીધાં છે કેમ કે એ પરિણામ, નવા બંધના કારણ છે નવા બંધના એ કારણો છે. આહાહાહા ! એમ સિદ્ધ કરીને પછી કહે છે એ બંધના કારણ છે કેમ? કે એ અચેતન છે. આહાહા !
દયાનો ભાવ આવવો (એ) રાગ છે દયા. આહાહા! શરીર, વાણી, મન અને કુટુંબકબીલાને સાચવવાનો ભાવ આવે એ તો પાપ, પણ દયાનો ભાવ આવે એ પુણ્ય, પણ એ પણ બંધનું કારણ છે. કેમ બંધનું કારણ છે? ભગવાન ચેતન છે, ત્યાં એ રાગ છે એ અચેતન છે, એમાં ચૈતન્યનું કિરણ નથી, જેમ સૂર્યના કિરણમાં પ્રકાશ હોય છે એમ ચૈતન્ય સ્વરૂપ પ્રકાશની