________________
૨૫૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫ ધીરૂભાઈ-ધીરૂભાઈ નહિ, અનુપમચંદભાઈ લાઠીવાળા. આહાહા!
ચૈતન દ્રવ્ય જે છે, ચેતન દ્રવ્ય જે છે એ બધાય એના ગુણો ચૈતન્યસ્વરૂપ છે, અને તે પણ અખંડ, અભેદ, પૂર્ણ છે, એવું જે જીવ દ્રવ્ય એ તેર ગુણસ્થાન કર્મને કરે ને થોડું બંધાય તો ભલે બાંધો, એને વસ્તુને શું છે? આહાહા ! આંહીંયા તો મગજમાં એમ આવ્યું'તું તેદિ કહ્યું'તું કે એવો જીવ લીધો છે, કે જે છે મિથ્યાત્વમાં પણ પુગલ-પુગલને કરે ને જીવ ન કરે એ કેમ છે. આ શું કહો છો તમે, મને સમજાતું નથી, શંકા નહિ પણ આશંકા, કહે સાંભળ ભાઈ, એ અચેતન મિથ્યાત્વાદિ ભાવ છે, એ પુદ્ગલને કરે તો કરો, ત્યારે શિષ્ય કહે છે પણ પ્રભુ તમે કર્તા એને નો કીધું પણ વેદે કોણ? જડ વેદે? અચેતનને વેદે છે કોણ? પુદગલકર્મના ફળને વેદે છે કોણ? આત્મા વેદે છે, માટે કર્તા એને કહેવાનું? કે સાંભળ સાંભળ એ તારો અવિવેક છે. એ પુલકર્મને આત્મા વેદે નહિ. આહાહા! સમજાણું કાંઈ?
આ તર્ક ખરેખર અવિવેક છે, કારણ ભાવ્યભાવકભાવનો અભાવ હોવાથી” પુદ્ગલકર્મ ભાવક એનો જે ભાવ્ય આ તેર ગુણસ્થાન આદિની પર્યાય એનો અભાવ હોવાથી ભાવ્યભાવક ભાવનો અભાવ હોવાથી, ભાવક જે કર્મ એનું જે ભાવ્ય એ તેર ગુણસ્થાન એ પુદ્ગલનું ને પરિણામ એવો જે ભાવ એનો અભાવ હોવાથી, આત્મામાં તેનો અભાવ છે. આહાહા! કર્મના પાકથી થયેલો અચેતન ગુણસ્થાનનો ભેદ એ ખરેખર એ ભાવ્ય છે, એ કર્મ ભાવક છે તેનું એ ભાવ્ય છે, એ કર્મ ભોગવે તો ભોગવો. આત્માને શું છે? આહાહા! અટપટું છે. કેમકે ભાવ્યભાવકભાવનો અભાવ હોવાથી, પ્રભુ, ચૈતન્ય દ્રવ્ય છે તેમાં જે આ પુદ્ગલ રાગાદિનો ભાવ, કર્મનો ભાવ છે વિપાક, તેને આત્મા કેમ વેદે ? આહાહા ! કેમ કે એ ભાવકના ભાવ્યનો ભાવ છે. ભગવાન જ્ઞાયક ને એનો એ ભાવ છે એમ નથી. આહાહા ! આવું ઝીણું છે આવું. આહાહા !
ભગવાન અંદર આનંદનો નાથ, અતીન્દ્રિય આનંદ ઠસોઠસ ભરેલો શાશ્વત, શાશ્વત વજ, શાશ્વત હીરલો છે પ્રભુ! એ અચેતનમાં કેમ આવે? એ અચેતન જે છે એ તો પુદ્ગલના કાર્ય છે, અને એનાથી નવું બંધાય થોડું તો ભલે બાંધો. ત્યારે શિષ્ય કહે પણ તમે કર્મનું કર્તા તો ભલે ઉડાડયું, પણ વેદે છે કોણ? જડ વેદે દુઃખને? સાંભળ સાંભળ કહે છે. એ રાગને વેદે એ ભાવ્યભાવક છે એ પરનો છે તેને વેદે ? આત્મા ન વેદે, એ તો જ્ઞાયકમૂર્તિ પૂર્ણાનંદ છે ઈ એને વેદે? આહાહા ! તો દ્રવ્યને નિરાળો સિદ્ધ કરવો છે. દેવીલાલજી! આવું છે.
ભાવ્યભાવકભાવનો અભાવ હોવાથી, એ કર્મ છે એ ભાવક છે અને એનું ભાવ્ય એ એનું છે કર્મનું, એનો તો ભગવાન આત્મામાં અભાવ છે, ભાવક ભાવ્યનો ભાવ, કર્મ ભાવક છે એનું ભાવ્ય જે દુઃખનું આવવું દુઃખાદિ કે સુખ કલ્પના એ બધું ભાવકનું ભાવ્ય છે. એ એના ભાવનો જીવમાં તો અભાવ છે. આહાહા !
કઈ અપેક્ષા છે, એ અપેક્ષા સમજવી જોઈએ ને? પાછું બધે ઠેકાણે મૂકી હૈ કે જુઓ ઉપાદાનથી ય થાય ને નિમિત્તથી ય થાય છે. જુઓ આંહી ચૌદ ગુણસ્થાન, તેર તો નિમિત્ત છે એનું પોતાનું ઉપાદાન અંદર નથી, શુદ્ધ ઉપાદાન કઈ અપેક્ષા છે. બાપુ આંહીંયા તો ભગવાન દ્રવ્ય એકદમ સકળ નિરાવરણ અખંડ પ્રતિભાસમય પરમાત્મા પોતે, એ પરમાત્મા પોતે