________________
૨૫૪
સમયસાર સિદ્ધિ ભાગ-૫ કીધુંને? કૃણુત એમ કીધું'તું ને ઓલામાં અર્થ શું કર્યો'તો, છે? હે જ્ઞાનના ઇચ્છક પુરુષો કૃણુત, સુણો અમૃતચંદ્રાચાર્ય કહે છે સાંભળ ભાઈ, વાત તો એને ય ઓલો જ્ઞાનનો ઇચ્છુક છે એ, એને કહે છે કે સાંભળ. આહાહા ! તું એવી ચીજ છો અંદર જીવદ્રવ્ય કે જેમાં આ તેર ગુણસ્થાન નથી અને તેથી તે ગુણસ્થાનને તું પ્રભુ ચૈતન્ય છો, તો ગુણસ્થાનને અચેતન કહીએ છીએ. આહાહા ! એ અચેતન નવા કર્મને થોડો સમય કરે તો કરો, જીવને શું આવ્યું? આહા!
આ ગાથાઓ જુદી જાતની છે. અશુદ્ધ નિશ્ચયથી જે પર્યાય થાય છે અને વ્યવહાર ગણીને પુદ્ગલના કર્મનો પાક ગણ્યો. અહીંયા એકલો દ્રવ્યસ્વભાવ જે છે ચૈતન્યમૂર્તિ જ્ઞાનનો કંદ છે, અતીન્દ્રિય આનંદનો રસકંદ વસ્તુ છે. આહાહા ! એ વસ્તુમાં વળી આ મિથ્યાત્વ ને ગુણસ્થાન ને કુણસ્થાન એમાં ક્યાં છે. આહાહા ! માટે તે બધાં પુદગલકર્મના વિપાક છે, પુગલકર્મનું ફળ છે, ચૈતન્યનું નહિ. આહાહા ! એને લક્ષ ફેરવાવે છે. સાંભળ કરીને લક્ષ ફેરવાવે છે. આ અંદર ભગવાન, ભલે કહે છે મિથ્યાત્વાદિ ગુણસ્થાન હોં, પણ આમ અંદરમાં શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન પૂર્ણાનંદ છે, જો તેનું ત્યાં લક્ષ કરવા જઈશ તો ત્યાં એ ૧૩ ગુણસ્થાન થોડીવાર બંધનનો કર્તા થાય તો થાવ, તારા જીવ દ્રવ્યને કાંઈ નથી. આહાહાહા ! ઓહોહો!
એક બાજુ કહે કેનિશ્ચયથી રાગનો કર્તા નિશ્ચયથી જીવ છે. ૧૮૯ ગાથામાં છે પ્રવચનસાર, નિશ્ચયથી છે, નિશ્ચયનયથી છે રાગ ને પુણ્યપાપના પરિણામનો નિશ્ચયનયથી કર્તા છે ૧૮૯ ગાથા. ત્યાં એની પર્યાયમાં છે એમ બતાવવું છે, પણ અહીં તો વસ્તુ જ્યાં અંદર પૂર્ણાનંદ જ્યાં પર્યાયેય એમાં નથી અંદર, ક્ષાયિકભાવ, ઉપશમભાવ પણ જેમાં નથી. તેવો સહજ પરમ પારિણામિક સ્વભાવરૂપ પિંડ પ્રભુ. આહાહા ! સહજ પરમસ્વભાવભાવનો પિંડ આત્મા, એ શું કરે? કહે છે, એ ગુણસ્થાનને શું કરે, અને એ નવા કર્મને ય શું કરે? આહાહા!
અટપટુ છે થોડું, હેં? (શ્રોતાઃ- આપ ચોખ્ખું કરી દો ) આટલું તો કરીએ છીએ, અંદર શ્ણુત એમાંથી શબ્દ છે, એ ય, જ્ઞાનના ઈચ્છક સાંભળ એમ કીધું છે ને? વંદિતું એમાં સાંભળ એમ નથી આવ્યું ત્યાં, વાચ્છામિ આવ્યું છે, કહીશ. આંહીં તો અમૃતચંદ્રાચાર્ય પોતે કહે છે કે જો તને આમાં શંકા પડે કે આ પુદ્ગલકર્મનો કર્તા કોણ? આત્મા કર્તા નહિ, તો પુદ્ગલકર્મ તો થાય છે, કહે સાંભળ સાંભળ તારે સમજવું હોય તો સમજ એ પુદ્ગલકર્મ છે ૧૩ ગુણસ્થાન, એ પુદ્ગલકર્મના વિપાક છે, એથી તે અચેતન છે, એ અચેતન થોડા અચેતનને કરે, નવું બંધન ને વ્યાપ્યવ્યાપક થઈને, જીવ દ્રવ્યને શું છે? આહાહાહાહા ! જીવદ્રવ્ય વ્યાપક થઈને ગુણસ્થાન કરે એ તો છે નહિ. તો પછી નવા કર્મ બાંધે એ તો એનાં દ્રવ્યસ્વભાવમાં નથી. આહાહાહા !
કથની જુદી જાતની છે, કેવળ વ્યાપ્યવ્યાપકભાવે જોયું? તેર કર્તાઓ કેવળ વ્યાપ્યવ્યાપક ભાવે આત્માને શું સંબંધ છે, કહે છે. આહાહા ! કાંઈ પણ પુગલકર્મને જો કરે તો ભલે કરે, આહાહા ! તેમાં જીવને શું આવ્યું? ભગવાન તો જે ચિદાનંદઘન છે એમાં કાંઈ ઓછપ કે ઉણપ છે નહિ. આહાહા ! એમાંથી પાછું કોઈ એમ કાઢે કે જોયું વિકાર થાય છે એ કર્મને લઈને થાય છે, આંહીં તો સ્વભાવની સ્થિતિ સિદ્ધ કરવી છે, કે ભગવાન તારો સ્વભાવ ચેતન સ્વભાવ છે. અને આ ૧૩ ગુણસ્થાનો અચેતન સ્વભાવ છે, એમ ભિન્ન કરવું છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? આહાહા !