________________
ગાથા-૧૦૯ થી ૧૧૨
૨૫૩ ન થાય એવું નાખ્યું છે. દિકરો એમ કે એકથી ન થાય, બે જણા હોય તો થાય આદમી અને બાઈ, એમ બે નો દિકરો, એકનો દિકરો નથી એમ કહીને અહીંયાં એ પુદ્ગલકર્મનું કાર્ય છે એમ એને બતાવવું છે. ચૈતન્યની પર્યાય છે એની યોગ્યતા પણ પુદ્ગલ ભેગું છે ત્યારે એ કાર્ય થયું છે, એમ કહે છે. એ આ ટીકામાં છે આમાં. આહાહા !
તેર કર્તાઓ જ કેવળ પાછું, છે? મિથ્યાત્વ, સાસાદન, મિશ્ર, અવિરતિ, સમ્યગ્દષ્ટિ, વિરતા વિરતિ, શ્રાવક વિરતિ મુનિ, અપ્રમત સાતમુ આદિ તેર, એ અચેતન છે, તેરે ય ગુણસ્થાન, એ ૬૮માં ય આવી ગયું છે. જવથી જવ થાય એમ આવી ગયું છે. આગળ, પુગલથી પુદ્ગલ થાય એમ.
જેઓ પુગલકર્મના વિપાકના પ્રકારો હોવાથી, અત્યંત અચેતન છે.-એવા તેર કર્તાઓ જ કેવળ આમાં લે, માળાઓ નાખે છે, જુઓ કર્મને લઈને થયું આ ગુણસ્થાન, અહીં બીજી વાત સિદ્ધ કરવી છે એ બધું પુદ્ગલ આ છે આ અપેક્ષાએ, ઓલી અપેક્ષાએ લેવા જાય તો પર્યાય તો એની છે ને પોતે કરેલી છે ક્રમબદ્ધમાં પણ એના સ્વરૂપમાં નથી. જેને સ્વરૂપનું લક્ષ કરવું છે એને ભલે મિથ્યાત્વ આદિ હો, છતાં આ સ્વરૂપના લક્ષે એ બધા તેર કર્તાઓ છે, તેનો પોતે જ્ઞાતા થઈ જાય છે. પછી મિથ્યાત્વેય ટળી જાય છે, અને ઓલું ય ટળી જાય છે. આહાહા ! ઝીણી વાત
એમાં જીવને શું આવ્યું?” પુદગલકર્મને કરે પુદ્ગલ તો કરો, તેર વ્યાપ્યવ્યાપકથી, કર્તાકર્મથી ઠીક. આહાહા ! એ તેર ગુણસ્થાન કર્તા અને નવું બંધાય તે તેનું કર્મ. આહાહા ! એ કહે થોડીવાર હાલે. વસ્તુ જે આમ છે પૂર્ણ એના ઉપર જો એનું લક્ષ ગયું તો એને આ તેર ગુણસ્થાન કર્તાપણું થોડા વખત કરે તો, (કરે એમાં) જીવને શું આવ્યું? જીવ તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ છે, એનું આગળ વધતા લક્ષ ત્યાં હશે તો આ મિથ્યાત્વઆદિ પણ ટળી જશે, એ તેર ગુણસ્થાન ટળી જશે ને એ તેર ગુણસ્થાન એમાં રહેશે નહિ. આહા! મિથ્યાત્વેય નહિ રહે ને શુદ્ધ દ્રવ્ય શું કરે? જ્યારે દ્રવ્ય બેસે એને, એમ કહેવું છે. ચૈતન્ય શુદ્ધ દ્રવ્ય વસ્તુ છે એ તો સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય એવું દ્રવ્ય છે એનું જેને લક્ષ થાય, એને ભલે કહે છે કે આ તેર છે એ કરે થોડો કાળ, પણ એમાં જીવને શું આવ્યું? આહાહા ! સમજાણું કાંઈ?
સમ્યગ્દષ્ટિ તો કર્તા નથી જ, ગુણસ્થાનનો કર્તા નથી, જેમ આ છે અને એના ગુણસ્થાન છે એને અચેતન કહીને કર્મના-પાક ગણીને, જીવદ્રવ્ય સ્વભાવ છે એનો એ પાક ક્યાં છે? ભગવાન તો આનંદમૂર્તિ પ્રભુ છે, અતીન્દ્રિય આનંદનો સાગર છે. આહાહા! સુખદરિયો નહોતું આવ્યું સ્તુતિમાં? ગુણભરેલો સુખદરિયો. આહાહા ! અતીન્દ્રિય આનંદનો દરિયો છે સ્તુતિમાં આવ્યું'તું ગુણભરિયો, સુખદરિયો. આહા ! પૈસા બૈસામાં સુખ નથી એમ કહે છે. બાઈડી ને છોકરાં ને મકાન ને આબરું ને એમાં સુખ નથી એમ કહે છે. સુખ છે તારામાં. એટલું સુખ ભર્યું છે કે જો તારું ત્યાં લક્ષ જાય તો મિથ્યાત્વ આદિ તેર ગુણસ્થાન થોડીવાર કર્મ કરે તો કરો, તારા જીવને પછી કાંઈ છે નહિ. આહાહા ! જરી ઝીણી વાત છે હોં. આહાહાહા!
આત્મા દ્રવ્ય છે, આવો જે અસ્તિ પરમાનંદની મૂર્તિ પ્રભુ, દરેકનો આત્મા હોં, એ છે એ મિથ્યાત્વને કેમ કરે? મિથ્યાત્વ એ પુદ્ગલકર્મનો પાક છે. આહાહા ! ભાષા એમ લીધી છે આમ