________________
ગાથા-૧૦૯ થી ૧૧૨
૨૫૧ તેર, ગુણસ્થાન આત્મામાં નથી.
પુદ્ગલકર્મનો પુગલદ્રવ્ય જ એક કર્તા છે એક વાત. તેના વિશેષો ચાર છે. એકકોર પુદ્ગલ એક, એના વિશેષ ચાર એનાં, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, બંધના સામાન્ય હેતુઓ હોવાથી ચાર કર્યા છે, પહેલાં એક કર્તા છે કહ્યું, પછી એના ભેદ ચાર કીધા, તેઓ જ ભેદરૂપ કરવામાં આવતાં ચારના ભેદ કર્તા એકના ચાર અને ચારના તેર. આહા! અર્થાત્ તેમના જ ભેદ પાડવામાં આવતાં મિથ્યાષ્ટિથી માંડીને સયોગકેવળી સુધીના તેર કર્યા છે. આહાહાહા !
અહીં તો એને ત્યાં સુધી સમજાવવું છે કે ભાઈ દ્રવ્ય છે ને જે શુદ્ધ ચૈતન્યદ્રવ્ય એનું લક્ષ કર, તો મિથ્યાત્વ છે ને, એ બધા નાશ થઈ જશે, એ બધા કર્તા છે એ કર્તાપણું તારામાં નહિ રહે. આહાહાહા ! ચૈતન્ય શુદ્ધ દ્રવ્ય છે, એમાં મિથ્યાત્વથી માંડીને આ તેર ગુણસ્થાન એ આ સ્વરૂપમાં નથી, એ તો પુદ્ગલકર્મના કારણે થતાં ચાર ને તેર ભેદ પડ્યા છે એ પુદ્ગલકર્મ, કરે તો કરો તારે શું છે. આહાહાહા ! એમ કરીને જીવ શુદ્ધ દ્રવ્ય છે, એ સિદ્ધ કરવું છે. શુદ્ધ જીવ દ્રવ્ય છે એ આના કર્તા નથી. આહાહાહા !
તેર છે તે પણ આવ્યું ને તેર હવે જેઓ પુદગલકર્મના વિપાકના પ્રકારો હોવાથી તેર તો નામ આપ્યા, પહેલું પુગલકર્મ બંધનું કારણ કીધું એના ચાર ભેદ કીધા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, એના તેર ભાવ સયોગીકેવળી સુધી, જેઓ પુદ્ગલકર્મના વિપાકના પ્રકારો હોવાથી, તેર પ્રકાર તો પુલકર્મનો પાક છે, એમાં ભગવાન આત્માના આનંદનો પાક ત્યાં નથી. આહાહાહા !
અત્યારે એને, એની અશુદ્ધ પર્યાયો છે, એ બધી પુદ્ગલમાં નાખી દીધી છે. છે? કહે છે કે જેઓ પુદ્ગલકર્મના વિપાકના પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે. એ તેરેય ગુણસ્થાન અચેતન છે, એ તો ૬૮ ગાથામાં આવી ગયું છે. જડ છે, એ કરે તો કરો, ચૈતન્ય ભગવાન આત્મા આનંદનો નાથ સ્વરૂપ પ્રભુ. આહાહા ! અહીં તો મિથ્યાત્વથી લીધું છે સમકિત થાય ને બંધ ન પડે ને આ થાય, પણ આહીં તો મિથ્યાત્વ(ની વાત છે) વસ્તુનું સ્વરૂપ, વસ્તુ એવી બનેલી છે. વસ્તુ એવી છે શુદ્ધ ચૈતન્યઘન કે જેને મિથ્યાત્વઆદિ પણ એમાં નથી. એ બધું પુગલકર્મના વિપાકનું ફળ મિથ્યાત્વાદિ એમ કહે છે. આહાહાહા !
શું કહ્યું? સમ્યગ્દર્શન પછી તો એમ કહે કે ભાઈ અચેતન છે અને અચેતન તે કર્તા, પણ આહીં તો એ મિથ્યાત્વથી માંડીને કહ્યું, મિથ્યાત્વ છે એ પુદ્ગલકર્મના વિપાકનું ફળ છે, તારા આત્મામાંથી વિપાક થાય ને મિથ્યાત્વ થાય એવી વસ્તુ નથી. આહાહા ! સમજાણું કાંઈ? ( શ્રોતા - આત્મા મિથ્યાત્વ કેવી રીતે કરે?) શુદ્ધ તો એની દૃષ્ટિ કરાવવી છે એને, વસ્તુ શુદ્ધ છે, મિથ્યાત્વ એ પણ પુદ્ગલકર્મના વિપાકનું ફળ છે, એ ચૈતન્યનું ફળ નથી. આહાહા! “શુદ્ધ જાણે તે શુદ્ધને અનુભવે, અશુદ્ધ જાણે તે અશુદ્ધને પામે આવે છે કે નહિ? આહાહા ! ઝીણું બહુ.
વસ્તુ છે એ દ્રવ્ય જે વસ્તુ છે, એ તો “સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિકભાવ પરમ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય છે.” આહાહા ! એ દ્રવ્ય કર્મને કેમ કરે ? એની પર્યાયના ભેદ પડે છે, પર્યાયના ભેદ, એ પણ પુગલકર્મનો પાક છે, એમ