________________
૨૫૦
સમયસાર સિદ્ધિ ભાગ-૫ ભાવ્યભાવકભાવનો અભાવ હોવાથી આત્મા નિશ્ચયથી પુગલદ્રવ્યમય મિથ્યાત્વાદિનો ભોક્તા પણ નથી, તો પછી પુગલકર્મનો કર્તા કેમ હોય? માટે એમ ફલિત થયું કે-જેથી પુગલદ્રવ્યમય ચાર સામાન્યપ્રત્યયોના ભેદરૂપ તેર વિશેષ પ્રત્યયો કે જેઓ “ગુણ' શબ્દથી કહેવામાં આવે છે (અર્થાત્ જેમનું નામ ગુણસ્થાન છે) તેઓ જ કેવળ કર્મોને કરે છે, તેથી જીવ પુગલકર્મોનો અકર્તા છે, ગુણો' જ તેમના કર્તા છે; અને તે “ગુણો'તો પુદ્ગલદ્રવ્ય જ છે; તેથી એમ ઠર્યું કે પુગલકર્મનો પુદ્ગલદ્રવ્ય જ એક કર્તા છે.
ભાવાર્થ-શાસ્ત્રમાં પ્રત્યયોને બંધના કર્તા કહેવામાં આવ્યા છે. ગુણસ્થાનો પણ વિશેષ પ્રત્યયો જ છે તેથી એ ગુણસ્થાનો બંધના કર્તા છે અર્થાત્ પુદ્ગલકર્મના કર્તા છે. વળી મિથ્યાત્વાદિ સામાન્ય પ્રત્યયો કે ગુણસ્થાનરૂપ વિશેષ પ્રત્યયો અચેતન પુદ્ગલદ્રવ્યમય જ છે, તેથી એમ સિદ્ધ થયું કે પુદ્ગલદ્રવ્ય જ પુદ્ગલકર્મનું કર્તા (-કરનારું ) છે; જીવ કર્તા નથી. જીવને પુગલકર્મનો કર્તા માનવો તે અજ્ઞાન છે.
ગાથા ૧૦૯ થી ૧૧૨ ઉપર પ્રવચન सामण्णपच्चया खलु चउरो भण्णंति बंधकत्तारो। मिच्छत्तं अविरमणं कसायजोगा य बोद्धव्वा।।१०९।। तेसिं पुणो वि य इमो भणिदो भेदो दु तेरसवियप्पो। मिच्छादिट्ठीआदी जाव सजोगिस्स चरमंतं ।।११० ।। एदे अचेदणा खलु पोग्गलकम्मुदयसंभवा जम्हा। ते जदि करेंति कम्मं ण वि तेसिं वेदगो आदा।।१११ ।। गुणसण्णिदा दु एदे कम्मं कुव्वंति पच्चया जम्हा। तम्हा जीवोऽकत्ता गुणा य कुव्वंति कम्माणि ।।११२।। સામાન્ય પ્રત્યય ચાર નિશ્ચય બંધના કર્તા કહ્યા, -મિથ્યાત્વને અવિરમણ તેમ કષાયયોગો જાણવા. ૧૦૯. વળી તેમનો પણ વર્ણવ્યો આ ભેદ તેર પ્રકારનો, -મિથ્યાત્વથી આદિ કરીને ચરમ ભેદ સયોગીનો. ૧૧૦. પુદ્ગલકરમના ઉદયથી ઉત્પન્ન તેથી અજીવ આ, તે જો કરે કર્મો ભલે, ભોક્તાય તેનો જીવ ના. ૧૧૧. જેથી ખરે “ગુણ” નામના આ પ્રત્યયો કર્મો કરે,
તેથી અકર્તા જીવ છે, “ગુણો કરે છે કર્મને. ૧૧૨. ટીકાઃ- “ખરેખર પુગલકર્મનો, પુદ્ગલદ્રવ્ય જ એક કર્તા છે. આહાહા ! એ બીજી જાત એ બધી અચેતન પરિણામ છે ૧૩ ગુણસ્થાનના, એ બધા અચેતન પુદ્ગલ છે એમ આંહીં ઠરાવવું છે, ભગવાન આત્મામાં એ ક્યાં છે? એ તો ૬૮ ગાથામાં આવી ગયું છે, ગુણસ્થાન