________________
૨૫૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫ કહે છે. આહાહાહાહા ! મિથ્યાત્વ છે એ પણ દર્શનમોહનો પાક છે. અવ્રત છે એ ચારિત્ર મોહનો પાક છે, એ બધા કર્મના પાકના તેર ભેદ છે. આહાહા ! ઝીણી વાત છે જરી અંદર, આહીં તો એથી આગળ લઈ જશે.
જેઓ પુદ્ગલકર્મના વિપાકના પ્રકારો હોવાથી, કોણ ? મિથ્યાત્વથી માંડીને સયોગી તે૨ ગુણસ્થાન, એ કર્મના વિપાકના પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે. સયોગી ગુણસ્થાન અચેતન છે. ગુણસ્થાન છે ને ? આહાહાહા ! ચૈતન્યમૂર્તિ ભગવાન પૂર્ણ સ્વરૂપ પ૨મ પારિણામિક છે સ્વભાવ, આહાહા... તેમાં આ ક્યાં છે ? પુદ્ગલકર્મના વિપાક, પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે. એવા આ તે કર્તાઓ જ, એ તે૨ મિથ્યાત્વ, સાસાદાન, મિશ્ર, અવિરતિ, વિતાવિરતી, વિરતી સક્ષમ, આઠ, નવ, દશ, અગિયાર, બા૨, તે૨ એ જીવ કર્તાઓ કેવળ અચેતન એવા આ તેર કર્તાઓ, અચેતન એવા તે૨ કર્તાઓ, પુદ્ગલકર્મના પાક એવા જે અચેતન તે૨ ગુણસ્થાન, કેવળ વ્યાપ્યવ્યાપકભાવે કાંઈ પણ પુદ્ગલકર્મને કરે તો ભલે કરે. આહાહા !
( કહે છે ) એટલે ? કેવળ વ્યાપ્યવ્યાપકભાવે, એ વ્યાપક થઈને નવું કોઈ કર્મ બંધાય વ્યાપ્ય, તો એ એમાં જાય કે મય છે એનામાં જાય છે, વ્યાપ્યવ્યાપક ખરેખર તો ૫૨માં દરેક દ્રવ્યનું વ્યાપક દ્રવ્ય છે અને પર્યાય વ્યાપ્ય છે, એ આહીં નથી લેવું, આહીં તો એ કહે છે કે તેર ગુણસ્થાન જે છે, એ વ્યાપક છે અને નવા કર્મ બાંધે છે એ વ્યાપ્ય છે. એ કર્મ વ્યાપક છે ને વ્યાપ્ય નવું કર્મ તે વ્યાપ્ય છે. ૫૨દ્રવ્ય છે, જે આ તે૨ ગુણસ્થાન છે એ તો કર્મના પાકનું ફળ. જે હવે એ કહે છે કે નવા કર્મ બાંધવામાં ભલે એ બાંધે વ્યાપ્યવ્યાપક થઈને એ વિકારી ભાવ છે એ પ્રસરીને ભલે નવા કર્મ વ્યાપ્યને બાંધે, એમ અહીં સંબંધ લેવો છે. આહા ! નહીંતર વ્યાપ્યવ્યાપકભાવ તો એક દ્રવ્યમાં કર્તા તે વ્યાપક, કર્મ, કાર્ય તે વ્યાપ્ય, એમ હોય, પણ આંહીં તો એકદમ તદ્દન શુદ્ધ વસ્તુ લેવી છે એકદમ, ચૈતન્યદ્રવ્ય લેવું છે. દ્રવ્ય છે, એ તે ગુણસ્થાન અચેતન છે, એ ચેતન નહીં, એ તેર ગુણસ્થાન અચેતન છે ચેતન નહિ. આહાહા ! ચૈતનસ્વભાવ જે આત્માનો એ જ પોતે તેર ગુણસ્થાનને કેમ કરે, એ તો અચેતન છે, એ તો કરે નહિ પણ નવા કર્મ બાંધે ને એ ક્યાં પોતે અચેતન ગુણસ્થાન જ જ્યાં ચેતનના નથી તો નવા બાંધવા એ તો ત્યાં રહ્યું નહિ. એ થોડીવાર ભલે, થોડીવાર કેમ કહ્યું છે ? કે જેને આ સાંભળવાની ઇચ્છા હતી અને શુદ્ઘ દ્રવ્યના ઉપ૨ આશ્રય કરવાનો ભાવ હોય, તેને તો એ મિથ્યાત્વ આદિ ભાવ હોય તોય અલ્પકાળમાં ટળી જશે, હા બધું ય ટળી જશે. આહાહા !
જીવ, કરે તો ભલે કરે, ( પુદ્ગલ કરે તો ભલે કરે ) એ તેર ગુણસ્થાન પુદ્ગલ છે એ નવા કર્મને કરે તો કરો, એ ત્યાં કહે છે. આહા ! આ તેર કર્તાઓ જ કેવળ વ્યાપ્યવ્યાપકભાવે કાંઈ પણ પુદ્ગલકર્મને જો ક૨ે તો ભલે કરો; તેમાં જીવને શું આવ્યું ? દ્રવ્ય જે છે એ તો શુદ્ધ ચૈતન્યઘન આનંદકંદ પ્રભુ છે એ નવું કર્મ બંધાણું તો કહે છે એ ગુણસ્થાનને કા૨ણે એને નવું બંધાણું, એ વ્યાપ્યવ્યાપક એમાં ગયું. આત્મા ક્યાંય એમાં આવતો નથી. આહાહા! આત્મા તો તેર અચેતન ગુણસ્થાનમાં આવતો નથી તો પછી નવા બંધનમાં, એ ક્યાં છે ? આહાહા ! ઝીણું છે, જરી અટપટું છે.
આમાં નાખ્યું છે ને જયસેન આચાર્યે, હળદર અને ફટકડી લાલ રંગ બેથી થાય, એકથી