________________
ગાથા-૧૦૯ થી ૧૧૨
૨૫૫
અશુદ્ધ નિશ્ચયથી, ત્યાં શુદ્ધ નિશ્ચયથી કીધું છે ૧૮૯ ગાથામાં, શુદ્ધ નિશ્ચયથી આ રાગનો કર્તા જીવ છે, એટલે કે રાગની પર્યાયમાં એનું પોતાનું ઉંધું બળ છે, પણ આંહીંયા બીજી અપેક્ષા છે, અહીંયા તો દ્રવ્ય સ્વભાવ અનાદિ અનંત, દ્રવ્યસ્વભાવ એવો દ્રવ્યસ્વભાવ છે, કે જેને ગુણસ્થાન અડતા નથી. આહાહાહા ! એ ગુણસ્થાન પુદ્ગલકર્મના પાક હોવાથી અચેતન છે, પ્રભુ ચેતન છે. એ અચેતન નવા કર્મના અચેતનને વ્યાવ્યવ્યાપકભાવથી કરે તો કરો ચેતનને શું છે ? આહાહાહા ! ચેતનજી ! એ કહ્યું'તું તે દિ' કહ્યું'તું પહેલાં કહ્યું'તું પણ આશય આવો છે આંહીં, ઓલો કહે છે કે પુદ્ગલકર્મને કરે નહિ, ત્યારે કરે છે કોણ ? એમ પૂછ્યું ને ? છે તો ખરું પુદ્ગલકર્મ બંધાય છે, પુદ્ગલકર્મ છે, અને તમે કહો છો ને કે એ કર્મને આત્મા કરે નહિ, ત્યારે છે કોણ કર્તા એનો ? જો તારે સમજવું હોય તો સાંભળ આ રીતે જ્ઞાનના ઇચ્છક. આહાહાહા ! ભૃણું, એક શૃણુ ઓલામાં આવે છે, ગાથા શ્લોક આવે છે ને ધવલમાં, ત્યાં હા હા સાંભળ આવે ને એટલે એ તો નામ આવે છે, અષ્ટપાહુડ સકર્ણા, કાનવાળા સાંભળ.
અહીં તો આ કહેવું છે ને અપેક્ષાએ, આ મહાપ્રભુ અંદર છે તને ભલે નો બેસે પણ એ મહાપ્રભુ છે અંદર, ચૈતન્ય આનંદનો કંદ છે એ. આહાહા ! એમાં ૧૩ ગુણસ્થાન એમાં નથી, અને થોડાક ૧૩ ગુણસ્થાન છે એ પ્રત્યય આસવો છે, એ પુદ્ગલકર્મના પાક છે આસ્રવ છે થોડા, એ થોડા નવા આસવને કરે તો કરો, દ્રવ્યને શું છે ? આહાહાહા ! દેવીલાલજી ! અટપટું છે. એમાંથી પાછું ઉપાદાનમાં થાય, એ નિમિત્તથી થાય એ કાઢીને આ કાઢે, તો આંહી કામ નથી. આંહી તો શુદ્ધ ઉપાદાન પ્રભુ છે, અશુદ્ધ ઉપાદાન તે નિમિત્તને આધીન થાય છે એથી અશુદ્ધ ઉપાદાનને આંહી ત્યાં અચેતન કરી નાખ્યો છે. પુદ્ગલ કરીને, અચેતન કીધું ને ? પુદ્ગલકર્મને કીધું એને ભેગા ચાર ભેદ કીધા, એના ભેદ આ તેર કીધા, એ બધા અચેતન છે, ચૈતન્ય વસ્તુ જે અંદર આ ચેતન ચેતના, જેમાં એકલો શાશ્વત ચૈતન્યસ્વભાવ પડયો છે, શાશ્વત ચૈતન્યસ્વભાવ એ પોતે કેમ કરે કર્મને ? આહાહા ! એમ કરીને જેને સમજ્યો નથી ને પૂછે છે, આશંકા એને કહે છે, ભાઈ ધ્યાન તો રાખ હું કહું એ કઈ અપેક્ષાથી છે. આહાહાહા !
પ્રભુ તારું દ્રવ્ય જે છે વસ્તુ તને એનો વિશ્વાસ નથી. અવ્યક્તપણે પણ વિશ્વાસ નથી, એને આંહીં વિશ્વાસ કરાવે છે, આહાહા ! એવા તેર ગુણસ્થાનો હોવા છતાં અચેતન હોવા છતાં, ચેતન તો ચેતન છે, ચેતનમાં અચેતન આવ્યા નથી. અને ચેતન અચેતનમાં આવતો નથી. આહાહાહા ! આકરું કામ છે. શું આવ્યું ? કાંઈ જ નહિ. આ તર્ક છે હવે સામાવાળાનો કે પુદ્ગલમય મિથ્યાત્વાદિને વેદતો જીવ, પોતે જ વેઠે છે ને ? એ શંકાકાર શિષ્ય કહે છે, પુદ્ગલમય મિથ્યાત્વાદિને વેદતો ભોગવતો જીવ પોતે મિથ્યાષ્ટિ થઈને પુદ્ગલકર્મને કરે છે. વેદતો, તમે કર્તા ન કહો પણ વેઠે છે કોણ? જડ વેદે ? આહાહાહા ! જીવ પોતે જ મિથ્યાર્દષ્ટિ થઈને પુદ્ગલકર્મને કરે છે, વેદતો થકો હોં, છે? પુદ્ગલમય મિથ્યાત્વાદિને વેદતો જે તેર અચેતન કીધાને, એને વેદતો ભોગવતો જીવ પોતે જ મિથ્યાર્દષ્ટિ થઈને પુદ્ગલકર્મને કરે છે. “તેનું સમાધાન આ તર્ક ખરેખર અવિવેક છે.” જડને આત્મા ભોગવતો નથી, જડને આત્મા કરતો નથી. એ તો અચેતન આવી ગયું ને એ તો જડને ભોગવતો નથી, આંહીં વિકાર તે આંહીં જડ છે ને. તે૨ ગુણસ્થાન જડ કીધા, પછી ? તેરમું ગુણસ્થાન તારું નથી. એમ ગાતા'તા અમારે