________________
ગાથા-૧૦૯ થી ૧૧૨
૨૫૭ ગુણસ્થાનમાં ક્યાં આવે છે? તેથી તે ગુણસ્થાન આ ચેતન છે, તો તેને અચેતન કહ્યા છે. એ અચેતન નવા કર્મને થોડાં બાંધે તો બાંધો, એમાં શું વાંધો. આહાહાહા !
આમાં તો એ આવ્યું કે જેનું લક્ષ જો ચૈતન્ય દ્રવ્ય ઉપર જાય છે ભલે હજી મિથ્યાત્વ છે ભાઈ એ તે દિ' કહ્યું'તું પહેલાંય કહ્યું'તું. ચૈતન્ય હીરો, જ્ઞાનનો રસકંદ પ્રભુ, પૂર્ણાનંદનો નાથ, આનંદનો ઢગલો છે. એ તો, આનંદનો ઢગલો આત્મા, જ્ઞાનનો ઢગલો આત્મા, શાંતિનો ઢગલો, એ ધ્રુવ ચીજ છે. આહાહાહા! એ ચૈતન છે એ ગુણસ્થાન અચેતન કર્મના પાકના ફળને, એ કેમ કરે? આહાહાહા ! એ અચેતન ગુણસ્થાન જે છે એ નવા કર્મને વ્યાપ્યવ્યાપક થઈને કરે તો કરો. આહા ! એકકોર પુગલ નાખી દીધું ને એકકોર ચૈતન્ય રાખ્યું છે સામે. આહાહા ! સમજાય છે કાંઈ ?
(શ્રોતા- એટલે એમ થયું ને આત્મા દુઃખને વેદે નહીં, જાણે છે.) ઈ ઈ એની ખોટી વાત, આંહીં બીજી વાત, એ બીજી વાત છે. આંહીં તો કર્તા નથી કહેવો તો વળી વેદતો ક્યાંથી આવે? જ્ઞાની આ તો મિથ્યાત્વદૃષ્ટિથી માંડીને તેરવાળાને કર્તા નથી ને ભોક્તા નથી એમ કહે છે. અને એ તો કહેવું સમકિતી છે અને હવે સુખનું વેદના હોય, દુઃખનું વેદન ન હોય, તો તો રાગ છે એ દુઃખનું વેદન છે. એક સમયમાં બેય છે, એ અપેક્ષા બીજી છે અને આ અપેક્ષા બીજી છે. એ તો પાછું સમ્યગ્દષ્ટિને જ્યાં હોય ત્યાં એમ કહેવાય છે કે એને સુખનું જ વેદન છે મુખ્યની વાત લીધી હોય, ગૌણ જે દુઃખનું વેદન છે એ સમ્યગ્દષ્ટિના વિષયમાં ન લ્ય. કારણ જ્ઞાનનો વિષય જ્યારે ચાલતો હોય ત્યારે બધુંય લ્ય ભેગું, જ્ઞાનધારા ને કર્મધારા નથી આવ્યું? બે ય, કર્મધારા એ દુઃખરૂપ છે, જ્ઞાનધારા એ સુખરૂપ છે. આહાહા !
અહીંયા તો હજી મિથ્યાત્વને પણ જીવમાં નથી ને મિથ્યાત્વ મિથ્યાત્વને નવું થોડુંક કરે, એમાં આત્માને શું આવ્યું?એ. આહાહાહા ! એ પણ થોડી વાર કરે હોં, આ એને છુટી જવાનો. જેને આત્મ દ્રવ્ય જે છે, એ કર્મ કરતું નથી અને અચેતન કરે છે, એ ચેતનથી જુદું છે, અને એ અચેતન નવા કર્મને કરે તો કરો, અને વેદે છે એમ જો તું કહે કે વેદન તો, આ તો કહે કે એ તારો તર્ક અવિવેક છે. વિકારને વેદવું એ જીવનું સ્વરૂપ નથી. આહાહા ! તો વિકારી દ્રવ્ય થઈ ગયું? દ્રવ્ય તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ છે. આહાહાહા ! આવા પ્રકાર હોય, કઈ અપેક્ષાથી, કહ્યું છે ને? દ્રવ્ય સ્વભાવ ભગવાન મહાપ્રભુ બિરાજે છે. મહાત્મા છે એ, નાનો આત્મા નથી. મહાત્મા છે, મહાત્મા પ્રભુ છે અંદર. એમાં કોટા-કોટિ સૂર્યના કરતાં પણ પ્રકાશનો પાર નથી ચૈતન્યનો, બેહદ ચૈતન્ય ધાતુ આવી છે ને ભાઈ ? બેહદ ચૈતન્ય ધાતુ ત્યાં રોકાઈ ગઈ છે. રોકાઈ ગઈ છે એ વસ્તુ નથી રોકાણી, વસ્તુ તો વસ્તુ છે. આહાહા ! પર્યાય રોકાઈ ગઈ છે એની. એને અહીં રોકાવાની અવસ્થાને અચેતન કહીને, ચેતનથી જુદી પાડી છે. આહાહા ! ઝીણું છે અટપટું છે તેથી ધીમેથી કહેવાય છે. પણ આમાંથી પછી એમ જ કાઢી નાખે, એકાંત જ કરી નાખે કે મિથ્યાત્વ, મિથ્યાત્વ આત્માને કરે છે એ કર્મ કરાવે છે. એ આંહીં તો વસ્તુનું જે ત્રિકાળી સ્વરૂપ છે તેનું લક્ષ કરાવવા, એ મિથ્યાત્વઆદિ બધા ગુણસ્થાનો એમાં નથી અને તેથી તે અચેતન છે. ચેતનની સામે તે અચેતન છે, અને અચેતન અચેતનને થોડું કરે તો કરો દ્રવ્ય સ્વભાવમાં ક્યાં આવ્યું છે. આહાહાહા !